Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: સુરતમાં યોજાયેલી સાડી વૉકેથોનની PM મોદીએ કરી પ્રશંસા- કહ્યુ ભારતની કાપડ પરંપરાને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ

Gujarati Video: સુરતમાં યોજાયેલી સાડી વૉકેથોનની PM મોદીએ કરી પ્રશંસા- કહ્યુ ભારતની કાપડ પરંપરાને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 20, 2023 | 8:34 PM

Surat: સુરતમાં યોજાયેલી સાડી વોકેથોનની પીએમ મોદીએ ટ્વીટ કરી પ્રશંસા કરી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યુ છે કે સુરતની સાડી વોકેથોન ભારતની કાપડ પરંપરાને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનિય પ્રયાસ છે.

સુરતમાં યોજાયેલી સાડી વોકેથોનને PM મોદીએ પ્રશંસા કરી છે. સાડી વોકાથોનને લઈ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ. જેમાં તેમણે લખ્યુ કે સુરતનું સાડી વોકાથોન ભારતની કાપડ પરંપરાઓને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ છે. અગાઉ રેલવે અને કાપડપ્રધાન દર્શના જરદોષે સાડી વોંકોથોનને લઈ ટ્વીટ કર્યુ હતુ. આ ટ્વીટને PM મોદીએ રી-ટ્વિટ કરી વખાણ કર્યા હતા.

9 એપ્રિલે યોજાઈ હતી સાડી વૉકેથોન

ઉલ્લેખનીય છે કે ગત 9 એપ્રિલના રોજ સુરત મનપા દ્વારા ભવ્ય સાડી વૉકાથોનનું આયોજન કરાયું હતુ. ભારતીય સંસ્કૃતિ સાથેના ફિટનેસ મંત્ર પર આયોજીત વૉકાથોનમાં 15 હજાર મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ રાજ્યોની મહિલાઓ સ્થાનિક પરંપરાગત સાડી પહેરીને જોડાઈ હતી. આ સાડી વૉકાથોનમાં દેશની પરંપરાગત સંસ્કૃતિના દર્શન પણ થયા.

મહિલાઓ સાડી પહેરીને અંદાજે 3 કિલોમીટર સુધી ચાલી. G-20 સાથે સંકળાયેલા ગ્રૃપ W-20એ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા, કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ સહિત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો: સુરતમાં મહિલાઓ માટે યોજાયું અનોખુ વોકેથોન, ભાત-ભાતની સાડી પહેરીને 3 કી.મી. ચાલી મહિલાઓ, રસ્તામાં પાણીપુરીની સવલત, જુઓ Video

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પ્રતીતિ કરાવનાર અને દેશમાં પ્રથમવાર યોજાયેલી સાડી વોકેથોનમાં સુરતની ૧૦ હજારથી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ‘વોક ફોર યોર હેલ્થ ઈન સિક્સ યાર્ડ્સ ઓફ એલિગન્સ’ની થીમ આધારિત વોકેથોનને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટિલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મેયર હેમાલીબેન બોઘાવાલા ઉપસ્થિત રહ્યા હતા.

સાડી વોકેથોન ગુજરાત સહિત કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરલ, ઓડિશા, તેલાંગાણા, પંજાબ, પ.બંગાળ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશની પારંપરિક સાડીમાં સજ્જ થઈને ૩ કિમી. અંતરની વોકેથોનમાં જોડાઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 20, 2023 08:22 PM
g clip-path="url(#clip0_868_265)">