સુરત : ઉતરાયણ તહેવારમાં જ યુવકને જાહેરમાં રહેંસી નંખાયો, હત્યારાઓનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ
મૃતકના પિતાએ જણાવ્યું કે મોનુ તેના મિત્રો રાજા અને નિલેશ સાથે બહાર ફરવા ગયો હતો. તેના બંને મિત્રોની સામે જ હુમલાખોરોએ મોનુ પર છરી વડે 15-20 હુમલા કર્યા હતા.
Surat : ઉત્તરાયણના દિવસે શહેરના પાંડેસરા વિજયનગર મેઇન રોડ પર રહેતા યુવકની (Youth) જાહેર માર્ગ પર જ 6 થી 7 લોકોએ છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા (Murder) કરી નાખી હતી. 5 મહિના પહેલા થયેલા ઝઘડાનો બદલો લેવા હુમલાખોરોએ મોનુ નામના યુવકની તેના મિત્રોની સામે જ હત્યા કરી નાખી હતી. આ પહેલા પણ આકાશ નામના અન્ય એક યુવકની આ જ હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.
હત્યા મામલે સામે આવી ચોંકાવનારી વાત
સૌથી ચોંકાવનારી વાત એ છે કે મોનુની હત્યા કર્યા બાદ તમામ આરોપીઓ ખુદ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. મૃતકના પિતા બ્રિજપાલ સિંહે જણાવ્યું કે મોનુ તેમના ત્રણ સંતાનોમાં સૌથી મોટો હતો. કેટલાક સમયથી તેના લગ્નની વાતો પણ ચાલી રહી હતી. પરંતુ આ રીતે તહેવારના દિવસે જ તેમના પુત્રની હત્યાથી તેઓ આઘાતમાં આવી ગયા છે.
હત્યાના કારણનો થયો ખુલાસો
મૃતકના પિતાએ જણાવ્યું કે મોનુ તેના મિત્રો રાજા અને નિલેશ સાથે બહાર ફરવા ગયો હતો. તેના બંને મિત્રોની સામે જ હુમલાખોરોએ મોનુ પર છરી વડે 15-20 હુમલા કર્યા હતા. મૃતકના પિતાનું કહેવું છે કે પુત્રની હત્યા કરનાર વ્યક્તિ મોટો બુટલેગર છે અને તેની ઓળખ પણ બહુ ઊંચી છે. આરોપીઓએ હુમલો કરવામાં તેમના પુત્રના શરીરનો એક પણ ભાગ છોડ્યો ન હતો. આખા શરીરમાં માત્ર છરીના ઘા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં હવે તેમને પોલીસ પાસેથી જ ન્યાયની આશા છે.
આ પણ વાંચો : Ahmedabad-Dungarpur Railway: અમદાવાદ ડુંગરપુર વાયા હિંમતનગર બ્રોડગેજ રેલ સેવાનો પ્રારંભ, શામળાજી રોડ સ્ટેશન પર રોકાશે
આ પણ વાંચો : ખેડૂતોએ જાન્યુઆરી માસમાં રીંગણ, લીંબુ, લસણ અને ડુંગળીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી