સુરત: 12 વર્ષના બાળક પર બે બાળકોએ કર્યો હુમલો, 1 મહિનો સારવાર લીધા બાદ બાળકનું મોત

સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મહિના પહેલા 12 વર્ષના બાળક પર અન્ય બે બાળકોએ હુમલો કર્યો હતો. જેમા બાળકનું સારવાર દરમિયાન શુક્રવારે(17.11.23) મોત થતા સમગ્ર ઘટના હત્યામાં પરિવર્તિત થવાની શક્યતા છે. જો કે હજુ બાળકના મોતનો પીએમ રિપોર્ટ આવવાનો બાકી છે.

સુરત: 12 વર્ષના બાળક પર બે બાળકોએ કર્યો હુમલો, 1 મહિનો સારવાર લીધા બાદ બાળકનું મોત
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Nov 19, 2023 | 6:52 AM

સુરત: સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 17 તારીખે 12 વર્ષના એક બાળક ઉપર ગંભીર હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સારવાર કરવામાં આવી રહી હતી. સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી હતી. જોકે અચાનક જ ફરીથી બાળકને તકલીફ થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

મોતનું યોગ્ય કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ

સમગ્ર મામલે હવે બાળકનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. જેના આધારે બાળકના મૃત્યુની હકીકત સામે આવશે. બાળક પર થયેલા હુમલાને કારણે થયેલી ઈજાઓથી તેનું મોત નીપજ્યું છે કે પછી સારવારમાં ખામીને કારણે તેનું મોત નીપજ્યું છે તેને લઈને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ હાલ તો બે સગીર બાળકો દ્વારા બાળક પર હુમલો કરાતા સમગ્ર ઘટના બનવા પામી છે જે ખૂબ ગંભીર માની શકાય.

14 અને 16 વર્ષના બાળકોએ ચપ્પુ જેવા હથિયારથી કર્યો હતો હુમલો

સુરતના પાંડેસ્વર વિસ્તારમાં આવેલા જયઅંબે સોસાયટીમાં રહેતા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા 12 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ 12 વર્ષનો બાળક જ્યારે તેના ઘરેથી બહાર નીકળી કચરો નાખવા રસ્તા પર ગયો હતો ત્યારે ત્યાં પહેલેથી જ ઉભેલા અન્ય બે અંદાજીત 14 અને 16 વર્ષના બાળકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. બંને બાળકો દ્વારા ચપ્પુ જેવા તીક્ષણ હથિયાર વડે હુમલો કરાતા બાર વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જે બાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી અને તે ઠીક થતા તેને રજા આપી ઘરે મોકલી દેવામાં આવ્યો હતો.

શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' ?
પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !
બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos
ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા, લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો
આજનું રાશિફળ તારીખ : 03-12-2023
એનિમલ ફિલ્મમાં બોલ્ડ સીન કરીને ચર્ચામાં આવેલી આ અભિનેત્રી કોણ છે ?

એક મહિનાની સારવાર બાદ બાળકને અપાઈ હતી રજા, તે દરમિયાન થયુ મોત

જોકે શુક્રવારે(17.11.23) ફરીથી તે બાળકને હોસ્પિટલ ખાતે બતાવવાનું હતું પરંતુ તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક બાળકના પિતાના જણાવ્યા મુજબ બાળક પર જે હુમલો થયો હતો તેને કારણે જ તેનું મોત નીપજ્યું છે. એક મહિના પહેલા આ હુમલાની ઘટના બની હતી. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જોકે હવે બાળકનું મૃત્યુ થયું છે. મૃત્યુ બાદ બાળકનું પીએમ કરાવવામાં આવ્યું છે અને રિપોર્ટની પણ રાહ જોવામાં આવી રહી છે. જો રિપોર્ટમાં હુમલાની ઇજાઓથી મૃત્યુ થયું હશે તો સમગ્ર મામલો હત્યામાં ફેરવાઈ જશે અને બંને આરોપીઓ પર હત્યાની કલમો લગાડી પોલીસ કાર્યવાહી કરશે.

બાળકે એક કિશોરી સાથએ વાતચીત કરતા કર્યો હુમલો

પરિવાર દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મૃતક બાળક એક કિશોરી સાથે વાતચીત કરતો હતો. જે કિશોરીના અન્ય બે મિત્રોને ખ્યાલ આવતા તેના ઉપર હુમલો કર્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પીએમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પોલીસ પણ સમગ્ર મામલે સતર્ક છે અને જો પીએમ રિપોર્ટમાં હુમલાને કારણે બાળકનું મોત થયું હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના કોચ રહી ચુકેલા કિશોર ત્રિવેદી સાથે ખાસ વાતચીત- વીડિયો

હાલ તો એક મહિના પહેલા જે ઘટના બની છે કે જેમાં બે બાળકો દ્વારા અન્ય એક બાળક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જેને કારણે તે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી તે ખૂબ દુઃખદ અને ગંભીર ઘટના માની શકાય અને તેમાં પણ એક સામાન્ય બાબત કે જેમાં એક કિશોરી સાથે વાતચીત કરવા બાબતે બે બાળકોએ અન્ય ત્રીજા બાળક ઉપર હુમલો કર્યો. જે પણ એક વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો ગણી શકાય.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">