Sheena Bora Murder Case: કાશ્મીરમાં શીના બોરાની હાજરીના દાવા પર CBI કોર્ટમાં થશે સુનાવણી, એજન્સી પાસેથી માંગ્યો જવાબ
2015માં હત્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઈન્દ્રાણી ઉપરાંત તેના ડ્રાઈવર શ્યામવર રાય અને પૂર્વ પતિ સંજીવ ખન્નાની પણ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.
ઈન્દ્રાણી મુખર્જી (Indrani Mukerjee) જે તેની પુત્રી શીના બોરાની હત્યા (Sheena Bora Murder Case) માટે સજા ભોગવી રહી છે, તેની વકીલે સોમવારે વિશેષ CBI કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે મહિલા આશા કોર્કે કાશ્મીર (Kashmir) માં શીના બોરાને મળી છે. સ્પેશિયલ કોર્ટે ઈન્દ્રાણી મુખર્જીની અરજી સ્વીકારી લીધી છે અને CBI ને તેના પર જવાબ દાખલ કરવા કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 4 ફેબ્રુઆરીએ થશે.
ગયા મહિને ઈન્દ્રાણી મુખર્જીએ દાવો કર્યો હતો કે તેની પુત્રી (Sheena) જીવિત છે. તેના વકીલે CBI ના ડાયરેક્ટરને પત્ર લખીને એજન્સીને કાશ્મીરમાં શીનાની શોધ કરવા કહ્યું હતું. મુખર્જીએ પત્રમાં દાવો કર્યો હતો કે એક મહિલા સરકારી અધિકારીએ તેમને કહ્યું હતું કે તેણે શ્રીનગર (Srinagar) માં રસીકરણ દરમિયાન બોરાને જોઈ હતી. ઓગસ્ટ 2015માં ધરપકડ બાદ મુખર્જી મુંબઈની ભાયખલા મહિલા જેલમાં કેદ છે.
ઈન્દ્રાણીના વકીલ સના આર ખાને દાવો કર્યો હતો કે જે મહિલા અધિકારી શીનાને મળી હતી તે CBI સમક્ષ પોતાનું નિવેદન નોંધવા માટે પણ તૈયાર હતી. ગયા વર્ષે નવેમ્બરમાં બોમ્બે હાઈકોર્ટે મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીની જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી, મુખર્જીના વકીલ ખાને કહ્યું હતું કે તે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં જશે.
બોમ્બે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી
આ પહેલીવાર હતું જ્યારે ઈન્દ્રાણી મુખર્જીએ તેના કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા સ્પેશિયલ CBI કોર્ટે તેને ઘણી વખત જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. CBI 2012ના આ હત્યા કેસની તપાસ કરી રહી છે. બોરા (24)ને એપ્રિલ 2012માં મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક કારમાં ઈન્દ્રાણી સાથે તેના ડ્રાઈવર શ્યામવીર રાય અને સંજીવ ખન્ના દ્વારા કથિત રીતે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી.
2015માં હત્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઈન્દ્રાણી ઉપરાંત તેના ડ્રાઈવર શ્યામવર રાય અને પૂર્વ પતિ સંજીવ ખન્નાની પણ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. ઈન્દ્રાણીના તત્કાલીન પતિ પીટરને બાદમાં આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ મુજબ, શીનાના રાહુલ સાથેના સંબંધો સામે ઈન્દ્રાણીના વિરોધ ઉપરાંત હત્યા પાછળ નાણાકીય વિવાદ પણ સંભવિત કારણ હતો. આ પછી કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.