BJP vs Shiv Sena : દેવેન્દ્ર ફડણવીસે સીએમ ઉદ્ધવ ઠાકરેને આપ્યો જવાબ, ‘શિવસેનાનો જન્મ પણ નહોતો થયો, ત્યારથી ભાજપ હિન્દુત્વવાદી હતું’
ફડણવીસે કહ્યું, રામ મંદિર આંદોલન વખતે તમે ક્યાં હતા. લાકડીઓ તો અમે પણ ખાધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી ઉત્તર પ્રદેશમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અમે અલ્હાબાદને પ્રયાગરાજ કર્યું, તમે વીસ વર્ષ સુધી ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર ન કરી શક્યા.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) આજે (24 ડિસેમ્બર, સોમવાર) તેમની પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. ગઈકાલે બાળાસાહેબ ઠાકરેની 96મી જન્મજયંતિ પર બોલતા, મુખ્ય પ્રધાને શિવસૈનિકો સાથે વાતચીત કરતી વખતે કહ્યું હતું કે શિવસેનાએ સત્તા માટે હિન્દુત્વ અપનાવ્યું નથી. હિન્દુત્વ માટે સત્તા મેળવી. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે બાબરી મસ્જિદ પડી ત્યારે શિવસેનાની લોકપ્રિયતા દેશમાં એટલી હદે પહોંચી ગઈ હતી. કે જો તેમની પાર્ટીએ ગઠબંધન ધર્મનું પાલન ન કર્યું હોત તો આજે શિવસેના દેશના પ્રધાનમંત્રી હોત.
આના જવાબમાં ફડણવીસે (BJP vs Shivsena in Maharashtra) કહ્યું કે, જ્યારે શિવસેનાનો જન્મ પણ નહોતો થયો ત્યારથી ભાજપ હિન્દુત્વવાદી હતું. મુંબઈમાં શિવસેનાથી પહેલા ભાજપના કોર્પોરેટર ચૂંટાઈને આવી ચૂક્યા હતા. રામ મંદિર આંદોલન વખતે તમે ક્યાં હતા ? લાકડીઓ તો અમે પણ ખાધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી ઉત્તર પ્રદેશમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.’
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે, જો બાબરી મસ્જિદના પતન પછી શિવસેનાની લોકપ્રિયતા એટલી વધી ગઈ હોત તો 1993ની ચૂંટણીમાં શિવસેનાએ યુપીમાં 180 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને 179ની ડીપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. ત્યારબાદ આગળની તમામ ચૂંટણીઓમાં ડીપોઝીટ જપ્ત થવાની આ પરંપરા યથાવત રહી.
‘તમે ઔરંગાબાદને સંભાજીનગર ન કરી શક્યા, અમે અલ્હાબાદને પ્રયાગરાજ કર્યું’
દેવેન્દ્ર ફડણવીસે હિન્દુત્વના મુદ્દે શિવસેના પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘શિવસેનાના મોં પર હિન્દુત્વનું નામ શોભતું નથી. 20 વર્ષથી શિવસેના ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરી શકી નથી. ઉસ્માનાબાદનું નામ બદલી શકાયું નથી. ભાજપે અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધું. તમે જ્યારે પોતાના મોઢામાંથી હીન્દુત્વનું નામ લ્યો છો તો તેમાં લાચારી દેખાઈ દે છે.
‘ભાજપ સાથે ગઠબંધનમાં શિવસેનાને બાળાસાહેબે સડાવ્યું ? શું આ કહી રહ્યા છો?
ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલના સંબોધનમાં કહ્યું હતું કે તેમની પાર્ટી ભાજપ સાથેના 25 વર્ષના ગઠબંધનમાં સડતી રહી છે. તેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, બાળાસાહેબ ઠાકરેએ 25 વર્ષ સુધી ભાજપ સાથે ગઠબંધન જાળવી રાખ્યું હતું. તો શું તમે તેમના નિર્ણયને સડી ગયેલો નિર્ણય કહી રહ્યા છો? તમે તેમના નિર્ણય પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી રહ્યા છો. સત્તાની આ કેવી લાચારી છે ?
‘370 હટાવતી વખતે પણ તમારું દંભી પાત્ર સામે આવ્યું, લાચારીએ તમને કોંગ્રેસના ખોળામાં બેસાડ્યા’
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘અમે સ્વાર્થ ખાતર સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નથી. 370 હટાવાઈ ત્યારે પણ તમારું દંભી ચરિત્ર સામે આવ્યું. ભાજપ બાળાસાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ (આદરાંજલિ) આપવામાં પાછળ હટી નથી. પરંતુ બાળાસાહેબની જન્મજયંતિ પર સોનિયા જી, રાહુલ જી અથવા કોંગ્રેસના કોઈપણ મોટા નેતા દ્વારા કરવામાં આવેલ ટ્વિટ બતાવો. જેઓ બાળાસાહેબનું અભિવાદન કરવામાં સંકોચ અનુભવે છે, શિવસેના આજે એ જ કોંગ્રેસના ખોળામાં બેઠી છે. સત્તાની આવી લાચારી અમે બીજે ક્યાંય જોઈ નથી.
ભાજપ સાથે હતી તો શિવસેના પહેલા બીજા નંબરે પાર્ટી હતી, હવે ચોથા નંબરે આવી ગઈ
તાજેતરમાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “શું હતું અને હવે શું થઈ ગયું છે? જ્યારે શિવસેના ભાજપ સાથે હતી ત્યારે તે રાજ્યમાં પહેલા કે બીજા નંબરની પાર્ટી હતી. હવે તે ચોથા નંબર પર આવી ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જે પ્રકારનું ભાષણ આપ્યું છે તેનાથી લાગે છે કે તેઓ ક્યાંકને ક્યાંક દુ:ખી છે. પોતાની પાર્ટીના ચોથા નંબર પર જવાથી તે ભાજપ પર પોતાનો ગુસ્સો કાઢે છે. થવું જોઈતું હતું કે તેઓ રાજ્યના પ્રશ્નો અને સમસ્યાઓ પર બોલે.
સંજય રાઉતના ઈડી, સીબીઆઈવાળા સવાલનો જવાબ – ચોરી કરી તો આપવો પડશે હીસાબ
પોતાના ભાષણમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ સાથે ચાલવાની વાત કરે છે, પરંતુ ઈડી અને સીબીઆઈને પાછળ છોડી દે છે. આજે સંજય રાઉતે પણ કહ્યું કે, ‘ફિલ્મોમાં જે રીતે આ ડાયલોગ્સ બોલાય છે કે, પહેલા વર્દી ઉતારો ફીર મેદાનમે આઓ, તો પતા લગેગા કિ કિસમે કિતના હે દમ.
એ જ રીતે અમે એમ પણ કહીએ છીએ કે પહેલા ઈડી, સીબીઆઈને હટાવીને અમારી સાથે લડો. જો પછી ધૂળમાં ન મેળવી દીધા તો શિવસેનાનું નામ બદલી નાખજો. શિવસેના પ્રમુખે સ્પષ્ટ સંદેશ આપ્યો છે. હવે શિવસેના દરેક રાજ્યમાં ચૂંટણી લડશે. અમે હારના ડરથી બેસી નહીં રહીએ, આજે નહીં તો કાલે ચોક્કસ હરીફાઈ કરીશું.
આના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘સંજય રાઉતને મારૂં માત્ર એટલું જ કહેવું છે કે કોઈ અન્ય સારા નામનો વિચારીને રાખો. નામ બદલવાની તૈયારી રાખો. જ્યાં સુધી ED અને CBIનો સવાલ છે, જો તમે ચોરી કરશો તો ED અને CBI પાછળ લાગશે જ. કોઈ ચોરી કરે ત્યારે જ આ એજન્સીઓ પાછળ પડી જાય છે. જેઓ ચોરી કરતા નથી તેઓ તેમનાથી શા માટે ડરતા હશે?’
આ પણ વાંચો : Budget 2022: સ્ટાર્ટઅપ્સ અને ફિનટેક ક્ષેત્રે પ્રોત્સાહન ચાલુ રાખે સરકાર, પાછલા વર્ષોમાં થઈ છે જબરદસ્ત વૃદ્ધિ