Jamnagar : જામનગર-રાજકોટ હાઈવે પરથી ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું, રૂપિયા 74.31 લાખનો મુદામાલ જપ્ત
જામનગર- રાજકોટ હાઈવે પર ટેન્કરમાંથી ગેસના બાટલા રીફીલીંગ કરતા 5 શખ્સોને પોલીસે ઝડપી પાડી કુલ રૂ. 74.31 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
Jamnagar : જામનગરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગનું (illegal gas refilling) કૌભાંડ ઝડપાયું છે. જામનગર- રાજકોટ હાઈવે પર ટેન્કરમાંથી ગેસના બાટલા રીફીલીંગ કરતા 5 શખ્સોને પોલીસે ઝડપી પાડી કુલ રૂ. 74.31 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. તો બે ફરાર શખ્સોને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો અરે બાપરે ! મીની ટ્રાવેલ્સ બસમાં એકા એક ભભૂકી આગ, જુઓ Video
જામનગર-રાજકોટ હાઈવે પર સુપ્રિમ હોટલની પાછળ આવેલા પાટીદાર શો મિલ પાસે જાહેર જગ્યામાં ગેસ ગેસના ટેન્કરોમાંથી બાટલામાં રીફીલીંગ કરવામાં આવતું હતું. જેની જાણ પોલીસને થતાં જામનગર એસઓજીની ટીમે દરોડો પાડતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
5 ઈસમો ઝડપાયા, બે ફરાર
જામનગર-રાજકોટ હાઈવે પર ટેન્કરમાંથી ગેસના બાટલા રીફીલીંગ કરતા રત્ના દેવયાત મોરી, મનિષ અરશી ઓડેદરા, સામાત માયા હુણ, સુદેશ નાનોરામ દિગરા અને કરણસિંહ ચુતરસિંહને પોલીસે સ્થળ પરથી જ ઝડપી પાડ્યા હતા. જ્યારે આ કૌભાંડમાં સંકળાયેલ બે આરોપી વનરાજસિંહ સોઢા અને ભાણા નામનો શખ્સ ફરાર છે. જેમને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. વનરાજસિંહ સોઢા જે જામનગરના શેખપાટનો વતની છે. તે ટેન્કર અંગેની જાણકારી સાથી મિત્રોને આપતો હતો.
રાજસ્થાનના જોધપુરનો કરણસિંહ ચતુરસિંહ અને જમ્મુ કશ્મીરના પારપાલનો વતની સુદેશ નાનોરામ દિગરા બંન્ને ડ્રાઈવર છે. આ બંન્ને ઝડપાયેલા શખ્સો સાથે મળીને કેટલાક દિવસોથી ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગની કામગીરી કરતા હતા. ત્યારે આ સમગ્ર કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું છે. તેમજ 5 ઈસમોને ઝડપી પાડ્યા છે.
પોલીસે સ્થળ પરથી 5 શખ્સો સહિત 2 ટેન્કર, 56 ગેસના બાટલા, પીકઅપ ગાડી, ગેસ રીફીલીંગના અન્ય સાધનો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જેની કુલ અંદાજીત કિંમત રૂ.74.31 લાખ થાય છે.
7 લોકો દ્વારા ગેરકાયદે ગેસ રીફીલીંગ શરૂ કરાયું હતું
છેલ્લા કેટલાક દિવસોથી આ 7 લોકો દ્વારા ગેરકાયદે ગેસ રીફીલીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં એક વ્યકિત ટેન્કર અંગેની માહિતી અન્ય સાથીઓને આપતો હતો. ટેન્કર આવે ત્યારે તેમાંથી સીલ તોડીને ગેસના બાટલાઓને રીફીલીંગ કરવામાં આવતા હતા. આ બાટલા દીઠ 300થી 500 રૂપિયા આપવામાં આવતા હતા. ત્યાર બાદ ફરી ટેન્કરને સીલ કરી દેવામાં આવતું. આ કૌભાંડમાં સંડોવાયેલ 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 2 આરોપી ફરાર છે. જેને શોધવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો