આ બેંકના ચેરમેન પર છેતરપિંડીનો આરોપ, પૂણે પોલીસે નોંધ્યો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

પૂણે પોલીસે બેંકના ચેરમેન ગૌતમ ઠાકુર અને મેનેજિંગ ડિરેક્ટર સ્મિતા સાંધાને સહિત આઠ લોકો સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.

આ બેંકના ચેરમેન પર છેતરપિંડીનો આરોપ, પૂણે પોલીસે નોંધ્યો કેસ, જાણો શું છે સમગ્ર મામલો
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 8:36 PM

પૂણે પોલીસે (Pune Police) સારસ્વત બેંકના (Saraswat Bank) ચેરમેન ગૌતમ ઠાકુર (Chairman Gautam Thakur) અને મેનેજિંગ ડિરેક્ટર સ્મિતા સાંધાને (Managing Director Smita Sandhane) સહિત આઠ લોકો સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. એક રિપોર્ટ અનુસાર આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશના આધારે દાખલ કરવામાં આવ્યો છે. કોઠરુડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક મહેન્દ્ર જાગપતે (Mahendra Jagpat) જણાવ્યું હતું કે તેઓએ સારસ્વત બેંકના ચેરમેન અને અન્ય સાત લોકો વિરુદ્ધ કોર્ટના આદેશના આધારે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. તેમણે જણાવ્યુ કે હજુ તપાસ ચાલુ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોઠરુડની રહેવાસી સ્મિતા સમીર પાટીલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પછી સારસ્વત બેંકના ચેરમેન ગૌતમ ઠાકુર, મેનેજિંગ ડિરેક્ટર સ્મિતા સાંધાને, ચીફ મેનેજર આનંદ ચાલકે, ઝોનલ મેનેજર પલ્લવી સાલી, રત્નાકર પ્રભાકર, વિશ્રાંતવાડી બ્રાંચ મેનેજર અભિષેક ભગત વગેરેના નામ સામે આવ્યા છે.

ક્યારે થઈ હતી છેતરપિંડી?

આ કેસમાં મુખ્ય કારણ બોગસ ટ્રાન્ઝેક્શન છે. આ ઘટના 2018થી 2020ની વચ્ચે બની હતી. ફરિયાદીની કંપનીનું સારસ્વત બેંકની વિશ્રાંતવાડી શાખામાં ટર્મ લોન ખાતું હતું. સારસ્વત બેંકના અધિકારીઓ પર આરોપ છે કે તેમણે એક નકલી લોન ખાતું બનાવ્યું અને 13 ઓગસ્ટ, 2018ના રોજ કંપની પાસે 13 કરોડ રૂપિયાના વન ટાઈમ સેટલમેન્ટ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. બેંક પર આરોપ છે કે તેણે ટર્મ લોન એકાઉન્ટ માટે આપવામાં આવેલા ચેકનો ગેરઉપયોગ કર્યો હતો. તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે નકલી લોન એકાઉન્ટ માટે 2.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

બેંકે શું કહ્યું?

વર્ષ 1918માં શરૂ થયેલી સારસ્વત બેંક ભારતની સૌથી મોટી શહેરી સહકારી બેંક હોવાનો દાવો કરે છે અને તે દેશના છ રાજ્યોમાં કામ કરી રહી છે, જેમાં મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. બેંકની વેબસાઈટ અનુસાર તેનો કુલ બિઝનેસ 67,000 કરોડ રૂપિયાથી વધુ છે.

આ સાથે દેશભરમાં તેની 283 શાખાઓ અને 311થી વધુ ATM પણ ઉપલબ્ધ છે. સહકારી બેંકોએ છેતરપિંડી અને મોટા મિસ-ગવર્નન્સના કેસોનો સામનો કરવો પડ્યો છે. આરબીઆઈએ સપ્ટેમ્બર 2019માં મુંબઈ સ્થિત પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકને ભંગ કરી દીધી હતી. તે જ સમયે પીએમસી બેંકના રિઝોલ્યુશનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આગામી વર્ષમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર સુધી પહોંચવાનું અનુમાન, જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

g clip-path="url(#clip0_868_265)">