પેટ્રોલપંપના કર્મચારીના ખાતામાં અચાનક આવી ગયા 76.20 લાખ રૂપિયા, ખરીદી લીધી મોંઘી કાર અને બાઇક, પછી જોવા જેવી થઈ

પેટ્રોલપંપના કર્મચારીના ખાતામાં અચાનક આવી ગયા 76.20 લાખ રૂપિયા, ખરીદી લીધી મોંઘી કાર અને બાઇક, પછી જોવા જેવી થઈ
પ્રતિકાત્મક તસવીર

એક પેટ્રોલ પંપ પર કામ કરતા યુવકના ખાતામાં અચાનક 76.20 લાખ રૂપિયા આવી ગયા અને તેણે બેંકને માહિતી આપવાને બદલે પૈસા વાપરની નાખ્યા. યુવક અને તેની પત્નીએ મોંઘી કારથી લઈને ઘરેણાં સુધી બધું જ ખરીદ્યું.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Dec 26, 2021 | 2:02 PM

ઉત્તર પ્રદેશના બંથરા પોલીસ સ્ટેશનના ઉન્નાવ જિલ્લાના એક પેટ્રોલ પંપ પર કામ કરતા યુવકના ખાતામાં અચાનક 76.20 લાખ રૂપિયા આવી ગયા અને તેણે બેંકને માહિતી આપવાને બદલે પૈસા વાપરની નાખ્યા. યુવક અને તેની પત્નીએ મોંઘી કારથી લઈને ઘરેણાં સુધી બધું જ ખરીદ્યું. પરંતુ હવે બેંકની ફરિયાદ બાદ બંને જેલ પહોંચી ગયા છે. બીજી તરફ બેંકને આ અંગેની માહિતી મળતાં બ્રાન્ચ મેનેજરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને કોર્ટના આદેશ પર પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

મળતી માહિતી મુજબ, મૌડવા પોલીસ સ્ટેશન હેઠળના બહનવા ગામનો રહેવાસી કરણ શર્મા ઘણા વર્ષોથી અસોહા પોલીસ સ્ટેશન વિસ્તારના સેલવૈયામાં તેના પરિવાર સાથે રહેતો હતો અને તે બે વર્ષથી પેટ્રોલ પંપ પર કામ કરતો હતો. મળતી માહિતી મુજબ બેંકના સર્વરમાં ગરબડના કારણે છ દિવસ પહેલા તેના ખાતામાં 76 લાખ 20 હજાર આઠસો 40 રૂપિયા ભૂલથી જમા થઈ ગયા હતા. આ પછી યુવકે આ અંગે બેંકને જાણ કરી ન હતી અને તેણે ધીરે ધીરે ડેબિટ કાર્ડ વડે બેંકમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કર્યું હતું. સાથે જ તેણે 15.71 લાખ રૂપિયાની કાર, 18.50 લાખ રૂપિયાના દાગીના, 5 લાખ રૂપિયાની કિંમતનું બાઇક અને મોબાઇલ ફોન પણ ખરીદ્યો હતો. બાદમાં, જ્યારે બેંકને આ ગરબડની જાણ થઈ, ત્યારે બેંક મેનેજર નેહા ગુપ્તાએ કરણ અને તેની પત્ની આંચલ સિંહ વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી, જેમાં પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો.

41.21 લાખ થયા રિકવર

આ મામલામાં પોલીસનું કહેવું છે કે, આરોપીઓ પાસેથી ખરીદેલા વાહનો અને ઘરેણાં સહિત અત્યાર સુધીમાં 41.21 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. બંથરા એસઓ અજય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, આરોપીઓને શનિવારે બપોરે મોહન રોડ કટીબસિયા તિરાહેથી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો અને ત્યારબાદ તેઓને જેલમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: MBA Admissions 2022: તમે IITમાંથી પણ MBA કરી શકો છો, CAT પરીક્ષા દ્વારા જાન્યુઆરીથી મળશે પ્રવેશ

આ પણ વાંચો: Bank PO Salary: શું તમે પણ બેન્ક પીઓ બનવા માંગો છો, જાણો કેટલો મળશે પગાર અને અન્ય સુવિધાઓ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati