Ranjit Murder Case: ગુરમીત રામ રહીમની સજાનો ચુકાદો અનામત, 18 ઓક્ટોબરના રોજ સંભળાવાશે ચુકાદો

સીબીઆઈ કોર્ટે 8 ઓક્ટોબરે આ કેસમાં ડેરા ચીફ ગુરમીત સિંહ સહિત પાંચ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને ચુકાદો બે દિવસ માટે અનામત રાખી, 12 ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યો હતો.

Ranjit Murder Case: ગુરમીત રામ રહીમની સજાનો ચુકાદો અનામત, 18 ઓક્ટોબરના રોજ સંભળાવાશે ચુકાદો
gurmeet ram rahim
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 5:47 PM

ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યા અંગે સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા આજે પંચકુલામાં ચુકાદો સંભળાવવાનો હતો, પરંતુ તેને આજે સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આ માહિતી વકીલોએ મોડી સાંજે આપી હતી. આ કેસમાં ગુરમીત રામ રહીમને સજા હવે આગામી 18 ઓક્ટોબરે ફરી સુનાવણી થશે. સીબીઆઈ કોર્ટે 8 ઓક્ટોબરે આ કેસમાં ડેરા ચીફ ગુરમીત સિંહ સહિત પાંચ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને ચુકાદો બે દિવસ માટે અનામત રાખી, 12 ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યો હતો. સીબીઆઈ કોર્ટ દ્વારા ડેરા સચ્ચા સૌદાના વડાને આજે ત્રીજા કેસમાં સજા થવાની હતી પરંતુ આજે સજા સંભળાવી શકાઈ નથી.

અગાઉ, સાધ્વી જાતીય શોષણ કેસમાં સીબીઆઈ કોર્ટે 25 ઓગસ્ટ 2017 ના રોજ ડેરા વડાને આજીવન કેદની સજા ફટકારી હતી. તે પછી સિરસા નિવાસી પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં દોષિત ઠર્યા. આજે ફરી બધા રાહ જોઈ રહ્યા હતા કે સીબીઆઈ કોર્ટ દ્વારા રામ રહીમ ગુરમીત સિંહને, રણજીત હત્યા કેસમાં શું સજા આપવામાં આવે છે. આ ચુકાદાને લઈને પંચકુલામાં કલમ 144 લાગુ કરાઈ છે. કોઈ પણ કારણ વગર પાંચથી વધુ લોકો ક્યાંય પણ ઉભા રહી શકતા નથી.

2017 માં હિંસા ફાટી નીકળી હતી

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સાધ્વી જાતીય શોષણ કેસમાં ડેરા વડાને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ 25 ઓગસ્ટ, 2017 ના રોજ પંચકુલા અને સિરસામાં હિંસા ફાટી નીકળી હતી. સિરસામાં પોલીસ ફાયરિંગમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં આદિત્ય ઇન્સાન, ડો.નૈન, ડેરા ચીફની પુત્રી હનીપ્રીત અને ડેરા મેનેજમેન્ટ કમિટી સાથે સંકળાયેલા અન્ય લોકો સામે ષડયંત્ર અને રાજદ્રોહના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા.

પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર  ડેરા ચીફ સામે હત્યાનો ચુકાદો સંભળાવવા અંગે સિરસા પોલીસ હાઇ એલર્ટ પર રહી હતી. ડેરા તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા અને પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો હતો. આ સિવાય સિવિલ ડ્રેસ અને ઇન્ટેલિજન્સ પોલીસ પણ સક્રિય સ્થિતિમાં રહી. પોલીસ વહીવટીતંત્ર ડેરા ચીફ સાથે જોડાયેલી બાબતને લઈને સંપૂર્ણ તકેદારી લઈ રહ્યું છે. બીજી બાજુ, ડેરા મેનેજમેન્ટ કમિટીએ બે દિવસ પહેલા એક અખબારી યાદી જાહેર કરી હતી કે તેઓ સીબીઆઈ કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટનું શરણ લેશે. પરંતુ સીબીઆઈ કોર્ટે આજે ચુકાદો આપ્યો નથી. આ ચુકાદો આગામી 18મી ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યો છે.

આ પણ વાંચોઃ  IPL 2021: દિલ્હી સામેની ક્વોલિફાયર મેચ પહેલા KKR મુશ્કેલીમાં, 14 સિક્સ ફટકારનાર આ ધુરંધર ખેલાડી ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">