Rajkot : ઘરકંકાસમાં પરિણીતાનું બે માસૂમો સાથે અગ્નિસ્નાન, ત્રણેયના મોત

|

Oct 09, 2021 | 1:32 PM

રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસેના નાકરાવાડી વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. આ આપઘાત કેસમાં મૃતક મહિલાની ઓળખ દયાબેન વિજયભાઇ ડેડાણિયા તરીકે કરવામાં આવી છે.

Rajkot : ઘરકંકાસમાં પરિણીતાનું બે માસૂમો સાથે અગ્નિસ્નાન, ત્રણેયના મોત
Rajkot: Marriage of wife with two innocents in domestic riots, all three killed

Follow us on

રાજકોટના નાકરાવાડીમાં એક માતાએ તેના બે પુત્રો સાથે અગ્નિસ્નાન કરી લેતા ચકચાર મચી છે.આજે વહેલી સવારે દયાબેન ડેડાણીયા નામના ૨૮ વર્ષીય મહિલાએ તેના બે પુત્રો ધવલ અને મોહિતને સાથે રાખીને કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતુ અને ત્રણેયના મોત નીપજ્યા હતા.મૃતક દયાબેનના પતિના કહેવા પ્રમાણે આજે સવારે તે પોતાના ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં પાછળથી દયાબેને અગ્નિસ્નાન કરી લીધું હતુ. તેમની પત્નિને તેના સાસુ સાથે કોઇ અણબનાવ બન્યો હોવાનું કહ્યું હતુ.સમગ્ર બનાવની જાણ થતા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ ઘરકંકાસને કારણે આત્મહત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.હાલમાં પોલીસે ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી હતી.

ઘટનાસ્થળે તપાસ કરતા કેરોસીનનું ડબલું મળી આવ્યું : ACP
મૃતકના પતિ વિજયભાઈએ જણાવ્યું હતું કે, તેમને તેમના મધર અને તેમના વાઈફ વચ્ચે થોડા સમય પહેલાં બોલાચાલી થઈ હતી.આજુબાજુના લોકોને પૂછપરછ અને મૃતકના પરિવારજનોની પૂછપરછ પરથી એવું જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. પણ સાસુ સાથે ઝઘડો થયો હોવાના કારણે કદાચ આ ઘટના બની હશે .હાલ  લાશને પીએમ અર્થે મોકલવામાં આવી છે. ઘટનાસ્થળે તપાસ કરતા કેરોસીનનો ડબલુ પણ જોવામાં આવ્યું છે.આ બાબતે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે. તેની પણ તપાસ કરવામાં આવશે તેનાથી પણ આગ લાગી હોવાની સંભાવના છે. હાલ તો એક નજીવા ઘરકંકાસમાં એક પરિવાર વેરવિખેર થઇ ગયો છે.

7 અને 4 વર્ષના પુત્ર સાથે માતાના અગ્નિસ્નાનથી અરેરાટી
રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસેના નાકરાવાડી વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. આ આપઘાત કેસમાં મૃતક મહિલાની ઓળખ દયાબેન વિજયભાઇ ડેડાણિયા (28) તરીકે કરાઈ છે. જ્યારે મહિલાએ જે બે પુત્રની સાથે અગ્નિસ્નાન કર્યું છે. તેમની ઓળખ મોહિત (7) અને ધવલ (4) તરીકે કરાઈ છે. સવારના પહોરમાં મહિલા અને તેનાં બે બાળકની ચીસોથી આસપાસના વિસ્તારોમાં પણ ભયાવહતા વ્યાપી ગઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો : Gandhinagar : 11 માસનું તરછોડાયેલું બાળક મળ્યું, નિર્દયી માતાપિતાની માહિતી મળે તો ગાંધીનગર પોલીસનો કરો સંપર્ક

આ પણ વાંચો : Lakhimpur Kheri Violence: પોલીસ આ 4 મુદ્દાઓ પર આશિષ મિશ્રાની પૂછપરછ કરશે, જાણો 315 બોરની બંદૂકનો મામલો શું છે

Published On - 1:32 pm, Sat, 9 October 21

Next Article