Rajkot: ફાયરિંગના 14 દિવસ બાદ કોંગ્રેસ અગ્રણી અભિષેક તાળા અને તેનો ભાઈ ભાગેડુ જાહેર, જાણો વિગત
Rajkot: કોંગ્રેસના કાર્યકર પર ફાયરિંગ મામલે કોંગ્રેસના નેતા અભિષેક તાલા અને તેના ભાઈને ભાગેડુ જાહેર કર્યા છે. 14 દિવસ પહેલા કોંગ્રેસના જ કાર્યકર પર ફાયરિંગ કરાયું હતું.
રાજકોટ : થોડાક દિવસ પૂર્વે કોંગ્રેસ કાર્યકર (Firing on congress Worker) પર કોગ્રેસના જ અગ્રણીએ ફાયરિંગ કર્યાની ઘટના બની હતી. ઘટનાના લગભગ 14 દિવસ બાદ ફાયરિંગના કેસમાં આગળ કામગીરી હાથ ધરાઈ હોય એવું લાગી રહ્યું છે. બનાવના 14 દિવસ બાદ કાર્યવાહી થઇ છે. તો કોંગ્રેસના અગ્રણી અભિષેક તાળા (Abhishek Tala) અને તેનો ભાઈ રાજદીપ તાળાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટની સીઆરપીસી એક્ટ કલમ 70 મુજબ વોરન્ટ ઇસ્યુ કર્યો છે. તો હવે આ કેસમાં આરોપી પકડાય નહીં તો મિલ્કત ટાંચમાં લેવાશે. કોંગ્રેસ કાર્યકર હર્ષિત જાની પર અભિષેક તાળા અને તેના ભાઈ રાજદીપ તાળાએ ફાયરિંગ કર્યુ હતુ. રકમની લેતીદેતી મામલે આ બબાલ થઇ હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 18 નવેમ્બર મોદી રાત્રે આ ઘટના ઘટી હતી. રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં ફાયરિંગ થયું હતુ. જેમાં કોંગ્રેસના આગેવાન અને તેના ભાઈએ પૈસાની લેતી દેતી મામલે પૂર્વ કોંગી કાર્યકર પર ફાયરિંગ કર્યું હતું. આ કોગ્રેસ અગ્રણીનું નામ અભિષેક તાળા છે. અને તેનો ભાઈ રાજદીપ તાળા હવે પોલીસ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.
ફાયરીંગની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. માહિતી પ્રમાણે 50 લાખની લેતી દેતીના મામલામાં આ ઘટના ઘટી હતી. તો ફાયરિંગ બાદ રાજકારણ પણ ગરમાયું હતું. હર્ષિત જાની પર ફાયરિંગ થતા સાંસદ રામ મોકરિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હોવાની માહિતી આવી હતી. તો અહેવાલ પ્રમાણે હર્ષિત જાનીએ બ્રહ્મ સમાજ-પૂર્વ MLA ઇન્દ્રનીલ સાથે જોડાયેલો હોવાની માહિતી બહાર આવી હતી. ત્યારે હર્ષિત જાનીએ કોઈ વ્યવહારમાં 50 લાખની જામીન લીધી હોવાનું માનવામાં આવવાનો ઉલ્લેખ પણ એક સમાચાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Video: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આહલાદક દ્રશ્યો સર્જાયા, જુઓ વાદળછાયા માહોલ વચ્ચે ઉંચી પ્રતિમાનો નજારો
આ પણ વાંચો: Surat : કોર્પોરેશન દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે