Surat : કોર્પોરેશન દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે
સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન હાઈસ્કૂલ, અંગ્રેજી માધ્યમની પ્રથમ શાળા બની રહેશે. આગામી સત્રથી ત્રણેય નવી શાળાઓ શરૂ થઇ શકે તે માટે શિક્ષણ બોર્ડ સાથે જરૂરી મંજૂરી માટે પત્ર વ્યવહાર અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
વરાછા એ ઝોનમાં આવેલી પુણા નારાયણનગરમાં આવેલ શાળાના મકાનમાં અંગ્રેજી માધ્યમની (English Medium ) સુમન હાઈસ્કૂલ શરૂ કરવા માટે સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ કોર્પોરેશન દ્વારા 18 સુમન હાઈસ્કૂલ વિવિધ માધ્યમમાં ચલાવવામાં આવે છે. એક સુમન હાઈસ્કૂલ માટે સરકારની મંજૂરી મળી ગઈ છે. જયારે સ્થાયી સમિતિએ પુણા ખાતે અંગ્રેજી માધ્યમની એક અને ગુજરાતી માધ્યમની અન્ય બે નવી સુમન હાઈસ્કૂલ આગામી શૈક્ષણિક સત્રથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આમ, આગામી શૈક્ષણિક સ્તરથી શહેરમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત કુલ 23 જેટલી સુમન શાળાઓ કાર્યરત થઇ જશે. સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું છે કે કોસાડ વિસ્તારમાં ગુજરાતી માધ્યમની 11 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જેમાં ધોરણ 8માં 770 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ અમરોલી, છાપરાભાઠા, કોસાડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ-ગણેશપુરા ખાતે આવેલ પ્રાથમિક શાળા નંબર 312, 232ની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટ વાળી જગ્યામાં નવી સુમન હાઈસ્કૂલ (ગુજરાતી માધ્યમમાં ધોરણ 9 ના વર્ગો શરૂ કરવામાં આવશે.
તે જ રીતે લીંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નામનર 7 એફપી નંબર 122 માં ગુજરાતી માધ્યમની નવી સુમન હાઈસ્કૂલમાં ધોરણ 9ના વર્ગો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પુણા ખાતે સુમન હાઇસ્કૂલ માટેની રજૂઆતને ધ્યાનમાં રાખીને નારાયણ નગર પુણાગામ ખાતે શાળાના મકાનમાં બીજી પાળીમાં અંગ્રેજી માધ્યમની સુમન હાઈસ્કૂલ શરૂ કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં અંગ્રેજી માધ્યમની પ્રથમ શાળા બની રહેશે. આગામી સ્તરથી આ ત્રણેય નવી શાળાઓ શરૂ થઇ શકે તે માટે શિક્ષણ બોર્ડ સાથે જરૂરી મંજૂરી માટે પત્ર વ્યવહાર અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
નોંધનીય છે કે સુરત એ મીની ભારત કહેવાય છે, અહીં લગભગ દરેક રાજ્યના લોકો આવીને વસ્યા છે. તેવામાં તેમના બાળકોને તેમની માતૃભાષામાં અભ્યાસ મળી રહે તે માટે મનપા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અલગ અલગ સાત જેટલી ભાષાઓમાં અભ્યાસ કરાવવામાં આવે છે. અને હવે અંગ્રેજી માધ્યમનો ક્રેઝ જોતા સુમન શાળાઓમાં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Surat : કોરોનાની સારવાર કરાવનારાઓને મેયર ફંડમાંથી રૂપિયા 1.83 કરોડની આર્થિક સહાય
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાત: કમોસમી વરસાદનું પાણી ખેતરમાં ભરાતા શેરડીની કાપણી અટકી પડી, ખેડૂતોને નુકસાન