AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj kundra Arrest case : રાજ કુંદ્રાનો ફોન કબજે, કોર્ટે આ તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ બાદ કોર્ટે રાજ કુંદ્રા અને તેના સાથે રાયનને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. સોમવાર મોદી રાત્રે શિલ્પાના પતિ રાજની ધરપકડ કરવામાં આવી હતી.

Raj kundra Arrest case : રાજ કુંદ્રાનો ફોન કબજે, કોર્ટે આ તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
Raj Kundra's phone seized, court sent to police custody till July 23
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 2:51 PM
Share

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા અને તેના સાથી રાયનને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને અલગ અલગ એપ પર અપલોડ કરવાના કૌભાંડના આરોપમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ ક્રાઇમ બ્રાંચે સોમવારે મોડી રાત્રે ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી, જે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ છે. રાજ કુંદ્રાની રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં રાખવામાં આવ્યો હતો. રાજ કુંદ્રાને આજે એટલે કે મંગળવારે આ કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે રાજ કુંદ્રા અને તેના આઇટી હેડ રાયન થોર્પને 23 જુલાઇ સુધી કસ્ટડીમાં મોકલી દીધા છે.

પ્રોપર્ટી સેલે કોર્ટને જણાવ્યું હતું કે રાજ કુંદ્રા આખા ગોરખ ધંધામાંથી મોટી કમાણી કરતો હતો. રાજ કુંદ્રાનો ફોન પણ કબજે કરાયો છે. જેની તપાસ કરવામાં આવશે અને વધુ ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. પ્રોપર્ટી સેલે કોર્ટને જણાવ્યું છે કે રાજ કુંદ્રાને આમાંથી ઘણા પૈસા મળી રહ્યા હતા. રાજની કંપનીમાં વિદેશી ચલણ મળી આવ્યું છે. રાજની કસ્ટડી વિના વધુ તપાસ કરવી મુશ્કેલ છે. ગઈ કાલે રાત્રે રાજ કુંદ્રાના ઘરની તલાશી લેવામાં આવી હતી. તેઓ પર IPC 420 અને 67 એ સેક્શન લાગ્યા છે જે બિનજામીનપાત્ર છે.

રાજ કુંદ્રાની મોડી રાત્રે (સોમવારે) ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ પહેલા રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઇમ બ્રાંચ પોલીસે પૂછપરછ કરી હતી. જે બાદ લગભગ 4 વાગ્યે તેને મેડિકલ માટે મુંબઇની જેજે હોસ્પિટલમાં લઈ જવાયો. ત્યાંથી તેને મુંબઈ પોલીસ કમિશનરની કચેરી લાવવામાં આવ્યો હતો. અને આજે (મંગળવારે) થોડા સમય પહેલા રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.

આ પણ વાંચો: Raj Kundra Case: એક વ્હોટસ એપ ગ્રુપથી ચાલતું હતું આશ્લીલ ફિલ્મોનું કૌભાંડ, જાણો સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો: વિવાદો પર ‘રાજ’ કરતો કુંદ્રા: IPL સટ્ટાથી લઈને અશ્લીલ ફિલ્મો સુધી, રાજ કુંદ્રાના કાંડ જાણીને હેરાન રહી જશો

g clip-path="url(#clip0_868_265)">