વિવાદો પર ‘રાજ’ કરતો કુંદ્રા: IPL સટ્ટાથી લઈને અશ્લીલ ફિલ્મો સુધી, રાજ કુંદ્રાના કાંડ જાણીને હેરાન રહી જશો

વિવાદો અને છેતરપીંડીના અહેવાલો સાથે રાજ કુંદ્રાનું નામ ઘણીવાર જોડાયું છે. અશ્લીલ ફિલ્મોના મામલે ધરપકડ બાદ ચાલો તમને જણાવીએ રાજ કુંદ્રાના જુના વિવાદો વિશે.

વિવાદો પર 'રાજ' કરતો કુંદ્રા: IPL સટ્ટાથી લઈને અશ્લીલ ફિલ્મો સુધી, રાજ કુંદ્રાના કાંડ જાણીને હેરાન રહી જશો
IPL betting to 24 lakh fraud, Raj Kundra's life has been full of controversies

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનો (Raj Kundra) વિવાદો સાથે જૂનો સંબંધ છે. હવે સોમવાર, જુલાઈ 19 ના રોજ ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની ધરપકડ અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ પર બતાવવાના આરોપમાં કરી છે. ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાની કેટલાક કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી. આપને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021 માં રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. રાજનો હોમ શોપિંગ ચેનલ વિવાદ હોય કે તેની રંગીન જીવનશૈલીની વાત હોય, છેતરપિંડીના કેસ હોય કે આઇપિએલ વિવાદ હોય રાજનું નામ મોખરે રહ્યું છે. ચાલો જાણીએ આ વિશે.

પૂનમ પાંડેએ છેતરપિંડીનો કેસ

અગાઉ મોડેલ પૂનમ પાંડેએ (Poonam Pandey) રાજ કુંદ્રા અને તેના સાથી વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. પૂનમે આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રાની કંપનીએ તેના ફોટોગ્રાફ્સનો દુરૂપયોગ કર્યો છે. પૂનમે જણાવ્યું હતું કે તેણે રાજ અને સૌરભની કંપની આર્મ્સપ્રાઇમ મીડિયા સાથે ડીલ કરી હતી. જે ખૂબ ટૂંકા સમય માટે હતી. રાજની કંપની પૂનમની એપનું ધ્યાન રાખતી હતી. જ્યારે પૂનમને આ કરારમાં કેટલીક છેતરપિંડીની શંકા ગઈ ત્યારે તેણે રાજ સાથે ડીલ તોડી દીધી. રાજ કુંદ્રાએ આ મામલે તેની સામેના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

IPL વિવાદ

રાજ કુંદ્રાના સૌથી વધુ ચર્ચાસ્પદ વિવાદોમાંનો એક આઈપીએલ (IPL) વિવાદ છે. શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા રાજસ્થાન રોયલ્સ ટીમનો સહ-માલિક હતો. આઈપીએલમાં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીને તે લાંબા સમયથી શંકાના દાયરામાં છે. લોઢા સમિતિ દ્વારા તેને સટ્ટાબાજીનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આટલું જ નહીં તેને ક્રિકેટ સંબંધિત પ્રવૃત્તિઓમાં ક્યારેય ભાગ ન લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સને પણ 2 વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

બિટકોઇન કૌભાંડ

રાજ કુંદ્રાનું નામ બિટકોઇન સાથે પણ સંકળાયેલું છે. ક્રાઈમ સેલ અને પૂના પોલીસના ઇડીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે રાજ કુંદ્રા સહિત ઘણા અન્ય બોલિવૂડ સ્ટાર્સ આવી યોજનાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. અમિત ભારદ્વાજે ગેટબીટકોઈન ડોટ કોમની વેબસાઇટ બનાવીને ઘણા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી. આ કૌભાંડની રકમ 2000 કરોડ રૂપિયા સુધી હોવાનો અંદાજ હતો.

ભૂતપૂર્વ પત્નીના ચરિત્ર પર સવાલ

રાજે તેના પહેલા લગ્ન અંગે ઘણાં ઘટસ્ફોટ કર્યા અને ખુલ્લેઆમ તેના લગ્ન તૂટવાનું કારણ પણ જણાવ્યું હતું. રાજે કહ્યું કે તેની પહેલી વાઈફ કવિતાનું કોઈ બીજા સાથે અફેર હતું, તેથી તેમના સંબંધ બગડ્યા. આ પાછળ શિલ્પા જવાબદાર નહોતી. આટલું જ નહીં રાજે જણાવ્યું હતું કે કવિતાનું તેની બહેનના પતિ વંશ સાથે અફેર હતું અને રાજની માતાએ તેને ઘણી વખત રંગે હાથ હાથ પકડી હતી.

24 લાખની છેતરપિંડીનો કેસ

2017 માં, મહારાષ્ટ્ર પોલીસે બોલીવુડ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ કાપડ કંપની સાથે કથિત 24 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે એફઆઈઆર નોંધી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે શિલ્પા અને કુંદ્રા બિગ ડીલ્સ નામની કંપનીમાં ડિરેક્ટર છે. આ કંપનીએ ટીવી કમર્શિયલ દ્વારા માલોટિયા ટેક્સટાઇલ્સ વતી ચાદરના વેચાણ માટે ગ્રાહકો પાસેથી નાણાં એકઠા કર્યા હતા, પરંતુ આ પૈસા માલોટિયા ટેક્સટાઇલ્સને આપ્યા નહોતા.

 

આ પણ વાંચો: Sagarika Shona નો ગંભીર આરોપ: રાજ કુંદ્રાએ વેબ સિરીઝમાં કામ આપવાનું કહીને કરી હતી આવી માંગણી

આ પણ વાંચો: Raj Kundra ને કપિલે પૂછ્યું હતું ‘કંઈ કર્યા વગર પૈસા ક્યાંથી કમાઓ છો?’, ધરપકડ બાદ વાયરલ થયો વિડીયો

Click on your DTH Provider to Add TV9 Gujarati