Raj Kundra Case: એક વ્હોટસ એપ ગ્રુપથી ચાલતું હતું આશ્લીલ ફિલ્મોનું કૌભાંડ, જાણો સંપૂર્ણ માહિતી

રાજ કુંદ્રાનાં પાર્ટનર પ્રદીપ બક્ષી સાથેની રાજ કુંદ્રાની વ્હોટસએપ ચેટ સામે આવી તે ચોનાવાનારી છે. આ વોટ્સએપ ચેટથી બધું સંચાલન થતું હતું. ચાલો જાણીએ શું છે ચેટમાં.

Raj Kundra Case: એક વ્હોટસ એપ ગ્રુપથી ચાલતું હતું આશ્લીલ ફિલ્મોનું કૌભાંડ, જાણો સંપૂર્ણ માહિતી
Pornography scam operated by Raj Kundra from WhatsApp group

અશ્લીલ વિડીયો મામલે મુંબઈ પોલીસે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. મુંબઈની કિલા કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો છે. રાજ કુંદ્રાની મોડી રાત્રે (સોમવારે) ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ પહેલા રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઇમ બ્રાંચ પોલીસે પૂછપરછ કરી હતી. જે બાદ લગભગ 4 વાગ્યે તેને મેડિકલ માટે મુંબઇની જેજે હોસ્પિટલમાં લઈ જવાયો. ત્યાંથી તેને મુંબઈ પોલીસ કમિશનરની કચેરી લાવવામાં આવ્યો હતો. અને આજે (મંગળવારે) થોડા સમય પહેલા રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.

દરમિયાન રાજ કુંદ્રાના અન્ય સાથીની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તેનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ છે કે પ્રદીપ બક્ષી નામના પાર્ટનર સાથેની રાજ કુંદ્રાની વેબ ચેટ સામે આવી તે ચોનાવાનારી છે. આ વોટ્સએપ ચેટ પરથી બહાર આવ્યું છે કે રાજ કુંદ્રા જાતે અશ્લીલ ફિલ્મોના નિર્માણથી લઈને તેમના વિતરણ સુધીના તમામ વ્યવસાય પર નજર રાખતો હતો.

અશ્લીલ ફિલ્મોના શૂટિંગનું રેકેટ

રાજ કુંદ્રા અને તેના સાથે પ્રદીપ બક્ષી વચ્ચેની વોટ્સએપ ચેટમાં, રાજ કુંદ્રા દર અઠવાડિયે આવી મૂવી રિલીઝ કરવા અંગે પ્રદીપ બક્ષી સાથે વાત કરી રહ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં, વેબ સિરીઝ બનાવવાના નામે અશ્લીલ ફિલ્મોના શૂટિંગના રેકેટનો મુંબઈ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. તે સમયે 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે મુંબઈ ક્રાઈમ બ્રાંચે અશ્લીલતાના મામલામાં આ ચેટ રીટ્રીટ કરી હતી.

લંડનથી અપલોડ થતા હતા વિડીયો

આ વોટ્સએપ ચેટમાં કુંદ્રાની તે જ લંડન સ્થિત કંપની ચલાવતા પ્રદીપ બક્ષી સાથે વાતચીત હતી, જે વિવિધ એપ્સ પર અશ્લીલ વિડીયો અપલોડ કરતો હતો. ચેટમાં અશ્લીલતાને ફિલ્મ કહીને વાત થતી હતી. દૈનિક આવક અને વધતા ગ્રાહકોનો પણ ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો હતો. રાજ કુંદ્રા રોજ બધી વિગતો લેતો હતો. હતા જેમ કે કેટલો નફો થયો, કેટલું નુકસાન થઈ રહ્યું છે અને વ્યવસાય કેવી રીતે વધારી શકાય છે. દરરોજની કમાણીનો હિસાબ પણ રાખવામાં આવતો હતો.

શું હતું ગ્રુપ ચેટમાં?

રાજ કુન્દ્રા સાથે સંકળાયેલા આ વોટ્સએપ ગ્રુપમાં 5 સભ્યો હતા. આમાં તે બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કઇ હિરોઈનને બોલાવવી, શું કરવું. તેમની સાથે લેવડદેવડ કેવી રીતે કરવી. તેમને શું કહીને શૂટ માટે બોલાવવી. આ વોટ્સએપ ચેટમાં પોર્નોગ્રાફીમાં કામ કરતી અભિનેત્રીના પૈસાની લેવડદેવડનો પૂરા ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. રાજકુંદ્રા આ ચેટમાં માર્કેટિંગ વ્યૂહરચના, વેચાણમાં વધારો, મોડેલોની ચુકવણી અને અન્ય સોદા વિશે વાત જોવા મળી છે.

આ વોટ્સએપ ગ્રુપનું નામ “એચ” એકાઉન્ટ્સ (H accounts) હતું. આ વોટ્સએપ ચેટ રાજ કુન્દ્રાની ધરપકડનું મુખ્ય કારણ બની હતી. ચેટ પરથી સાબિત થયું છે કે રાજ કુંદ્રાનો અસલી સાથી પ્રદીપ બક્ષી છે જે લંડનમાં રહે છે.

રાજ કુંદ્રાની ડર્ટી પિક્ચર બનાવનારી કંપની આ રીતે કામ કરતી હતી

રાજ કુંદ્રા અને પ્રદીપ બક્ષી ઉપરાંત, ગ્રુપમાં રહેલા 5 લોકોમાં મેઘા નામની પણ એક સદસ્ય છે. પ્રદીપ બક્ષી કુંદ્રાનો સંબંધી છે જે યુકેમાં રહે છે અને તે હોટશોટ નામના ઓટીટી પ્લેટફોર્મમાં કુંદ્રાનો ભાગીદાર પણ છે. આ લોકો કેનરીન કંપની દ્વારા સાથે કામ કરતા હતા. આ કંપનીનો માલિક અને રોકાણકાર પણ રાજ કુંદ્રા છે. રાજ કુંદ્રા આ ફિલ્મો ભારતમાં બનાવતો હતો અને વી ટ્રાન્સફર દ્વારા યુકે તેના સંબંધીને મોકલતો હતો. જેને તે ઓટીટી પ્લેટફોર્મ પર અપલોડ કરી દેતો હતો. ઉમેશ કામતની પૂછપરછમાં રાજ કુંદ્રાનું નામ સામે આવ્યું છે. ઉમેશ કામત ભારતમાં આ કેનરીન પ્રોડક્શન હાઉસનો પ્રતિનિધિ હતો. તેમજ આ કંપની પોર્ન ફિલ્મો માટે ઘણા એજન્ટોને કોન્ટ્રાક્ટ અને ફંડ આપતી હતી.

રાજ કુંદ્રાના અન્ય સાથીની ધરપકડ

રાજ કુંદ્રાની ધરપકડ બાદ મુંબઇ પોલીસે અશ્લીલતાના કેસમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિનું નામ રાયન જોન થોપ છે. તેની ધરપકડ નવી મુંબઈના નેરુલથી થઈ છે. રાયનને ખબર હતી કે આ અશ્લીલ ફિલ્મનું કૌભાંડ મુંબઇથી લંડન સુધી કેવી રીતે ચાલી રહ્યું હતું. રાયને રાજ અને શિલ્પા શેટ્ટીની કંપની વિઆન ગેમિંગ પ્રા.લિ. અને વિઆન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ઘણા વર્ષોથી હેડ તરીકે કામ કરતો હતો. રાજ કુંદ્રાએ અશ્લીલ વિડીયો લિંક્સની તકનીકી બાબતની જવાબદારી રાયનને આપી હત. આ કેસમાં રાજ કુંદ્રા સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: વિવાદો પર ‘રાજ’ કરતો કુંદ્રા: IPL સટ્ટાથી લઈને અશ્લીલ ફિલ્મો સુધી, રાજ કુંદ્રાના કાંડ જાણીને હેરાન રહી જશો

આ પણ વાંચો: Sagarika Shona નો ગંભીર આરોપ: રાજ કુંદ્રાએ વેબ સિરીઝમાં કામ આપવાનું કહીને કરી હતી આવી માંગણી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati