અમદાવાદ : દુકાનમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, SOGએ એકની કરી ધરપકડ

|

Mar 27, 2024 | 10:13 PM

અમદાવાદ શહેર SOGએ ફરી એક વાર ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવતા સુમેલ-8 કોમ્પલેક્ષની એક દુકાનમાં દરોડા પાડીને SOGએ MD ડ્રગ્સ સાથે દુકાનદારની ધરપકડ કરી છે. પોલીસને દુકાનમાંથી 8 લાખથી વધુની કિંમતનું 82.250 મિલિગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

અમદાવાદ : દુકાનમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, SOGએ એકની કરી ધરપકડ
Ahmedabad

Follow us on

સામાન્ય રીતે MD ડ્રગ્સ કોઈ જાહેર જગ્યા પર કે પછી સરળતાથી મળી શકતું નથી, પરંતુ તમે સાંભળીને ચોકી જશો કે એક દુકાનમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે પોલીસે માહિતીના આધારે દુકાનમાં ડ્રગ્સ વેચનાર દુકાનદારની ધરપકડ કરી લાખો રૂપિયાનો ડ્રગ્સ કબ્જે કર્યું છે.

અમદાવાદ શહેર SOGએ ફરી એક વાર ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવતા સુમેલ-8 કોમ્પલેક્ષની એક દુકાનમાં દરોડા પાડીને SOGએ MD ડ્રગ્સ સાથે દુકાનદારની ધરપકડ કરી છે. પોલીસને દુકાનમાંથી 8 લાખથી વધુની કિંમતનું 82.250 મિલિગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે ડ્રગ્સનો ધંધો કરતા મોહમ્મદ સલીમ મોહંમદ હનીફ શેખ નામના ઈસમની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અગાઉ પણ ડ્રગ્સના કેસમાં બાપુનગરમાં ઝડપાઈ ચૂક્યો છે. પકડાયેલો આરોપીએ રાજસ્થાનના ભરત નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવી છેલ્લા 6 મહિનાથી પોતાની દુકાનમાં ડ્રગ્સ રાખી ગ્રાહકોને વેચતો હતો. જો કે, દુકાનની આસપાસમાં રહેતા અમુક લોકો કાયમ માટે તે દુકાનમાંથી જ ડ્રગ્સ ખરીદતા હતા. દુકાનદાર પણ પોતાના બંધાયેલા ગ્રાહકો સિવાય અન્ય કોઈ અજાણી વ્યક્તિને ડ્રગ્સ વેચતો નહીં.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દુકાનદાર છૂટક વસ્તુઓ વેચતો હતો, પરંતુ તેમાં જરૂર મુજબ પૈસા નહીં મળતા તેણે ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું. જો કે, હવે પોલીસ ડ્રગ્સ સપ્લાયર રાજસ્થાનના વ્યક્તિની શોધ ખોળ હાથ ધરી રહી છે અને અન્ય કોઈ જગ્યા પર દુકાનદાર ડ્રગ્સ સપ્લાય કરતો કે કેમ તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Article