પાટણ ક્રાઇમ બ્રાન્ચે રીક્ષામાં લૂંટ મચાવતી ત્રિપુટીને ઝડપી પાડી – જુઓ Video

પાટણ ક્રાઇમ બ્રાન્ચે રીક્ષામાં લૂંટ મચાવતી ત્રિપુટીને ઝડપી પાડી – જુઓ Video

| Edited By: | Updated on: May 24, 2025 | 5:43 PM

પાટણ ક્રાઇમ બ્રાન્ચે એક લૂંટ ચલાવતી ત્રિપુટીને ઝડપી પાડી છે. આ ત્રિપુટીમાં એક મહિલાનો પણ સમાવેશ છે. આ ગેંગ વૃદ્ધ અથવા અસહાય વ્યક્તિઓને ટાર્ગેટ કરીને તેમને લૂંટી કાઢતા હતા.

પાટણ ક્રાઇમ બ્રાન્ચે એક લૂંટ ચલાવતી ત્રિપુટીને ઝડપી પાડી છે. આ ત્રિપુટીમાં એક મહિલાનો પણ સમાવેશ છે. આ ગેંગ વૃદ્ધ અથવા અસહાય વ્યક્તિઓને ટાર્ગેટ કરીને તેમને લૂંટી કાઢતા હતા.

જ્યારે કોઈ વૃદ્ધ અથવા અસહાય વ્યક્તિ રીક્ષામાં બેસતો, ત્યારે પાછળ બેઠેલી ગેંગની મહિલા અને અન્ય એક શખ્સ મળીને તે વ્યક્તિના બેગ અથવા શરીર પર પહેરેલા દાગીનાં ચોરી કરી લેતા હતા. ચોરી કર્યા બાદ આ ત્રિપુટી ફરાર થઇ જતી હતી.

હાલમાં આવી જ એક ઘટના ફરીથી બની હતી, જેમાં મોટા નાયતા ગામની એક મહિલા પાટણ જવા નીકળી હતી અને આ ગેંગ રીક્ષા લઇને હાઇવે પર કોઇ આવી જ વ્યકિતની તલાશમાં હતી.  આ ત્રિપુટીએ મહિલાના થેલામાંથી સોનાની ચેઇન કાઢી લીધી હતી અને રોકડ રકમ પડાવી લીધી હતી.

ઘટનાની જાણ થતાં પાટણ ક્રાઇમ બ્રાન્ચે તરત કાર્યવાહી શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ આ ત્રિપુટી ગેંગની ધરપકડ કરી. આ લૂંટારાઓ અમરેલી જીલ્લાના રાજુલા નિવાસી હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ચોરી થયેલી સોનાની ચેઇન પણ કબ્જે કરી લીધી છે.

પોલીસે આરોપીઓને ઝડપી રીમાન્ડમાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજીબાજુ, ભોગ બનનાર મહિલાને ₹1.70 લાખની કિંમતની સોનાની ચેઇન પરત કરવાની પણ પ્રક્રિયા ચાલુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો