PORBANDAR : ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSના પોરબંદરમાં ધામા, એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો

PORBANDAR : ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSના પોરબંદરમાં ધામા, એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 8:08 AM

Gujarat ATS : મોરબી ડ્રગ્સ કેસમાં અગાઉ ગુજરાત ATSએ બે ઉપરાંત વધુ ત્રણ એમ કુલ 5 લોકોની ધરપકડ કરી છે. મોરબી-દ્વારકા ડ્રગ્સ કેસના તાર પોરબંદર સુધી લંબાવાય તેવી શક્યતા છે.

PORBANDAR : ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ પોરબંદરમાં ધામા નાખ્યા છે. ગુજરાત ATSએ કાર્યવાહી કરી એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો છે. મોરબી-દ્વારકા ડ્રગ્સ કેસના તાર પોરબંદર સુધી લંબાવાય તેવી શક્યતા છે. શંકાસ્પદ શખ્સની પૂછપરછ બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. મોરબી ડ્રગ્સ કેસમાં અગાઉ ગુજરાત ATSએ બે ઉપરાંત વધુ ત્રણ એમ કુલ 5 લોકોની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડનું ડ્રગ્સ મળી આવવાના કેસમાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે.પોલીસે આ ડ્રગ્સ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીને ઝડપ્યા છે. પોલીસે પંજાબના આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદર પર 120 કિલો હેરોઇન મગાવાયું હતું, જે મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીનના મકાનમાં છૂપાવ્યું હતું.

હેરોઈનના આ જથ્થા સાથે ગુજરાત ATSએ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે આ હેરોઈન પંજાબ મોકલવાનું હતું.જેથી પોલીસે પંજાબના પાંચ આરોપીઓને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેટલો ઉપયોગ ગુજરાતમાં થતો નથી. પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં કરોડોના હેરોઇન કેસમાં નજીકના દિવસોમાં મોટા ખુલાસા કરવામાં આવશે.

આ પણ વાંચો : LPG ભરેલું મોટું ટેન્કર રોડ પર પલટી મારી જતા અફડાતફડી, 12 કલાક સુધી ટેન્કરમાંથી નીકળ્યો ગેસ

આ પણ વાંચો : Railway : ગુજરાત સહીત 3 રાજ્યમાં આ 10 ટ્રેન પાટા ઉપર નહિ દોડે, પ્રવાસનું પ્લાનિંગ કરતા પહેલા ચેક કરીલો લિસ્ટ

g clip-path="url(#clip0_868_265)">