Railway : ગુજરાત સહીત 3 રાજ્યમાં આ 10 ટ્રેન પાટા ઉપર નહિ દોડે, પ્રવાસનું પ્લાનિંગ કરતા પહેલા ચેક કરીલો લિસ્ટ
પશ્ચિમ રેલ્વે (WR)ના લેટેસ્ટઅપડેટ મુજબ આ વિશેષ ટ્રેનો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત વચ્ચે દોડતી હતી. આ ટ્રેનો આવતા મહિનામાં સસ્પેન્ડ કરવામાં આવશે.
જે સ્પેશિયલ ટ્રેનો તહેવારો દરમ્યાન દોડતી હતી હવે તેને બ્રેક સમય આવી ગયો છે. જો કે હાલ તમામ ટ્રેનો બંધ કરવામાં આવશે નહીં કારણ કે તહેવારોની સિઝન દરમિયાન કેટલીક સામાન્ય ટ્રેનો પણ આ શ્રેણીમાં ચલાવવામાં આવી હતી જેથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ આપી શકાય. ઘણી સ્પેશિયલ ટ્રેનો અટકાવશે નહીં પરંતુ 1લી ડિસેમ્બરથી કેટલીક સ્પેશિયલ ટ્રેનો બંધ કરવામાં આવી રહી છે.
રેલ્વે અનુસાર, આ ટ્રેનોનું સંચાલન ફેબ્રુઆરી સુધી બંધ રહેશે ત્યારબાદ તેમની સેવાઓ ફરી શરૂ કરી શકાશે. જે મુસાફરોએ ડિસેમ્બર અથવા તેના પછીની ટિકિટ લીધી છે તેઓએ તે ટ્રેનોની યાદીતપાસવી જોઈએ જે રદ થઈ રહી છે. આ પ્રવાસમાં ખલેલ પહોંચે નહીં.
રેલવેએ શું કહ્યું? આ અંગે વધુ વિગતો આપતાં પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે શિયાળાની મોસમને ધ્યાનમાં રાખીને 12 ટ્રેનો રદ કરવામાં આવશે. પશ્ચિમ રેલ્વેએ કહ્યું કે આ ટ્રેનો 1લી ડિસેમ્બરથી 28મી ફેબ્રુઆરી 2021 સુધી સસ્પેન્ડ રહેશે. આવી સ્થિતિમાં, જો રેલ્વે મુસાફરો આ સમય દરમિયાન ક્યાંક જવાનું વિચારી રહ્યા હોય, તો તેઓએ આ ફેરફાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જેમ તમે જાણો છો, ભારતીય રેલ્વેએ તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની ભીડને ટાળવા માટે લગભગ 668 વિશેષ ટ્રેનો દોડાવી હતી. ઘણી ટ્રેનો માત્ર દિવાળી અને છઠ પૂજા 2021 માટે ચલાવવામાં આવતી હતી. હવે જ્યારે પૂજા પૂરી થઈ ગઈ છે, ત્યારે આ ટ્રેનોનું સંચાલન બંધ કરવામાં આવશે અથવા તેને અન્ય શ્રેણીમાં ચલાવવામાં આવશે.
પશ્ચિમ રેલ્વે (WR)ના લેટેસ્ટઅપડેટ મુજબ આ વિશેષ ટ્રેનો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત વચ્ચે દોડતી હતી. આ ટ્રેનો આવતા મહિનામાં સસ્પેન્ડ કરવામાં આવશે. આ ટ્રેનોની યાદી નીચે મુજબ છે
- ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ – હરિદ્વાર સાપ્તાહિક વિશેષ દર બુધવારે ચાલે છે, 1લી ડિસેમ્બર, 2021 થી 23 ફેબ્રુઆરી, 2022 સુધી રદ રહેશે
- ટ્રેન નંબર 09018 હરિદ્વાર – બાંદ્રા ટર્મિનસ – દર ગુરુવારે ચાલતી સાપ્તાહિક વિશેષ ટ્રેન 2જી ડિસેમ્બર, 2021 થી 24મી ફેબ્રુઆરી, 2022 સુધી રદ રહેશે
- ટ્રેન નંબર 09403 અમદાવાદ – સુલતાનપુર દર મંગળવારે ચાલતીસાપ્તાહિક વિશેષ 7મી ડિસેમ્બર, 2021 થી 22મી ફેબ્રુઆરી, 2022 સુધી રદ રહેશે
- ટ્રેન નંબર 09404 સુલતાનપુર – અમદાવાદ દર બુધવારે ચાલતી સાપ્તાહિક વિશેષ 8મી ડિસેમ્બર, 2021 થી 23મી ફેબ્રુઆરી, 2022 સુધી રદ રહેશે
- ટ્રેન નંબર 09407 અમદાવાદ – વારાણસી દર ગુરુવારે ચાલતી સાપ્તાહિક વિશેષ 2જી ડિસેમ્બર, 2021 થી 24મી ફેબ્રુઆરી, 2022 સુધી રદ રહેશે
- ટ્રેન નંબર 09408 વારાણસી – અમદાવાદ દર શનિવારે ચાલતી સાપ્તાહિક વિશેષ 4 ડિસેમ્બર, 2021 થી 26 ફેબ્રુઆરી, 2022 સુધી રદ રહેશે
- ટ્રેન નંબર 09111 વલસાડ – હરિદ્વાર સાપ્તાહિક વિશેષ ટ્રેન 7 ડિસેમ્બર, 2021 થી ફેબ્રુઆરી, 23, 2022 સુધી રદ રહેશે
- ટ્રેન નંબર 09112 હરિદ્વાર-વલસાડ સાપ્તાહિક વિશેષ ટ્રેન જે દર બુધવારે દોડે છે તે 8મી ડિસેમ્બર 2021 થી 23 ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે
- ટ્રેન નંબર 04309 ઉજ્જૈન – દહેરાદૂન ટ્રેન જે દર બુધવાર અને ગુરુવારે દોડે છે તે 2જી ડિસેમ્બર 2021 થી 24 ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે
- ટ્રેન નંબર 04310 દહેરાદૂન – ઉજ્જૈન ટ્રેન જે દર મંગળવાર અને બુધવારે દોડે છે તે 1લી ડિસેમ્બર 2021 થી 23 ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે
આ પણ વાંચો : Tarsons IPO Allotment Status: આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? કેવું છે કંપનીનું GMP?