રક્ષાબંધનના દિવસે બહેનના શરીર પર ઈજાના નિશાન જોઈને ભાઈને આવ્યો ગુસ્સો, કુહાડી મારીને કરી નાખી બનેવીની હત્યા

રક્ષાબંધન પર બહેનની દુ:ખદાયક વાત સાંભળીને એક ભાઈએ પોતાના જ બનેવીની હત્યા કરી નાખી હતી.

રક્ષાબંધનના દિવસે બહેનના શરીર પર ઈજાના નિશાન જોઈને ભાઈને આવ્યો ગુસ્સો, કુહાડી મારીને કરી નાખી બનેવીની હત્યા
પ્રતિકાત્મક તસવીર

કાનપુરમાં રક્ષાબંધન પર બહેનની દુ:ખદાયક વાત સાંભળીને એક ભાઈએ પોતાના જ બનેવીની (Brother Killed Brother In Law) હત્યા કરી નાખી હતી. આ ઘટના બિધનુની ગંગપુર કોલોનીની છે. રક્ષાબંધનના દીવસે ઘરે પહોંચેલી મહિલાએ તેના ભાઈને કહ્યું હતું કે, તેનો પતિ તેને ઘણા વર્ષોથી પરેશાન કરતો (Harassed Wife) હતો.

ભાઈએ તેની બહેનના શરીર પર ઈજાના નિશાન જોતા જ તેનું લોહી ઉકળી ગયું હતું. બનેવી સાથે ઘણો ઝઘડો થયા બાદ સાળાએ તેને માથામાં ફટકા મારી હત્યા કરી નાખી હતી.

પીડિત છોકરીના પિતા રામબાબુ કહે છે કે, તેમની પુત્રીના લગ્ન અનુજ સાથે 2008માં થયા હતા. લગ્નના બે વર્ષ બાદ તેના સાસરિયાઓએ તેને દહેજ માટે પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. પરેશાન તેમની પુત્રી સંધ્યાએ પણ સાસરિયાઓ સામે FIR નોંધાવી હતી. તે સમયે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. રવિવારે રક્ષાબંધનના પ્રસંગે તેની પુત્રી તેના મામાના ઘરે પહોંચી કે તરત જ તેના ભાઈએ તેના શરીર પર ઈજાના નિશાન જોયા હતા.

રક્ષાબંધનના દિવસે ભાઈએ કરી બનેવીની હત્યા

મહિલાના ભાઈ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તે ખૂબ જ રડવા લાગી હતી. અને બાદમાં તેના ભાઈને કહ્યું કે, તે રોજના મારથી કંટાળી ગઈ હતી. ઈજાને કારણે તેનું આખું શરીર કાળું થઈ ગયું હતું. તેણે કહ્યું કે, તેનો પતિ દરરોજ દારૂ પીધા બાદ તેને માર મારતો હતો. હવે તે તેનાથી કંટાળી ગઈ છે. આ બધું સાંભળીને ભાઈને ગુસ્સો આવ્યો.

જ્યારે બનેવી તેની બહેનને લેવા માટે તેના ભાઈના ઘરે પહોંચ્યો કે, બીરુ તેની સાથે ઝગડો કરવાનું શરું કરી દીધું હતું. બીજી તરફ સાળાના ઘરમાં જીજાજી અનુજે હંગામો શરૂ કરી દીધો હતો. જ્યારે ઘણી સમજાવટ બાદ પણ તે સમજવા તૈયાર ન થયો ત્યારે ગુસ્સે ભરાયેલા બિરુએ તેના બનેવીના માથા પર કુહાડી વડે હુમલો કરી દીધો હતો. હંગામો સાંભળીને પરિવારના સભ્યો સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં અનુજનું મોત થઈ ચૂક્યું હતું.

સીઓ સદર પવન ગૌતમે જણાવ્યું કે, આરોપી બીરુને સ્થળ પરથી જ પકડી લેવામાં આવ્યો છે. તે જ સમયે, હત્યા માટે વપરાયેલી કુહાડી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. સાથે જ આરોપીનું કહેવું છે કે, તેણે જીજાજીની હત્યા માટે કોઈ પસ્તાવો નથી. તે તેની બહેનને ત્રાસ આપતો હતો. હવે તેની આ હરકતો સહન કરવા માટે સહનશક્તિ રહિ નહોતી. એટલા માટે તેણે તેની હત્યા કરી નાખી હતી. તેણે કહ્યું કે, મૃતકની ભૂલ હોવા છતા પણ તે તેનાથી વિપરીત તેની સાથે ઝઘડો કરતો હતો. તેથી જ તેણે મોતને ઘાટ ઉતારી દીધો હતો.

 

આ પણ વાંચો: Gold Hallmarking : જાણો સરકારના નવા નિયમથી કેમ નારાજ છે જવેલર્સ ? શું છે HUID જેને સ્વીકારવા સુવર્ણકાર તૈયાર નથી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati