કાકીએ ગીફ્ટ બોક્સમાં ડ્રગ્સ પેક કરી કપલને મોકલ્યું હતું હનીમૂન, 21 મહિના જેલમાં રહ્યા બાદ મળ્યો ન્યાય

ભારતના મુંબઈનું કપલ પોતાની કાકીની ચાલાકીનો ભોગ બની ગયું હતું. 2019માં કપલને કતાર એરપોર્ટ પર ડ્રગ્સ લઇ જવાની કેસમાં પકડવામાં આવ્યા હતા.

કાકીએ ગીફ્ટ બોક્સમાં ડ્રગ્સ પેક કરી કપલને મોકલ્યું હતું હનીમૂન, 21 મહિના જેલમાં રહ્યા બાદ મળ્યો ન્યાય
(File Image)

હવાઈ યાત્રા દરમિયાન નાની બેદરકારી કે કોઈના પર વિશ્વાસ કરવો કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે તેની ર્ક ઘટના સામે આવી છે. આ ઘટના મુંબઈના એક કપલ સાથે ઘટી હતી. કતાર ડ્રગ્સના આરોપમાં 2019માં બંનેને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હારી. આ બાદ તેમની જીંદગી જ જાણે પૂરી થઇ ગઈ. ઓનીબા અને શારિક કુરૈસીને છેવટે ઇન્સાફ મળ્યો. મુંબઈના આ કપલનેગુરુવારે પોતાના વતનમાં નાની દીકરી પાસે પાછા ફરવાનો ચાન્સ મળી ગયો.

નારકોટીકસ કંટ્રોલ બ્યોરો (NCB)ના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે દંપતી રાત્રે 2.30 વાગે એરપોર્ટ પહોંચ્યું હતું. હકીકતમાં 2019 માં, જ્યારે આ પતિ-પત્ની લગ્ન પછી તેમના હનીમૂન પર કતાર જઇ રહ્યા હતા, ત્યારે તેમના કેટલાક સંબંધીઓએ તેમને ગિફ્ટમાં પેક કરીને તેમને કહ્યા વિના ડ્રગ તેમની બેગમાં મૂકી દીધું હતું. જેના કારણે ઘાને સમસ્યાઓ ઉભી થઈ હતી. જોકે, આખરે ભારતીય અધિકારીઓની પેરવી કર્યા પછી તેને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જુલાઈ 2019 માં હમદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર કતારના અધિકારીઓ દ્વારા આ દંપતીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 4.1 કિલો હાશીશ જપ્ત કરવામાં આવ્યું હતું.

પરંતુ પાછળથી ખબર પડી કે શારીકની કાકી તબસ્સુમ કુરેશીએ ડ્રગની દાણચોરી માટે તેમનો ઉપયોગ કર્યો હતો. તબસ્સુમે જ તેમની યાત્રાની વ્યવસ્થા કરી હતી. આ ઘટના સમયે શારિક જાપાની કંપનીમાં નોકરી કરતો હતો અને ઓનીબાને ખબર પડી હતી કે તે ગર્ભવતી છે. ઓનિબાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જેલમાં પુત્રી આયતને જન્મ આપ્યો હતો. દંપતીના પરિવારે ભારત સરકારનો સંપર્ક કર્યો અને આ મામલે દખલ કરવાની કોશિશ કરી.

ત્યારબાદ, એનસીબીએ કતારમાં અધિકારીઓનો સંપર્ક કર્યો. તેમજ આ દંપતીએ નીચલી અદાલતના નિર્ણયને પડકાર્યો હતો. અંતે દંપતીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જાહેર છે કે હવાઈ મુશાફરીમાં કોઈના પર વિશ્વાસથી પણ મોટી મુસીબતમાં મુકાઈ જવાતું હોય છે. આ દરમિયાન આ કપલને મુક્તિ મળતા તેમની ખુશીનો પાર નથી રહ્યો.

આ પણ વાંચો: Petrol – Diesel Price : આજે કિંમતોમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેરના ભાવ

આ પણ વાંચો: BCCI: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના નવા કોન્ટ્રાક્ટની યાદી જાહેર, જાણો કોની પર કેટલા પૈસા વરસે છે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati