MP Kalicharan Maharaj Arrested: ખજુરાહોમાંથી કાલીચરણની ધરપકડ કરવામાં આવી હતી, ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર કરી હતી અભદ્ર ટિપ્પણી

ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર સંત કાલીચરણની ધરપકડ કરવામાં આવી છે. કાલીચરણ પર રાયપુરમાં યોજાયેલી ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે.

MP Kalicharan Maharaj Arrested: ખજુરાહોમાંથી કાલીચરણની ધરપકડ કરવામાં આવી હતી, ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર કરી હતી અભદ્ર ટિપ્પણી
Sant Kalicharan has been arrested from Khujraho in Madhya Pradesh.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 10:45 AM

MP Kalicharan Maharaj Arrested : ધર્મ સંસદ(Dharan Sansad)માં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર સંત કાલીચરણની ધરપકડ કરવામાં આવી છે. કાલીચરણ પર રાયપુરમાં યોજાયેલી ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. છત્તીસગઢની રાયપુર પોલીસે ‘ધર્મ સંસદ’માં મહાત્મા ગાંધી વિરુદ્ધ કથિત ભડકાઉ ભાષણ માટે મધ્યપ્રદેશના ખજુરાહોથી કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી. તેમની સામે રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ધર્મ સંસદ કાર્યક્રમના છેલ્લા દિવસે સંત કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, તેમણે દેશના ભાગલા માટે બાપુને જવાબદાર ગણાવ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે આપેલા આ વિવાદિત નિવેદનથી નારાજ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના નેતાઓએ આકરી ટીકા કરી હતી. મહાત્મા ગાંધી પર કરનારા કાલીચરણ મહારાજ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. કોંગ્રેસના નેતા અને રાયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ પ્રમોદ દુબેની ફરિયાદ પછી ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ધર્મસંસદમાં મહાત્મા ગાંધી પર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું રાયપુરના રાવણ ભાટા મેદાનમાં આયોજિત બે દિવસીય કાર્યક્રમના સમાપન દિવસે બોલતા કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, ઇસ્લામનું લક્ષ્ય રાજનીતિ દ્વારા રાષ્ટ્રને કબજે કરવાનું છે. અમારી નજર સમક્ષ તેઓએ 1947 માં કબજે કર્યું હતું. તેણે અગાઉ ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. રાજકારણ દ્વારા બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર પણ કબજો જમાવ્યો હતો. હું નાથુરામ ગોડસેને સલામ કરું છું કે તેણે મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ધર્મસંસદનું આયોજન નીલકંઠ સેવા સંસ્થાએ કર્યું છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ ધર્મસંસદનું આયોજન નીલકંઠ સેવા સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, ગૌ સેવા આયોગના અધ્યક્ષ મહંત રામસુંદર દાસ તેના આશ્રયદાતા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ CM ડો. રમણ સિંહ, કોર્પોરેશનના ચેરમેન પ્રમોદ દુબે, BJP નેતા સચ્ચિદાનંદ ઉપાસને સહિત ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓએ પણ ભાગ લીધો હતો. સંત કાલીચરણ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે મધ્યપ્રદેશના પ્રખ્યાત ભોજપુર શિવ મંદિરમાં શિવ તાંડવ સ્તોત્ર ગાતા તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">