AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Laundering Case: જેકલીન સાથે મિત્રતા કરવા સુકેશ ચંદ્રશેખરે અમિત શાહની ઓફિસના નંબર સ્પૂફ કર્યો, જાણો સમગ્ર મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 200 કરોડની ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. છે. જેમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનો પણ ઉલ્લેખ છે.

Money Laundering Case: જેકલીન સાથે મિત્રતા કરવા સુકેશ ચંદ્રશેખરે અમિત શાહની ઓફિસના નંબર સ્પૂફ કર્યો, જાણો સમગ્ર મામલો
Money Laundering Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 11:47 AM
Share

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 200 કરોડની ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનો (Jacqueline Fernandez ) પણ ઉલ્લેખ છે. જણાવવામાં આવ્યું છે કે, કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrashekhar) કેવી રીતે મિત્રતા માટે જેકલીનનો સંપર્ક કર્યો હતો.

પોતે જયલલિતાના પરિવારનો સભ્ય જણાવ્યો

EDની ચાર્જશીટ મુજબ, કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સાથે મિત્રતા કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઓફિસના નંબર પરથી સ્પૂફ કોલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે, તે તામિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જે જયલલિતા છે. (Jayalalitha) “રાજકીય પરિવાર” સાથે સંબંધ ધરાવે છે.

‘સ્પૂફ કોલ’ એટલે શું?

‘કૉલ સ્પૂફ’નો અર્થ એ છે કે જ્યારે ફોનની રિંગ વાગે છે, ત્યારે કૉલરનો અસલી નંબર નહીં, પરંતુ અન્ય કોઈનો નંબર દેખાય છે.

જેકલીનની બે વખત પૂછપરછ કરવામાં આવી છે

એજન્સીએ આ વર્ષે બે વાર 36 વર્ષીય જેકલીન ફર્નાન્ડીઝનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, ચંદ્રશેખરે પોતાનો પરિચય “શેખર રત્ન વેલા” તરીકે આપ્યો હતો. એજન્સીએ આ મહિનાની શરૂઆતમાં સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમાં ચંદ્રશેખર, તેની પત્ની લીના મારિયા પૉલ અને અન્ય છ લોકોનું નામ આપ્યું હતું. EDની ચાર્જશીટ મુજબ સુકેશ ચંદ્રશેખરે જેકલીનને કરોડો રૂપિયાની ભેટ આપી હતી.

આખા મામલામાં જેકલીનને કેમ ફસાઈ ?

ED અનુસાર, સુકેશે જેકલીન પર પાણીની જેમ પૈસા વાપર્યા હતા. તેમના પર લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચ્યા. સોના અને હીરાના આભૂષણો, આયાતી ક્રોકરી. 52 લાખની કિંમતનો ઘોડો આપ્યો. ચાર પર્શિયન બિલાડીઓ પણ ભેટમાં આપી. એક બિલાડીની કિંમત 9 લાખ રૂપિયા છે.

આટલું જ નહીં, સુકેશે જેકલીન માટે ચાર્ટર્ડ ફ્લાઈટ્સ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા. તેને ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈથી દિલ્હી બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ દિલ્હીથી ચેન્નાઈની ચાર્ટર્ડ ફ્લાઈટ પણ બુક કરી હતી. બંને ચેન્નાઈની અલગ-અલગ મોંઘી હોટલમાં રોકાયા હતા. બંને ત્રણથી ચાર વાર મળ્યા.

આ પણ વાંચો: SBI CBO Recruitment 2021: સરકારી બેંકમાં 1226 જગ્યાઓ માટે કરાશે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: UPSC DCIO Result 2021: ડેપ્યુટી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, સીધા લિંક પરથી તપાસી શકો

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">