ગજબનો કીમિયો: ઓનલાઇન ગેમ્બલિંગમાં ગઠિયો કરોડોનો સટ્ટો રમી ગયો, બાદમાં એવી ફરિયાદ કરી કે પોલીસ પણ ગોથે ચડી

ફરીયાદમાં જણાવેલ રકમ તેને ઓનલાઇન નોન-સ્કીલ ગેમીંગ રમાડતી INDIA24BET.COM વેબસાઇટ ઉપર હારી ગયો હોવાની હકીકત સામે આવતા પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ગજબનો કીમિયો: ઓનલાઇન ગેમ્બલિંગમાં ગઠિયો કરોડોનો સટ્ટો રમી ગયો, બાદમાં એવી ફરિયાદ કરી કે પોલીસ પણ ગોથે ચડી
Ahmedabad police arrested the accused
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 29, 2022 | 9:44 AM

Ahmedabad : અમદાવાદના સાઇબર ક્રાઇમ (Cyber Crime) પોલીસ મથકમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે (Ahmedabad Police) દોડતી થઈ હતી. એક વ્યક્તિએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે ટેન્ડર અપાવવાના બહાને તેની પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે. જેની તપાસ દરમિયાન આ ફરીયાદીએ પોલીસને ગેરમાર્ગે દોરી હોવાનું સામે આવ્યુ તેમજ આ ફરીયાદમાં જણાવેલ રકમ તેને ઓનલાઇન નોન-સ્કીલ ગેમીંગ રમાડતી INDIA24BET.COM વેબસાઇટ ઉપર હારી ગયો હોવાની હકીકત સામે આવતા પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

સમગ્ર બનાવની વાત કરીએ તો અમદાવાદ શહેરના (Ahmedabad City) એલીસબ્રીજ વિસ્તારમાં રહેતા વિશાલ મુળચંદભાઇ ગાલાએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ આપી હતી કે અજાણ્યા ઇસમોએ તેમની સાથે તેઓ જે તામીલનાડુ સરકારમાં જે બેગનુ ટેન્ડર તેમજ તે કામનું રો-મટીરીયલ સસ્તા ભાવે આપવાની લાલચ આપી અજાણ્યા ઇસમોએ આશરે રૂપિયા 27 કરોડની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ કરી હતી. ગુનાની ગંભીરતા સમજી ક્રાઇમબ્રાંચ (Ahmedabad Crime Branch) અને સાઇબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. ફરીયાદી વિશાલ ગાલાએ આપેલી માહિતી આધારે પોલીસે ફરીયાદી સાથે વાતચીત કરવા સામાવાળાએ ઉપયોગ કરેલા મોબાઇલ નંબરની ડીટેલ્સ કઢાવતા આ નંબરના લોકેશન કર્ણાટકના (karnatak)  બેંગ્લોરમાં હોવાનું સામે આવ્યું હતું,જેથી પોલીસની ટીમ દ્વારા આ મોબાઇલ નંબરના ઉપયોગ કરનાર બાબતે બેંગ્લોર પહોંચી તપાસ કરતા કરનસિંઘ રાવત નામનો વ્યક્તિ આ મોબાઈલ નંબર નો ઉપયોગ કરતો હતો.

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી

પોલીસે કરણસિંહ ની પૂછપરછ કરતાં તે FONEPAISA કંપનીનો ડાયરેકટર હોવાનું સામે આવ્યું હતું. તેની તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે જે કંપનીના બેંક એકાઉન્ટમાંથી જ ફરીયાદી વિશાલના ખાતામાં પૈસા જમા થતા હતા અને તેઓ જે પૈસા બીજા એકાઉન્ટમાં કરતા તેમાંથી આગળ સદરી FONEPAISA ના બેંક એકાઉન્ટમાં જમા થતા હોવાની હકીકત મળી આવી હતી. કરણસિંહ ની પાસેથી મળી આવેલ ડીવાઇસ સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદ ખાતે કરનસિંહને લાવવામાં આવ્યો હતો જ્યાં તેની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ફરીયાદી વિશાલ સાથે તેને આવી કોઇ ટેન્ડર પ્રોસેસ (Tender Process) બાબતે વાતચીત થઈ નથી  પરંતુ વિશાલ ગાલાએ તેની મરજીથી INDIA24BET.COM નામની નોન સ્કીલ ગેમીંગથી પૈસા બનાવવા માટે પોતાના પર્સનલ બેંક એકાઉન્ટમાથી તેમજ તેમની કંપનીના ગાલા ગ્લોબલ પ્રોડકટ લીમીટેડના બેંક એકાઉન્ટ મારફતે પૈસા ભરીને ગેમ્બલીંગ કરેલ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જેથી ગુનાની તપાસ દરમિયાન આ કામના ફરીયાદી વિશાલ ગાલાએ લખાવેલ ફરીયાદ તદન ખોટી હોવાની સાબિત થયું હતું. વિશાલે તેની ફરીયાદમાં જણાવેલ મુજબની રકમ કોઇ ટેન્ડર પ્રોસેસ માટે નહી પરંતુ ઓનલાઇન ગેમ્બલીંગમાં (Online gambling) પૈસા હારજીત કરવા ઉપયોગ કર્યો હતો. તેમજ વિશાલ ગાલાએ પોલીસમાં અરજી આપ્યા બાદ પણ પોતે INDIA24BET.COM કંપનીમાં લાખો કરોડોની ગેમ્બલીંગ કરતા હોવાની હકીકત તેમના બેંક ટ્રાન્જેકશન ઉપરથી મળી આવી હતી. જેથી સમગ્ર મામલે પોલીસે બીજો ગેમ્બલીંગ નો ગુનો દાખલ કરી ફરીયાદી વિશાલની ધરપકડ કરવામાં આવી છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">