આણંદ : ઉમરેઠમાં ત્રણ તલાકની ફરિયાદ નોંધાઇ, પત્નીની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી

આણંદ : ઉમરેઠમાં ત્રણ તલાકની ફરિયાદ નોંધાઇ, પત્નીની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 9:37 PM

ફેઝલને લગ્ન પછી પત્ની ગમતી ન હોય તારીખ 25.7.21 ના રોજ ડેબારી ગામે ઘરમાં જ ત્રણ વખત તલાક-તલાક-તલાક બોલ્યો હતો. પત્ની દ્વારા સામે કોઈ જવાબ આપવામાં ન આવતા પતિ પત્ની વચ્ચે અણબનાવ વધી ગયો હતો.

આણંદ :  ઉમરેઠમાં (Umreth) ત્રણ તલાકની (Triple talaq)ફરિયાદ (Complaint)નોંધાઇ છે. ઉમરેઠમાં રહેતી પીડિતાના લગ્ન 23,11.2019 ના રોજ મહીસાગર જીલ્લાનાં વીરપુર તાલુકાના ડેબારી ગામના ફેઝલ સત્તાર શેખ સાથે થયા હતા. ફેઝલને લગ્ન પછી પત્ની ગમતી ન હોય તારીખ 25.7.21 ના રોજ ડેબારી ગામે ઘરમાં જ ત્રણ વખત તલાક-તલાક-તલાક બોલ્યો હતો. પત્ની દ્વારા સામે કોઈ જવાબ આપવામાં ન આવતા પતિ પત્ની વચ્ચે અણબનાવ વધી ગયો હતો. ગત 7.11.21ના રોજ પતિ ફેઝલે પત્નીના ઇન્સ્ટાગ્રામ આઇડી પર ત્રણ વખત તલાકનો મેસેજ કરતા પીડિતાએ સમગ્ર મામલાની જાણ પોતાના પરિવારને કરી. આજે પત્નીએ પતિ ફેઝલ સત્તાર શેખ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. ઉમરેઠ પોલીસે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકાર નું રક્ષણ અધિનિયમ )2019 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ત્રિપલ તલાક વિરૂદ્ધ સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાને બે વર્ષથી વધારેનો સમય થઇ ગયો છે. કાયદાને કારણે ટ્રિપલ તલાકના કેસમાં ઘટાડો નોંધાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, કેટલાક લઘુમતિ સંગઠનો કાયદાનો દુરુપયોગ થતો હોવાનો દાવો કરી રહ્યાં છે. પરંતુ, આ કાયદાને કારણે  મહિલાઓના આત્મસન્માનનું રક્ષણ થઇ રહ્યું હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે.

 

આ પણ વાંચો : Punjab Assembly Election 2022: નવજોત સિંહ સિદ્ધુ સામે ચૂંટણી લડશે શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા

આ પણ વાંચો : Covishield અને Covaxinને ટૂંક સમયમાં બજારમાં લાવવાની મળી શકે છે મંજૂરી, જાણો કેટલી હશે કિંમત?

Published on: Jan 26, 2022 09:25 PM
g clip-path="url(#clip0_868_265)">