AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Assembly Election 2022: નવજોત સિંહ સિદ્ધુ સામે ચૂંટણી લડશે શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા

Punjab Assembly Election 2022: જણાવી દઈએ કે પંજાબ કોંગ્રેસે નવજોત સિંહ સિદ્ધુને અમૃતસર પૂર્વથી મેદાનમાં ઉતાર્યા છે. ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા બાદ બિક્રમ સિંહ મજીઠિયા કોંગ્રેસને ટક્કર આપી રહ્યા છે.

Punjab Assembly Election 2022: નવજોત સિંહ સિદ્ધુ સામે ચૂંટણી લડશે શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા
Akali Dal leader Bikram Singh Majithia (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 8:52 PM
Share

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ને (Punjab Assembly Election 2022) લઈને તમામ પક્ષોએ તેમના ઉમેદવારોના નામ લગભગ ફાઈનલ કરી લીધા છે. શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ તરફથી આ માહિતી આપવામાં આવી છે કે, નેતા બિક્રમ સિંહ મજીઠિયા પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સામે પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે. જણાવી દઈએ કે પંજાબ કોંગ્રેસે નવજોત સિંહ સિદ્ધુને અમૃતસર પૂર્વથી મેદાનમાં ઉતાર્યા છે. ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા બાદ બિક્રમ સિંહ મજીઠિયા કોંગ્રેસને ટક્કર આપી રહ્યા છે. હાલમાં જ બિક્રમ સિંહ મજીઠિયાએ પંજાબની ચન્ની સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. મજીઠીયાએ કહ્યું હતું કે ઈતિહાસમાં પહેલીવાર 3 મહિનામાં 4 ડીજીપી બદલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ અન્ય મંત્રીઓ સાથે મળીને મને ફસાવવા અને તેમના પદ બચાવવાનું કાવતરું ઘડ્યું છે. પરંતુ હું હંમેશા સત્ય અને કાયદા સાથે ઉભો રહ્યો છું.

ઈડીના દરોડાથી સાબિત થયું કે કોંગ્રેસના શાસનમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર

બિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું કે, પંજાબના સીએમ ચન્નીના સંબંધીના ઘર પર EDના દરોડાથી સાબિત થઈ ગયું છે કે કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ઈડીએ ભૂપેન્દ્ર સિંહના  ઘરેથી 10 કરોડ રૂપિયા રોકડા અને સોનું રિકવર કર્યું છે. તેની સામે કાર્યવાહી કરવાને બદલે કોંગ્રેસ ચૂંટણી પંચને ફરિયાદ કરી રહી છે.

કોણ છે બિક્રમ સિંહ મજીઠિયા

મજીઠિયા એસએડી પ્રમુખ સુખબીર સિંહ બાદલના સાળા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલના ભાઈ છે. મજીઠિયાએ ભૂતકાળમાં તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. એસએડીએ મજીઠિયા વિરુદ્ધ એફઆઈઆરની નોંધણીને રાજકીય બદલો તરીકે ગણાવી હતી.

ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું- આ કોઈ રાજકીય બદલો નથી

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું હતું કે તેમની સરકાર કોઈપણ ડ્રગ સ્મગલરને બચી જવા દેશે નહીં અને બિક્રમ સિંહ મજીઠિયા સામેના કેસમાં કાયદો પોતાનુ કામ કરશે. જ્યાં સુધી મજીઠિયા સામેના કેસની વાત છે તો તેમાં કોઈ રાજકીય બદલો નથી.

આ પણ વાંચો :  કોણ છે નૈના લાલ કિડવાઈ જેણે છોડી દીધી મોટી ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લા, રાજીનામામાં આપ્યું આ મોટું કારણ

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">