AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર: ડોક્ટર પર બળાત્કાર કરી વીડિયો શૂટ કર્યો, બાદમાં યુવતીના માતા-પિતાને મોકલ્યો અને 10 લાખની ખંડણીની કરી માંગ

ક્લાસમેટના લગ્નમાં થયેલી ઓળખ બાદ એક યુવકે લગ્નની લાલચ આપીને એક ડોક્ટર યુવતી પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે.

મહારાષ્ટ્ર: ડોક્ટર પર બળાત્કાર કરી વીડિયો શૂટ કર્યો, બાદમાં યુવતીના માતા-પિતાને મોકલ્યો અને 10 લાખની ખંડણીની કરી માંગ
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 6:29 PM
Share

ક્લાસમેટના લગ્નમાં થયેલી ઓળખ બાદ એક યુવકે લગ્નની લાલચ આપીને એક ડોક્ટર યુવતી પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. વાંધાજનક ફોટા લઈ લીધા અને વીડિયો શૂટ પણ કરી લીધું હતું. આ પછી તેણે આ તસવીરો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું અને 10 લાખ રૂપિયાની ખંડણી માંગી. પીડિતા કંટાળી ગઈ અને તેના પરિવારને આ વિશે જણાવ્યું. ઔરંગાબાદમાં રહેતા પીડિત પરિવારે સિટી ચોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતા સમજીને પોલીસે ગુનો નોંધ્યો હતો.

આરોપીનું નામ અઝહર અશફાક શેખ છે. અઝહર ઘાટકોપર વેસ્ટ, મુંબઈનો રહેવાસી છે. ઔરંગાબાદ સિટી ચોક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીડિતાએ BDS કર્યું છે. તે એક ખાનગી હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરે છે. એક સહાધ્યાયીના લગ્ન સમારંભમાં, તેની માતા અને બહેને પીડિતાની ઓળખ અઝહર સાથે કરાવી. અઝહરે પીડિતાને કહ્યું કે, તે મુંબઈમાં એક એરલાઇન કંપનીમાં કામ કરે છે. તેણે પીડિતાને કહ્યું કે, તે પ્રથમ નજરમાં તેની સાથે પ્રેમમાં હતો અને તે તેની સાથે લગ્ન કરશે.

લગ્ન કરવાનો વાયદો આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો

આ દરમિયાન અઝહરે પીડિતાને બીજા ઘણા મોટા સપના બતાવ્યા. તે કહેતો હતો કે, ટૂંક સમયમાં તેને સાઉદી એરલાઇન્સમાં નોકરી મળશે અને તે બંને લગ્ન કરીને જેદ્દાહમાં સ્થાયી થશે. આ રીતે તેમની મિત્રતા વધતી ગઈ. અઝહરે આ મિત્રતાનો ખોટો ફાયદો ઉઠાવ્યો. ખોટા પ્રેમ અને લગ્નના બહાને વારંવાર બળાત્કાર ગુજાર્યો.

નગ્ન ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, 10 લાખની ખંડણી માંગી

આરોપીએ પીડિતાને 21 નવેમ્બર 2020 ના રોજ ઔરંગાબાદની એક હોટલમાં બોલાવી હતી. આ વખતે પણ તેણે બળજબરી કરી હતી. અહીં તેણે અશ્લીલ ફોટા અને વીડિયો પણ શૂટ કર્યા હતા. આ પછી તેણે તેમને વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું અને બ્લેકમેલિંગ કરવા લાગ્યો હતો.

અઝહરે બદનામી કરવાનો ડર બતાવીને 9 અને 10 જાન્યુઆરી, 1 અને 22 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ જુદી જુદી જગ્યાએ પીડિતા પર બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં તેણે તે તસવીરો અને વીડિયો પીડિતાના માતા-પિતાને મોકલીને 10 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. આ તમામ બાબતોથી કંટાળીને પીડિતાના પરિવારના સભ્યોએ ઔરંગાબાદના સિટી ચોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ સામે બળાત્કાર, ખંડણી અને અન્ય ગુનાઓ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: NCRTC Recruitment 2021: નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને જાહેર કરી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Follow Us
ગુજરાતમાં લાંચ લેવાની બદલાઈ રીત: વચેટિયા અને કન્સલ્ટન્સી ફીનો ખેલ
ગુજરાતમાં લાંચ લેવાની બદલાઈ રીત: વચેટિયા અને કન્સલ્ટન્સી ફીનો ખેલ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી
પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર'
પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર'
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
g clip-path="url(#clip0_868_265)">