Kutch: કેબલ ચોરી કરતા 2 આરોપીઓને પોલીસે ઝડપ્યા, પુછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, જાણો કેમ કરતા હતા કેબલની ચોરી

કચ્છના કેટલાય તાલુકામા કેબલ ચોરીની ઘટનાઓથી પોલિસ પરેશાન છે. વાંરવાર થતા કેબલ ચોરીના કેટલાય ગુનાઓના ભેદ પોલિસે ઉકેલ્યા છે. પરંતુ ચોરી અટકવાનુ નામ લેતી નથી.

Kutch: કેબલ ચોરી કરતા 2 આરોપીઓને પોલીસે ઝડપ્યા, પુછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, જાણો કેમ કરતા હતા કેબલની ચોરી
Cable thieves
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 21, 2022 | 9:25 AM

છેલ્લા ઘણા સમયથી પચ્છિમ કચ્છ (Kutch)ના ઘણા વિસ્તારોમાં વાડીમાંથી કેબલ ચોરી(Cable theft)ની ઘટનાઓ બની રહી હતી. પવનચક્કી અને વાડીમાંથી કેબલ ચોરાયાની થોકબંધ ફરિયાદો પોલિસ (Police Complain) ચોપડે નોંધાઇ છે. ઘણા કિસ્સામાં તો પોલીસ ફરિયાદ પણ થઇ નથી. જો કે નખત્રાણા પોલિસે આવા જ શંકાસ્પદ વાયરો સાથે બે શખ્સોને ઝડપી પુછપરછ કરી તો ઢગલાબંધ કેબલ ચોરીના ગુના ઉકેલાયા છે.

કચ્છમાં નખત્રાણા પોલિસે શંકાસ્પદ વાયરો સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમની પુછપરછ કરતા આરોપી સંજય કોલી અને રામજી કોલીએ 28 કેબલચોરીના ગુનાઓ કબુલ્યા છે. જેમાંથી 2021માં નખત્રાણા પોલિસ મથકે 9 ગુનાઓ નોંધાયેલા છે. પોલિસે કેબલ ચોર શખ્સોની ઉંડાણપુર્વક પુછપરછ શરૂ કરી છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં કેબલની ચોરી કરતી આવી અનેક ગેંગ સક્રિય છે. જેમાંથી ઘણા કિસ્સામાં પોલિસે આવી ટોળકીને ઝડપી પણ છે. પરંતુ કેબલ ચોરીનો સીલસીલો અટકતો નથી.

એક સોની વેપારીની સંડોવણી ખુલી

ખેતરમાં લાગેલા કિમંતી ધાતુના વાયરો સહિત ડ્રીપ ઇરીગેશન માટેની લાઇન તથા પવનચક્કીના કેબલો ચોરાયાના અનેક કિસ્સાઓ નખત્રાણા અને ભુજ તાલુકામાં સામે આવે છે. ઝડપાયેલા બે આરોપી સંજય અને રામજીની શંકાસ્પદ મુદ્દામાલ સાથે અટકાયત કર્યા બાદ તેઓએ નખત્રાણા વાડી વિસ્તારમાંથી 28 જેટલી ચોરીઓની કબુલાત કરી છે. સાથે નખત્રાણાના એક સોની વેપારીની સંડોવણી પણ આ ગુનામા બહાર આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શા માટે કરે છે કેબલ ચોરી ?

કેબલ ચોરી કર્યા બાદ બંને આરોપી કેબલ સળગાવી કિંમતી ધાતુ તાંબાને નખત્રાણામાં જ વિપુલ મેટલ સ્ટોલ નામની દુકાન ધરાવતા વેપારી જેન્તી સોનીને વેચી નાખતા હતા. જેથી પોલિસે જેન્તી સોનીની પણ રીસીવર તરીકે અટકાયત કરી છે અને અગાઉ કેટલી ચોરીના માલની તેને ખરીદી કરી તે સહિતની તપાસ શરૂ કરી છે.

કચ્છના કેટલાય તાલુકામા કેબલ ચોરીની ઘટનાઓથી પોલિસ પરેશાન છે. વાંરવાર થતા કેબલ ચોરીના કેટલાય ગુનાઓના ભેદ પોલિસે ઉકેલ્યા છે. પરંતુ ચોરી અટકવાનુ નામ લેતી નથી. તેવામા નખત્રાણા વિસ્તારમાં 28 જેટલી ચોરીને અંજામ આપનાર ટોળકી પોલિસના હાથે લાગી છે. જેની ઉંડાણ પુર્વકની તપાસ પોલિસે શરૂ કરી છે.

આ પણ વાંચો-

યુક્રેન અભ્યાસ કરવા ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ પરત ફર્યા, એર કંપનીઓએ ટિકિટના ભાવ ડબલ વસુલ કર્યાનો વાલીઓનો આક્ષેપ

આ પણ વાંચો-

બે વર્ષ બાદ આજથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન ચાલશે, વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે

g clip-path="url(#clip0_868_265)">