KUTCH : મંદિર ચોરી પછી હવે ભુજ નજીક સ્વામીનારાયણ ભગવાનના પગલા કોઇ તળાવમાં ફેંકી જતા રોષ !
ભુજ નજીક આવેલા મોચીરાઇ મંદિરમાં ભગવાન સ્વામીનારાયણના પગલા ગુમ થઇ જતા ઘટના પછી મોટી સંખ્યામાં ભક્તો અને સંતો દોડી આવ્યા હતા. તો પોલિસે પણ તપાસ શરૂ કરી છે.
કચ્છમાં (KUTCH)પાછલા થોડા મહિનાથી મંદિરો (Tenple) તસ્કરોના નિશાના પર છે. ઉપરાઉપરી થઇ રહી ચોરીથી લોકોમાં રોષની લાગણી છે. જોકે તે વચ્ચે હજુસુધી મોટાભાગની મંદિર ચોરીમાં (Theft) કોઇ પગેરૂ પોલિસના હાથે લાગ્યું નથી. ત્યારે મંદિર ચોરીની ઘટના વચ્ચે અસામાજીક તત્વોએ મંદિરના ઐતિહાસીક પગલાને ફેંકી દેતા ભક્તોમાં રોષ ફેલાયો છે. ભુજ નજીક આવેલા મોચીરાઇ મંદિરમાં ભગવાન સ્વામીનારાયણના પગલા ગુમ થઇ જતા ઘટના પછી મોટી સંખ્યામાં ભક્તો અને સંતો દોડી આવ્યા હતા. તો પોલિસે પણ તપાસ શરૂ કરી છે. કચ્છમાં 10 મોટા મંદિરોમાં થયેલી લાખોની ચોરીના ભેદ હજુ પણ ઉકેલાયા નથી.
શું છે મહત્વ પગલાનું ?
કચ્છમાં સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો મોટો વર્ગ છે. અને, ભગવાન સ્વામીનારાયણની ઉપસ્થિતિના વાડા અને ઐતિહાસિક સ્થળો કચ્છમાં ઘણા આવેલા છે. ત્યારે ભુજના મોચીરાઇ નજીક આવેલા મહાદેવ અને હનુમાન મંદિરની અંદર ભગવાન સ્વામીનારાયણે કચ્છ વિચરણ સમયે કરેલા પગલાનું સ્થાન ખુબ મહત્વ ધરાવે છે. જોકે આજે ભક્તોના ધ્યાને આવ્યું હતું. કે ભગવાનના પગલાના સ્થળ પર તેના પગલા નથી. જેને લઇને મોટી સંખ્યામાં આસપાસના ગામમાંથી લોકો દોડી આવ્યા હતા.
તો પોલિસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ભક્તોએ આસપાસ શોધખોળ કરતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાંથી આ પગલા મળી આવ્યા હતા. પરંતુ બાજોઠ કોઇ તોડી ગયું હતું. સંતોએ રોષ સાથે આવા અસામાજીક તત્વોને પકડવાની માંગ સાથે અગાઉ આજ મંદિરમાંથી દાનપેટી તથા બાંધકામ સમયે સામન ગુમ થઇ ગયો હોવાનુ જણાવ્યું હતું. બનાવ સંદર્ભે માનકુવા પોલિસ વધુ તપાસ કરી રહી છે. તો પશ્ચિમ કચ્છની અન્ય શાખાઓ પણ મામલાની તપાસ કરશે.
સમગ્ર કચ્છમાં હાલ હિન્દુ ધાર્મીક સ્થળો પર થઇ રહેલી ચોરીની ધટનાથી લોકોમાં નારાજગી છે. તેવામાં હવે અસામાજીક તત્વો પણ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે પોલિસ તાત્કાલીક આવા તત્વોને પકડે તે જરૂરી બન્યું છે. નહી તો સમગ્ર કચ્છમાં વધતી ઘટનાને લઇને વિરોધ શરૂ થશે. ભુજ મંદિરના તાળા હેઠળના ટ્રસ્ટ સંચાલીત મંદિરમાં થયેલ આ કાંકરીચાળાની ઘટનાથી સમગ્ર કચ્છમાં ભક્તોમાં રોષ છે. ત્યારે જોવું રહ્યું મંદિર ચોરીના ઘટનાનો ભેદ ઉકેલવામાં અત્યાર સુધી નિષ્ફળ પોલિસ હવે આવી પ્રવૃતિ પર રોક માટે કેવા કડક પગલા લે છે.
આ પણ વાંચો : Ahmedabad: વિદ્યાસહાયકની ભરતીના ફોર્મ વેરિફિકેશનમાં ભારે અવ્યવસ્થા, ઉમેદવારોની લાઈનો લાગી
આ પણ વાંચો : સુરતમાં હવે પોલીસ સ્ટેશનમાં અરજી નિકાલ ઝડપી થશે, તમામ પોલીસ સ્ટેશનોમાં કેમ્પ યોજાશે