KHEDA : મહેમદાબાદમાં મહિલાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો, સુસાઇડ નોટમાં સાસરિયાના ત્રાસનો ઉલ્લેખ

|

Sep 24, 2021 | 5:26 PM

અત્યારના આધુનિક સમયમાં પણ સાસરિયાઓ દ્વારા પુત્રવધુ પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. અને, આવા કિસ્સાઓમાં મહિલાઓ દ્વારા આપઘાતના કિસ્સા પણ વધી રહ્યાં છે.

KHEDA : મહેમદાબાદમાં મહિલાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો, સુસાઇડ નોટમાં સાસરિયાના ત્રાસનો ઉલ્લેખ
KHEDA: Woman commits suicide in Mahemdabad, suicide note mentions in-laws' torture

Follow us on

સાસુમા એન્ડ સસરાજીને મમ્મી-પપ્પા બનાવવાની બહુ કોશિશ કરી બટ આઈ ફેલ્ડ કદાચ હું જ દીકરી ન બની શકી, સોરી

આણંદ જીલ્લાના ઉમરેઠ ગામમાં ભાટવાડો વિસ્તારમાં રહેતા ઘેલાભાઈ અમૃતભાઈ ડાભી જેઓ લેડીઝ ટેલરની દુકાન ધરાવે છે. અને તેઓએ પોતાની દીકરી જલ્પાના ગત 18-01-2020 ના રોજ જ્ઞાતિના રીતિરિવાજ પ્રમાણે લગ્ન ખેડા જીલ્લાના મહેમદાવાદ મામલતદાર કચેરી સામે આવેલ રાધેકિશન પાર્કના મકાન નંબર 68માં રહેતા આકાશ કિરણ હિંગુ સાથે કરવામાં આવ્યા હતા,લગ્ન પછી પતિ આકાશ અને સાસુ સસરા સાથે એક વર્ષ સુધી જલ્પાનો ઘરસંસાર ખુબ સારી રીતે ચાલતો હતો.

મહેમદાવાદ રાધેકિશન પાર્કમાં રહેતી એક કોમ્પ્યુટર એન્જીન્યર જલ્પા હિંગુએ  સાસરિયાઓના ત્રાસથી કંટાળી ગત રાત્રીએ ગળે ફાંસો ખાઈ લીધો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પણ અચાનક જલ્પાના પતિ આકાશ હિંગુ સસરા કિરણ રતિલાલ હિંગુ ,સાસુ છાયાબેન હિંગુ અને નણંદ હિનલ દ્વારા જલ્પાને નાની નાની વાતોમાં માનસિક ત્રાસ આપવાનો ચાલુ કર્યો હતો. અને આ મામલે જલ્પાએ પોતાના પિયરીયાઓ ફરિયાદ પણ કરી હતી. જોકે જલ્પાના માતાપિતા જે-તે સમયે પોતાની દીકરીને આગામી દિવસોમાં સહુ સારાવાના થઇ જશેની હેયા ધારણા આપી,ઘરસંસાર ચલાવવા જણાવ્યું હતું.

મહેમદાવાદ પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી

જેથી બેફામ બનેલા સાસરિયાઓ ધ્વરા જલ્પાને ત્રાસ આપવાનું અવિરત ચાલુ રાખતા પતિ ,સાસુ સસરા અને નણંદના ત્રાસથી કંટાળી જઈ ગત રાત્રીએ જલ્પાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. જોકે આત્મહત્યા કરતા પહેલા જલ્પાએ સુસાઇડ નોટ લખી હતી. જેમા તેની સાથે બનેલી તમામ ઘટના અને કોણ કેવો ત્રાસ આપતો હતો. તેની વિગત લખી હોવાથી મહેમદાવાદ પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ 306, 498 A ,114 મુજબ ગુનો નોધી કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.

અત્યારના આધુનિક સમયમાં પણ સાસરિયાઓ દ્વારા પુત્રવધુ પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. અને, આવા કિસ્સાઓમાં મહિલાઓ દ્વારા આપઘાતના કિસ્સા પણ વધી રહ્યાં છે. ત્યારે સમાજે ખરેખર જાગૃત થવાની જરૂર છે.

આ પણ વાંચો : Surat : કોરોનાની આફતમાં ઓનલાઇન એજ્યુકેશન માટે 1 હજાર રૂપિયામાં ટેબ્લેટની જાહેરાત આપી દોઢ કરોડની છેતરપિંડી

આ પણ વાંચો : GANDHINAGAR : મલ્ટી મોડેલ કનેક્ટિવીટી-પોર્ટસ-ફાર્માસ્યુટિકલ સેકટરમાં ગુજરાત સાથે સહયોગ બાબતે જયોર્જિયા તત્પર

Published On - 5:21 pm, Fri, 24 September 21

Next Article