Israel Embassy Blast : દિલ્હી પોલીસે કારગીલથી 4 શંકાસ્પદ વિદ્યાર્થીઓની ધરપકડ કરી

Israel Embassy Blast : 29 જાન્યુઆરીના રોજ સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર IED બ્લાસ્ટ થયો તે દિવસે આ ચારેય શંકાસ્પદોના ફોન એક સાથે બંધ હતા.

Israel Embassy Blast : દિલ્હી પોલીસે કારગીલથી 4 શંકાસ્પદ વિદ્યાર્થીઓની ધરપકડ કરી
15 જૂને NIA એ બે શકમંદોના ફોટો જાહેર કર્યા હતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 11:41 PM

Israel Embassy Blast : દિલ્હીમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર થયેલા IED વિસ્ફોટ મામલે દિલ્હી પોલીસ (Delhi Police) ને વધુ એક સફળતા મળી છે. 29 જાન્યુઆરીના રોજ સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર IED બ્લાસ્ટ થયો હતો. ઈઝરાયેલે આ ઘટનાને આતંકી ઘટના ગણાવી હતી. NIA એ 10 લાખના ઇનામની જાહેરાત કર્યા બાદ દિલ્હી પોલીસને આરોપીઓનું પગેરું શોધવામાં સફળતા મળી હોય એવું લાગી રહ્યું છે.

કારગીલથી 4 શંકાસ્પદ વિદ્યાર્થીઓની ધરપકડ ઇઝરાયેલ દૂતાવાસ વિસ્ફોટ (Israel Embassy Blast) મામલે દિલ્હી પોલીસના વિશેષ સેલે લદ્દાખના કારગીલથી ચાર શંકાસ્પદ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઘટનાના દિવસે તમામના ફોન બંધ હતા દિલ્હી પોલીસે ઇઝરાયેલ દૂતાવાસ વિસ્ફોટ (Israel Embassy Blast)માં ધરપકડ કરેલા ચાર શંકાસ્પદ વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ છે. દિલ્હી પોલીસ (Delhi Police) ને મેળેલી પ્રાથમિક માહિતી મૂજબ 29 જાન્યુઆરીના રોજ સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર IED બ્લાસ્ટ થયો તે દિવસે આ ચારેય શંકાસ્પદોના ફોન એક સાથે બંધ હતા. ચારેયના ફોન એક સાથે બંધ હોવા એ ઘણા બધા સંકેતો આપી રહ્યાં છે.

NIA એ 10 લાખના ઇનામની જાહેરાત કરી છે 15 જૂને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જાન્યુઆરીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયેલા IED બ્લાસ્ટને લગતા કેટલાક વીડિયો અને ફોટા જાહેર કર્યા હતા. આ ફોટો અને વિડીયોમાં 2 શકમંદો દૂતાવાસની બહાર વિસ્ફોટો કરતા જોવા મળે છે. આરોપ છે કે વીડિયો અને ફોટોમાં દેખાતા આ બંને લોકો એ ઇઝરાઇલી દૂતાવાસની બહાર બોમ્બ લગાવ્યો હતો. આ બંને વિશે માહિતી આપનાર વ્યક્તિને એનઆઈએ એ 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

29 જાન્યુઆરી 2021 ની સાંજે દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયો હતો. જોકે, તેમાં કોઈ જાનહાની થઈ નથી.આ બ્લાસ્ટની તપાસ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, ક્રાઈમબ્રાંચ અને NIA ની ટીમ કરી રહી છે. NIA એ જાહેર કરેલા 10 લાખના ઇનામ બાદ પહેલીવાર ગુનેગારો વિશે કોઈ બાતમી મળી હોવાની શક્યતા છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">