પુત્રીની હત્યાના ગુનામાં 3 વર્ષથી જેલની સજા કાપી રહ્યા છે નિર્દોષ પિતા, યુવતીએ કોર્ટમાં કહ્યું ‘હું જીવીત છું’, જાણો સમગ્ર મામલો

|

Nov 02, 2021 | 10:23 PM

એક પિતાને તેની પુત્રીની હત્યા માટે ત્રણ વર્ષ જેલમાં રહેવું પડ્યું. પણ જ્યારે ખબર પડી કે યુવતી જીવીત છે ત્યારે જોવા જેવી થઈ હતી.

પુત્રીની હત્યાના ગુનામાં 3 વર્ષથી જેલની સજા કાપી રહ્યા છે નિર્દોષ પિતા, યુવતીએ કોર્ટમાં કહ્યું હું જીવીત છું, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

યુપીના ફરુખાબાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક પિતાને તેની પુત્રીની હત્યા માટે ત્રણ વર્ષ જેલમાં રહેવું પડ્યું. મૃતક પુત્રીને પિતા જેલમાં હોવાની જાણ થતાં જ તે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ ઘટના બાદ હવે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે. હકીકતમાં, પોલીસે તમામ પુરાવાઓને બાયપાસ કરીને આ કેસની તપાસ કરી હતી. પુત્રીના મોત મામલે પિતાની ધરપકડ કરવામાં આવી હતી. પુત્રી જીવિત હોવાની વાત સામે આવતાં જ કોર્ટે મામલાની નોંધ લીધી અને પિતાને મુક્ત કર્યા. સાથે જ મુખ્ય આરોપી અને પોલીસ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ ચોંકાવનારી ઘટના ફર્રુખાબાદના મેરાપુરના દેવસૈની ગામની છે. વર્ષ 2016માં સોની નામની યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. પુત્રીના ગુમ થવાથી પરેશાન વૃદ્ધ પિતાએ પોલીસ સ્ટેશન જઈને કેસ નોંધાવ્યો હતો. વૃદ્ધો કેટલાય દિવસો સુધી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતા રહ્યા. પરંતુ જ્યારે પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. જ્યારે પોલીસ આ કેસનો ઉકેલ લાવી શકી ન હતી ત્યારે દીકરીના ગુમ થવાના ગુનામાં જેલમાં મોકલવામાં આવેલા નિર્દોષ પિતાને પણ જેલમાં ધકેલી દીધા હતા.

જીવતી દીકરીના હત્યાના ગુનામા પિતાની ધરપકડ

મળતા અહેવાલ મુજબ, 60 વર્ષીય વૃદ્ધે ગામના રહેવાસીઓ ઓમકાર સિંહ, અજબ સિંહ, બિશનદયાલ, સંતોષ અને સંતોષ દેવી પર પુત્રીના ગુમ થવાની શંકા વ્યક્ત કરી હતી. તેણે 2016માં તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લેખિત ફરિયાદ આપ્યા બાદ પણ પોલીસે બળજબરીથી પીતાને કેસમાં આરોપી બનાવ્યા હતો. પોલીસે પુત્રીની હત્યાના આરોપમાં વૃદ્ધ પિતાને કલમ 302 હેઠળ જેલમાં ધકેલી દીધા હતા. તપાસ બાદ એવું જાહેર કર્યું હત્યા બીજા કોઈએ નહીં પરંતુ 60 વર્ષના પિચા લાલરામે કરી હતી. પોલીસે આ અંગે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

નિર્દોષ હોવા છતાં પણ લાલરામને 3 વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. જ્યારે પુત્રીને તેના પિતા જેલમાં હોવાની જાણ થઈ ત્યારે તેણે પોલીસની સામે જઈને કહ્યું કે, તે જીવિત છે. તેણે પોલીસ સમક્ષ સ્વેચ્છાએ ઘર છોડ્યું હોવાની કબૂલાત પણ કરી હતી. સોનીએ પોલીસને તેના પિતાને છોડાવવા વિનંતી કરી હતી. દીકરી સામે આવતાં જ કોર્ટે નિર્દોષ પિતાને છોડી મૂક્યા હતા.

 

આ પણ વાંચો: NEET પરિણામ 2021: NTA એ NEET UG પરીક્ષાનું જાહેર કર્યુ પરિણામ, આ 3 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું

આ પણ વાંચો: NEET Result 2021: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET પ્રવેશ પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર, સરળતાથી આ રીતે કરો ચેક

Next Article