Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET Result 2021: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET પ્રવેશ પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર, સરળતાથી આ રીતે કરો ચેક

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે.

NEET Result 2021: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET પ્રવેશ પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર, સરળતાથી આ રીતે કરો ચેક
NEET Result 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 10:11 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ટોપ ત્રણ ટોપર્સમાં બે છોકરાઓ અને એક છોકરીનો સમાવેશ થાય છે. ત્રણેય ટોપર્સે NEET-2021માં 720/720 માર્ક્સ મેળવ્યા છે. મૃણાલ કુટેરી (તેલંગાણા), તન્મય ગુપ્તા (દિલ્હી) અને કાર્તિક જી નાયર (મહારાષ્ટ્ર) એ NEET UG 2021 માં ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે.

NEET સ્કોર કાર્ડ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. પરિણામ બાદ હવે એમબીબીએસ, બીડીએસ અને અન્ય મેડિકલ યુજી કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થશે. NEET પરિણામ પછી, બે પ્રકારના કાઉન્સેલિંગનો વિકલ્પ હશે, પ્રથમ 15% ઓલ ઈન્ડિયા ક્વોટા કાઉન્સેલિંગ. બીજો વિકલ્પ રાજ્ય કાઉન્સેલિંગ છે. જુદા જુદા રાજ્યો પોતપોતાનું કાઉન્સેલિંગ કરે છે. રાજ્ય કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓને રાજ્યની મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવાની તક મળે છે.

NEET 2021, MBBS, BDS, આયુષ અને અન્ય મેડિકલ UG અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા, 12 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ લેવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી 16.14 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની પહેલ પર અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ હેઠળ, આ વખતે વિદ્યાર્થીઓને આ પરીક્ષા 13 ભાષાઓમાં આપવાની સુવિધા આપવામાં આવી છે. આમાંની મોટાભાગની ભારતીય ભાષાઓ છે. જે 13 ભાષાઓમાં NEET પરીક્ષા લેવામાં આવી હતી તેમાં અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુનો સમાવેશ થાય છે.

ભારતીય વિદ્યાર્થીઓ માટે કયો દેશ છે બેસ્ટ ? ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ...
શું તમારે પણ પરસેવા માંથી દુર્ગંધ આવે છે? અપનાવો આ ઘરેલું ઉપચાર
જો તમે એક્સપાયર થયેલ દવાનું સેવન કરશો તો શું થશે?
કેન્સરની ગાંઠને ઓળખવા માટે આટલુ ખાસ ધ્યાનમાં રાખો
સાધુઓ નામ આગળ શા માટે લખવામાં આવે છે શ્રી શ્રી, 108 અને 1008 ?
હવે વારંવાર નહીં કરવુ પડે રિચાર્જ ! Jio લાવ્યું 98 દિવસનો પ્લાન, JioHotstar ફ્રી

NEET 2021નું પરિણામ આ સરળ સ્ટેપ વડે ચેક કરો

સ્ટેપ 1: ઉમેદવારો પહેલા NEETની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ. સ્ટેપ 2: વેબસાઇટ પર આપેલ પરિણામ લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: હવે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો. સ્ટેપ 4: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે. સ્ટેપ 5: હવે તેને તપાસો.

NEET 2021 Final Answer Key આ સરળ સ્ટેપ વડે ચેક કરો

સ્ટેપ 1: સૌ પ્રથમ NEETની સત્તાવાર વેબસાઇટ, neet.nta.nic.in પર જાઓ. સ્ટેપ 2: વેબસાઈટ પર આપેલી ફાઈનલ આન્સર કીની લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: હવે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો. સ્ટેપ 4: અંતિમ જવાબ કી તમારી સ્ક્રીન પર દેખાશે. સ્ટેપ 5: હવે તેને તપાસો અને તેને ડાઉનલોડ કરો.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે NEET UG પરિણામ 2021 ની ઘોષણા માટેનો માર્ગ સાફ કર્યો હચો. બોમ્બે હાઈકોર્ટે NTAને 12 સપ્ટેમ્બરે યોજાયેલી NEET પરીક્ષા દરમિયાન બે ઉમેદવારોએ દાવો કર્યો હતો કે તેમની ટેસ્ટ બુકલેટ્સ અને OMR શીટ્સ મિશ્ર કરવામાં આવી હતી તે પછી પરિણામ જાહેર ન કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની ટકોર બાદ NEET SS ની પરીક્ષા હવે જુની પેટર્ન મુજબ લેવાશે, જાણો રજિસ્ટ્રેશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે ?

આ પણ વાંચો: India Post Recruitment 2021: પોસ્ટલ આસિસ્ટન્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, અહીં કરો અરજી

Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
g clip-path="url(#clip0_868_265)">