India Bangladesh Border: BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદ પાર કરતા 9 બાંગ્લાદેશી ઘૂસણખોરોની કરી ધરપકડ

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોએ ભારત-બાંગ્લાદેશ સરહદને ગેરકાયદેસર રીતે પાર કરવા બદલ બે અલગ અલગ કેસોમાં કુલ 9 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરી છે.

India Bangladesh Border: BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદ પાર કરતા 9 બાંગ્લાદેશી ઘૂસણખોરોની કરી ધરપકડ
India Bangladesh border
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 5:55 PM

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોએ ભારત-બાંગ્લાદેશ સરહદને (Indo-Bangladesh Border) ગેરકાયદેસર રીતે પાર કરવા બદલ બે અલગ અલગ કેસોમાં કુલ 9 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ સાથે 250 બોટલ ફેન્સીડિલ સીરપ પણ જપ્ત કરવામાં આવી છે. પકડાયેલા બે આરોપીઓને નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યને પોલીસને સોંપવામાં આવ્યા છે.

સરહદી મુખ્યાલય દક્ષિણ બંગાળ હેઠળ 107 મી કોર્પ્સની સરહદી ચોકી બાજીદપુર ખાતે ગુપ્તચર વિભાગની ટીમે આપેલી માહિતીના આધારે બીએસએફના જવાનોએ શનિવારે સાંજેના સમયે સરહદી વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. પરિણામે, સરહદ પાર કરતી વખતે એક મહિલા સહિત 03 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ હનાન શેખ, રહીમ મંડલ અને રેખા મંડળ તરીકે થઈ છે. તમામ બાંગ્લાદેશના રહેવાસી છે.

ભારતમાં ગેરકાયદેસર રીતે 4 વર્ષથી રહેતા હતા

પ્રારંભિક પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, તે બધા 3 થી 4 વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં દાખલ થયા હતા અને મજૂરી કામ કરવા માટે મુંબઈમાં સ્થાયી થયા હતા. પરંતુ પૂરતા પૈસા ન કમાવાને કારણે, તે પાછા બાંગ્લાદેશ જઈ રહ્યા હતા અને બીએસએફ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા બાંગ્લાદેશીઓના જણાવ્યા મુજબ બબલુ નામનો સ્થાનિક દલાલ અને પાંચબેરિયા ગામનો રહેવાસી તેમની મદદ કરી રહ્યો હતો. બીએસએફ દ્વારા પકડાયેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોને બગડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

250 ફેન્સીડિલ સીરપ બોટલ સાથે 6 બાંગ્લાદેશીની ધરપકડ

બસીરહાટ સબ-ડિવિઝન બસીરહાટ પોલીસ સ્ટેશન: રવિવારે ભારત-બાંગ્લાદેશ ઘોજાડાંગા સરહદ પર ભારતમાં પ્રવેશતા જ છ બાંગ્લાદેશી યુવાનોને 153માં BSF ના જવાનોએ કસ્ટડીમાં લીધા હતા. જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ કોઈ માન્ય દસ્તાવેજો રજૂ કરી શક્યા નહીં.

શોધખોળ હાથ ધરવામાં આવી અને તેમની પાસેથી લગભગ 50,000 રૂપિયાની બજાર કિંમતવાળી 250 બોટલ ફેન્સીડિલ મળી આવી. બાંગ્લાદેશના બે યુવકોની તબિયત બગડતાં તેમને બસીરહાટ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા ચાર બાંગ્લાદેશીઓને રવિવારે બસીરહાટ સબ ડિવિઝનલ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ભારતને ધમરોળી નાખવાના આતંકી સંગઠનોનું ષડયંત્ર, હિટલિસ્ટ તૈયાર કરી 200 લોકોને ખતમ કરવાનો તૈયાર કર્યો એક્શન પ્લાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">