Surat: સુરતમાં માથાભારે ટોળકીનો માસ્ટર માઈન્ડ ઝડપાયો, 8 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા
લસ્સી ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાતા પોલીસને અન્ય ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે. લસ્સી ગેંગનો ઝડપાયેલા મુખ્ય સુત્રધાર પાસેથી પોલીસેને 8 જેટલા ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
Surat: સુરતના ડિંડોલી (Dindoli) અને લિંબાયત પોલીસ સ્ટેશન (Police station) વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓનો આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. આ મોસ્ટ વોન્ટેડ આરોપીને પાલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. લસ્સી ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાતા પોલીસને અન્ય ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે.
લસ્સી ગેંગનો ઝડપાયેલા મુખ્ય સુત્રધાર પાસેથી પોલીસને 8 જેટલા ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. લસ્સી ગેંગ દ્વારા મારમારી ઉપરાંત ધાકધમકી આપવી તેમજ અન્ય ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.
ગેંગનું વર્ચસ્વ જમાવવા ગુનાઓ આચરતા હતા
મળતી માહિતી અનુસાર આરોપી સલમાન ઉર્ફે સલમાન લસ્સી સલિમબેગ મિર્ઝા લિંબાયતના ઈસ્લામી ચોકનો રહેવાસી છે. જેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સલમાને લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં તેના સાગરિતો સાથે મળીને તેણે લસ્સી ગેંગ ઉભી કરી હતી. વર્ચસ્વ જમાવવા માટે આ લોકો અલગ અલગ પ્રકારના ગુનાઓ આચરતા હતા.
લસ્સી ગેંગ સામે 8 જેટલા ગુનાઓ નોધાયા હતા
લસ્સી ગેંગ દ્વારા લોકોને ધમકાવવા, કોઈને મોતને ઘાટ ઉતારવું કે પછી ગંભીર રીતે ઈજા પહોંચાડવી, મારામારી કરવી સહિતના ગુનાઓને આચરવામાં આવતા હતા. લિંબાયત અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આ ગેંગ સામે 8 જેટલા ગુનાઓ નોધાયા હતા. જેમાં સલમાન લસ્સી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. જો કે આખરે પોલીસના હાથે ઝડપાઈ જતાં. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં સતત ગુનાખોરીના કેસોમાં વધારો
સુરતમાં સતત ગુનાખોરીના કેસો વધી રહ્યા છે. ત્યારે માથાભારે ટોળકીના માસ્ટર માઈન્ડને ઝડપવા ઉપરાંત સુરત SOGએ શહેરમાં સાયકલોની ચોરી કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી 2 લાખથી વધુની કિમતની 42 સાયકલો જપ્ત કરી હતી. આ ઉપરાંત SOGને વધુ 5 ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. આમ, SOGને લસ્સી ગેંગનો ઝડપાયેલા મુખ્ય સત્રુધાર પાસેથી પોલીસેને 8 અને સાયકલ ગુનાના આરોપીઓ ઝડપાતા 5 ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો