AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પૈસાની લાલચમાં સાસરિયાઓનો પુત્રવધુ પર અત્યાચાર, પોલીસે પતિ સહિત બેની કરી ધરપકડ

13 જૂલાઇના રોજ પતિ વિરેન્દ્ર પત્ની ગોપીને મળવા માટે ઘરે પહોંચી ગયો અને કશુ બોલ્યા વગર જ મારામારી કરીને પત્નીનુ ગળુ દબાવી હત્યાનો (Murder Attempt) પ્રયાસ કર્યો હતો.

Ahmedabad: પૈસાની લાલચમાં સાસરિયાઓનો પુત્રવધુ પર અત્યાચાર, પોલીસે પતિ સહિત બેની કરી ધરપકડ
Police arrested the accused
Mihir Soni
| Edited By: | Updated on: Jul 15, 2022 | 8:35 PM
Share

Ahmedabad News : જાણીતા બિલ્ડરની (Builder) પુત્રી ગોપી પટેલએ પતિ વિરેન્દ્ર પટેલ, સસરા ગીરીશી અને સાસુ નિલાબેન સામે હત્યાનો પ્રયાસ, મારામારી, છેતરપિડી અને કાવતરુ ઘડવા અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે (Ahmedabad Police) હાલ લાલચુ પતિ અને સસરાની ધરપકડ કરી છે. જો ઘટનાની વિગતવાર વાત કરીએ તો લગ્ર જીવનના 12 વર્ષ દરમિયાન પતિ વિરેન્દ્ર  દ્વારા પત્ની ગોપીને શારિરિક અને માનિસક ત્રાસ આપી અત્યાચાર ગુજારવામાં આવતો હતો. એટલુ જ નહીં ગોપીને અવાર નવાર રૂમમાં પુરી દઈને માર મારતો હતો.

પૈસાની લાલચમાં સાસરિયાઓએ કર્યું કંઈક આવુ

પૈસાની લાલચમાં અંજાયેલા આ પતિએ પત્ની ગોપીનુ સ્ત્રીધન પણ છીનવી લીઘુ હતુ. તમને જણાવવુ રહ્યું કે, ગોપીને પોતાના બિલ્ડર પિતા પાસેથી પૈસાની ઉઘરાણી કરવા માટે દબાણ કરવામાં આવતુ હતુ. જેમાં નવો ઘંઘો શરૂ કરવાના બહાને વિરેન્દ્રએ આશરે ત્રણ કરોડ જેટલી રકમ મેળવી લઇને પરત ન કરી હેરાન કરતો હતો. એટલુ જ નહિ છેલ્લા એક વર્ષથી ગોપી પટેલ તેના પિતાના ઘરે રહે છે પરતુ અચાનક 13 જૂલાઇના રોજ પતિ વિરેન્દ્ર પત્ની ગોપીને મળવા માટે ઘરે પહોંચી ગયો અને કશુ બોલ્યા વગર જ મારામારી કરીને પત્નીનુ ગળુ દબાવી હત્યાનો(Murder Attempt) પ્રયાસ કર્યો હતો. જેને લઇને પત્નીએ વસ્ત્રાપુરુ પોલીસમાં (Vastrapur Police) ફરિયાદ કરતા પતિ અને સસરાની ધરપકડ કરવામાં આવી છે.

સુખી લગ્ન જીવનના સપનાને બદલે મળ્યો દગો!

માહિતી મુજબ ભોગબનાર ગોપીબેનના પિતા શાંતિભાઇ પટેલ જાણીતા બિલ્ડર છે અને કન્ટ્રક્શનના વ્યવસાય (Construction Business) સાથે જોડાયેલા છે. વર્ષ 2010માં ગોપીબેન અને વિરેન્દ્રના સમાજના રીત રીવાજ મુજબ લગ્ર થયા હતા. ગોપીબેન અને તેમનો પરિવાર ચુસ્ત સ્વામિનારાયણ ધર્મ પાળતા હતા, જેથી લગ્ન સમયે પતિએ આ અંગે બાંયેધરી આપી હતી. પરંતુ લગ્ર બાદ પતિ વિરેન્દ્રએ પત્નીની મરજી વિરુદ્ધ શરાબ અને શબાબની મજા માણતો હોવાનુ સામે આવ્યુ. જેને લઇ બંન્ને વચ્ચે ઝઘડો થતો હતો.

તેવામાં વર્ષ 2018માં પતિ વિરેન્દ્ર હાઇપ્રોફાઇલ લાઇ સ્ટાઇલના સપના બતાવી ઓસ્ટ્રેલિયા લઇ ગયો હતો. જ્યાં પણ પત્નીને માનસિક ત્રાસ અને રૂમમાં પુરી રાખી હેરાન કરતો હતો પરંતુ પિતાની મદદથી ગોપી વર્ષ 2020માં ભારત આવી ગઇ હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલા પતિએ બદલો લેવા ઇરાદે ભારત આવીને પત્નીને હત્યાનો પ્રયાસ કર્યો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે લગ્નના થોડાક મહિના પછી પતિ સાથે સાસુ-સસરાએ પણ પત્નીને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કરી દીધુ હતુ.

સાસરિયાઓએ આશરે ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા

જોકે સાસુ નીલાબેન દ્ધારા ઘર ખર્ચના પૈસા પુત્રવધુ ગોપી પાસે માંગતા હતા કે તારો પિતા બહુ મોટા બિલ્ડર છે તો પૈસા લઇને આવ. જેથી શરૂઆતમાં ગોપીબેન પિતા પાસેથી પૈસા લઇને ઘર ચલાવતી હતી.આવી જ રીતે લાલચુ સાસરિયાઓ દ્વારા પૈસાની માગ વઘતી ગઇને અને દર વર્ષે પૈસાની માંગણીઓ કરતા હતા. જો કે ગોપીબેનના પિતા પાસેથી આમ કરીને આશરે ત્રણ કરોડ રૂપિયા લાલચુ સાસરિયાઓ આપ્યા હતા. જે એક પણ પૈસા પરત કરવામાં આવ્યા નથી.

તો બીજી તરફ પોલીસ ગિરફતમાં રહેલ પતિ વિરેન્દ્ર પટેલ સાઇકો હોવાનુ પોલીસને જણાઈ રહ્યુ છે, ત્યારે સુખી લગ્ર જીવનના સપના જોઇને સાસરીયે જનાર ગોપીબેનને માનસિક ત્રાસ અને છેતરપિડી મળી. લાલચુ સાસરિયાઓને સજા મળે જે માટે યુવતીએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હાલ પોલીસે બે આરોપીની ધરપકડ કરીને સમગ્ર આક્ષેપની તપાસ શરૂ કરી છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">