આડા સંબંધની શંકાએ પરિવારનો માળો વિખાયો, પત્નીની હત્યા કરીને પતિએ કરી આત્મહત્યા, પાંચ વર્ષની દીકરીએ ગુમાવ્યો પરિવાર

આડા સંબંધોની શંકાએ એક હસતા પરિવારને વિખેરી નાખ્યો છે. અહીં એક પતિએ ગેરકાયદે સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી દીધી હતી. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી.

આડા સંબંધની શંકાએ પરિવારનો માળો વિખાયો, પત્નીની હત્યા કરીને પતિએ કરી આત્મહત્યા, પાંચ વર્ષની દીકરીએ ગુમાવ્યો પરિવાર
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 3:56 PM

બિહારના આરામાં આડા સંબંધોની શંકાએ એક હસતા પરિવારને વિખેરી નાખ્યો છે. અહીં એક પતિએ ગેરકાયદે સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી દીધી હતી. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અહીં ભોજપુર જિલ્લાના બધરા પોલીસ સ્ટેશન વિસ્તારના મણિછાપરા ગામમાં ગુરુવારે મોડી રાત્રે પતિએ પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પત્નીને ગોળી માર્યા બાદ યુવકે તેના માથામાં પણ ગોળી મારી હતી. જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, નજીકથી ગોળી માર્યા બાદ માથામાં ગોળી વાગતા પતિ-પત્ની બંનેના મોત થયા છે.

આ ઘટના બાદ મોતના કારણને લઈને વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. પત્નીની હત્યા કરીને પતિએ કેમ કર્યો આપઘાત? કે અન્ય કોઈએ બંનેની હત્યા કરી છે, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતકોએ 2013માં લગ્ન કર્યા હતા. તેમને પાંચ વર્ષની પુત્રી પણ છે. ઘટના અંગે મૃતકના મોટા ભાઈએ જણાવ્યું કે, તેના નાના ભાઈને તેની પત્ની પર કોઈ અન્ય સાથે ગેરકાયદેસર સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે બંને વચ્ચે દોઢ મહિનાથી ઝઘડો ચાલતો હતો. આ વિવાદને કારણે તેના નાના ભાઈએ પહેલા તેની પત્નીને ગોળી મારીને હત્યા કરી, પછી તેણે પોતાને પણ ગોળી મારી દીધી.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

શુક્રવારે સવારે જ્યારે બંને મોડે સુધી રૂમમાંથી બહાર ન નીકળ્યા ત્યારે પરિવારજનોએ લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યો અને અવાજ કર્યો. પરંતુ દરવાજો ન ખોલતાં દરવાજો તોડતાં બંને લોહીથી લથપથ પલંગ પર મૃત હાલતમાં પડેલા જોયા હતા. જે બાદ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. મહિલાના ભાઈએ જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે 20 દિવસ પહેલા પણ પારિવારિક વિવાદને લઈને ઝઘડો થયો હતો.

આ પણ વાંચો: MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્રમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: NID DAT Admit Card 2022: ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

g clip-path="url(#clip0_868_265)">