તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં સુરતમાં તસ્કરોએ કેવી રીતે તેલના ડબ્બાઓની કરી ચોરી

|

Apr 17, 2022 | 4:53 PM

સુરત (Surat) જિલ્લાના કામરેજના વાવ પાસે રાજેશ્વર રેસીડેન્સીમાં રહેતા અજયકુમાર રાજેન્દ્રભાઇ વસાવા ટેમ્પો ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને વાવથી 200 તેલના ડબ્બા લઇને કતારગામમાં આશીષ એન્ટરપ્રાઇઝમાં આપવાના હતા.

તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં સુરતમાં તસ્કરોએ કેવી રીતે તેલના ડબ્બાઓની કરી ચોરી
How the smugglers stole the cans of oil in Surat where the price of oil is constantly rising

Follow us on

સુરતના (SURAT) પાસોદરા ચોકડી પાસે 200 તેલના (OIL) ડબ્બા લઇને આવતા ડ્રાઇવરને બે એક્ટીવા ચાલકે ઊભો રખાવ્યો હતો. ટેમ્પોથી ગાયનું અકસ્માત થયું હોવાનું કહીને ડ્રાઇવરને ગાયની પાસે લઇ જવાના બહાને ગોળ-ગોળ ફેરવવામાં આવ્યો હતો. બે કલાક બાદ ડ્રાઇવર ટેમ્પો પાસે આવ્યો, ત્યારે 200 તેલના ડબ્બા ભરેલા ટેમ્પાની ચોરી થઇ ગઈ હતી. આ બાબતે બે અજાણ્યા સામે સરથાણા પોલીસમાં (POLICE) ફરિયાદ થઇ હતી.

સુરત જિલ્લાના કામરેજના વાવ પાસે રાજેશ્વર રેસીડેન્સીમાં રહેતા અજયકુમાર રાજેન્દ્રભાઇ વસાવા ટેમ્પો ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને વાવથી 200 તેલના ડબ્બા લઇને કતારગામમાં આશીષ એન્ટરપ્રાઇઝમાં આપવાના હતા. આ માટે તેઓ વાવ ગયા હતા. ત્યાંથી સનફ્લાવર તેલના 100 ડબ્બા અને પામ ઓઇલના 100 ડબ્બા ભરીને નવાગામ કામરેજ મહાદેવ એન્ટરપ્રાઇઝમાંથી કતારગામ આવી રહ્યા હતા. અજયકુમાર પાસોદરા ચોકડીથી લસકાણા કેનાલ રોડ ઉપર મંદબુધ્ધિ આશ્રમ પાસે પહોંચ્યા, ત્યારે બે અજાણ્યા ઇસમો તેમની પાસે આવ્યા હતા અને ગાયનું એક્સીડેન્ટ કર્યું હોવાનું કહીને ટેમ્પો ઊભો રખાવ્યો હતો.

અજયકુમારે એક્સીડેન્ટ થયાનું ના પાડીને ઇજાગ્રસ્ત ગાયને બતાવવા કહ્યું હતું. બંને અજયકુમારને એક્ટીવા પર બેસાડીને લઇ ગયા હતા. રસ્તામાં અજયકુમારે તેના કાકાને ઘટનાની જાણ કરવા ફોન કર્યો ત્યારે બંનેએ તેની પાસેથી ફોન લઇને સીમકાર્ડ કાઢી લીધા હતા. બે કલાક સુધી અજયકુમારને પાસોદરાના વિવિધ વિસ્તારોમાં ફેરવીને પાણી લેવા જઇએ છીએ કહીને ઉતારી દીધો હતો. ત્યારબાદ અજયકુમાર હાઇવે ઉપર ગયો હતો અને ત્યાંથી તેના મિત્રને ફોન કરીને બોલાવ્યો હતો. બંને ટેમ્પો જ્યાં હતો ત્યાં ગયા તો ત્યાં ટેમ્પો જ ન હતો. આ બાબતે તેઓએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે 4.58 લાખની કિંમતના 200 તેલના ડબ્બા તેમજ 2 લાખના ટેમ્પોની ચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

આ પણ વાંચો :Alia Bhatt Wedding: ‘મારી દીકરી જેવી છે…’, આલિયાની વિદાયમાં ડ્રાઈવર સુધીના લોકોના આંસુ છલકાયા, અભિનેત્રી સાથે છે નાનપણથી લગાવ

આ પણ વાંચો :કેનેડાના ટોરોન્ટોમાં મસ્જિદની બહાર ઉભેલા લોકો પર હુમલો, વાહનમાંથી હુમલાખોરોએ ચલાવી ગોળીઓ, ઓછામાં ઓછા પાંચ લોકો થયા ઘાયલ

Published On - 4:53 pm, Sun, 17 April 22

Next Article