Gandhinagar : સાંતેજમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાનો કેસ, પોલીસે 8 દિવસમાં 500 પેજની ચાર્જશીટ ફાઇલ કર્યાનો પ્રથમ કિસ્સો

Gandhinagar : સાંતેજમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાનો કેસ, પોલીસે 8 દિવસમાં 500 પેજની ચાર્જશીટ ફાઇલ કર્યાનો પ્રથમ કિસ્સો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 7:07 PM

બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસ મામલે ગાંધીનગર પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં 8 દિવસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે. જેમાં કોર્ટમાં 500 પેજની ચાર્જશીટ રજૂ કરાઇ છે.

ગાંધીનગરઃ સાંતેજમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસ મામલે ગાંધીનગર પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં 8 દિવસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે. જેમાં કોર્ટમાં 500 પેજની ચાર્જશીટ રજૂ કરાઇ છે. આ સાથે દેશમાં 8 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હોવાનો પહેલો કિસ્સો નોંધાયો છે.

શું છે સમગ્ર કેસ ?

આ અંગે પોલીસે જણાવ્યું છે કે, 5 નવેમ્બરે રાત્રે સાંતેજમાં શ્રમજીવી પરિવારની બાળકી પરિવાર સાથે સૂતી હતી ત્યારે અજાણ્યો શખ્સ બાળકીને લઈ ગયો હતો. જે બાદ બાળકીની લાશ મળી આવી હતી. અને પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે 3 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો. જેમાં બાળકી પર ઝડપાયેલા નરાધમે બળાત્કાર ગુજાર્યો તેની સ્પષ્ટતા થઈ ગઇ હતી.

મૂળ દાહોદનો અને મજૂરી કામ કરતો પરિવાર ખાત્રાજ ચોકડી પાસે રહેતો હતો, આ દરમિયાન ત્રણ વર્ષની બાળકી પણ તેમની સાથે સૂતી હતી ત્યારે આરોપી બાળકીનું અપહરણ કર્યું હતું. આ પછી આરોપીએ બાળકી પર બળાત્કાર કર્યો હોવાની શંકા છે અને તે પછી તેણે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો : ઊના ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કરી હળવી મજાક, એવું શું બોલ્યા સીએમ કે સૌ-કોઇ હસી પડયા

આ પણ વાંચો : ડ્રગ્સ વિરુદ્ધ મુંબઈ NCB એ કરી ફરી મોટી કાર્યવાહી, મહારાષ્ટ્રના નાંદેડમાં પકડાયો 1.1 ટન ગાંજો, જલગાંવમાં પણ 1500 કિલો ગાંજો જપ્ત

Published on: Nov 15, 2021 07:07 PM
g clip-path="url(#clip0_868_265)">