Gandhinagar : કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ગેંગની મહેસાણાથી કરી ધરપકડ

|

Jul 10, 2021 | 10:58 AM

કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસસ્થાને 2 જુલાઈની મોડી રાત્રે 8.51 લાખની ચોરી થઈ હતી. ત્યારે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચે ચોરીને અંજામ આપનાર ગેંગને મહેસાણાથી ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gandhinagar : કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ગેંગની મહેસાણાથી કરી ધરપકડ
Gandhinagar

Follow us on

ગાંધીનગર જિલ્લાના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના (Baldevji Thakor) બંગલામાં 8.51 લાખની ચોરી કરનાર ગેંગને ગાંધીનગર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી છે. આરોપીઓ વિરુધ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ સર્વેલન્સ (Technical Surveillance) તેમજ ઘરના CCTV ફુટેજની ચકાસણી હાથ ધરીને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સરસાવ ગામની સાત જણાની ગેંગને ઝડપીને ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે 2 જુલાઈની મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. MLA ના નિવાસસ્થાનમાંથી (Residence) તસ્કરોએ રોકડ, દાગીના સહીતના 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બળદેવજી ઠાકોરના ઘરેથી ચોરીમાં રોકડ, સોના ચાંદીના દાગીના ઉપરાંત ત્રણ LED લાઈટની પણ ચોરી કરી હોવાની વિગત સામે આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ક્રાઇમ બ્રાંચે ગેંગની મહેસાણાથી કરી ઘરપકડ

કોંગ્રેસના ધારાસભ્યના ઘરે થયેલી ચોરીને પોલીસે ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા પોલીસ વડાએ ગંભીર ગુનાના ભેદ ઉકેલનાર ક્રાઇમ બ્રાંચના (Crime Branch) ઇન્સ્પેકટર હરદીપસિંહ ઝાલાને આ કામગીરીની તપાસ સોંપવામાં આવી હતી. જે અન્વયે ઇન્સ્પેકટરે પોતાની ટીમ સાથે કલોલમાં તપાસ કરીને ચોરીની ઘટનાનો તાગ મેળવ્યો હતો.

આ ટીમ દ્વારા ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસી હ્યુમન ઈન્ટેલિજન્સને પણ એક્ટિવ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન ખૂટતી કડીઓને એકસાથે જોડતા, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સરસાવ ગામની ગેંગ દ્વારા આ ચોરીને અંજામ આપ્યું સામે આવ્યું હતું.

પોલીસે હાલ આરોપી પાસેથ ત્રણ LED ટીવી, મોબાઈલ ફોન રીક્ષા તેમજ ચોરી કરેલા કપડા સહિતનો મુદામાલ જપ્ત કરીને આરોપીના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ ગેંગના મુખ્ય આરોપી વિષ્ણુજી ઠાકોર વિરુદ્ધ અગાઉ કડી અને વિજાપુર પોલીસ મથકમાં (Police Station) બે ગુના નોંધાયેલા છે જ્યારે ભોલાજી ઠાકોર વિરુદ્ધ લાગણજમાં બે તેમજ નંદાસણ પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે.

 

આ પણ વાંચો : Ahmedabad Rathyatra 2021: નાથનાં નેત્રોત્સવની વિધિ પૂર્ણ, વિધાનસભાનાં અધ્યક્ષ સહિત મહાનુભાવો અને ભક્તો જોડાયા

Next Article