હલ્દીરામ કંપનીના MD સહિત ચાર લોકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ, નબળી ગુણવત્તાનું મળ્યું હતું નમકીન

|

Apr 20, 2022 | 4:48 PM

હલ્દીરામ કંપનીના (Haldiram Company) મેનેજિંગ ડિરેક્ટર સહિત ચાર લોકો સામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ ચાર લોકો સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

હલ્દીરામ કંપનીના MD સહિત ચાર લોકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ, નબળી ગુણવત્તાનું મળ્યું હતું નમકીન
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ઉત્તર પ્રદેશના બરેલીમાં (Bareilly) હલ્દીરામ કંપનીના (Haldiram Company) મેનેજિંગ ડિરેક્ટર સહિત ચાર લોકો સામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ ચાર લોકો સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. નમકીનની ગુણવત્તા યોગ્ય ન હોવાના કારણે હલ્દીરામ કંપનીએ શ્રુતિ ટ્રેડર્સ કંપનીની માલિક પાસેથી માલ પાછો લીધો હતો પરંતુ પૈસા પાછા આપ્યા ન હતા. શ્રુતિ ટ્રેડર્સ કંપનીના માલિકને ધમકી પણ આપવામાં આવી હતી, તેમને આ સમગ્ર મામલાની ફરિયાદ બરેલીના એસએસપીને કરી હતી અને એસએસપીના આદેશ પર હલ્દીરામ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને એમડી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. કેસ નોંધ્યા બાદ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

બરેલીના પવન બિહારમાં રહેતી પ્રીતિ ગુપ્તાએ જણાવ્યું કે, હું શ્રુતિ ટ્રેડર્સ નામની કંપની ચલાવું છું અને મેં હલ્દીરામ કંપનીના એમડી અશોક અગ્રવાલ પાસેથી સુપર નમકીન ખરીદવાની વાત કરી હતી. અને કંપનીના ખાતામાં 2,74,008 જમા કરાવ્યા બાદ RTGS દ્વારા કંપનીના ખાતામાં ત્રણ લાખ રૂપિયા જમા કરાવ્યાની વાત થઇ હતી. જે બાદ કંપની પર 25,959 રૂપિયા બાકી રહ્યા હતા. જ્યારે હલ્દીરામ કંપનીએ નમકીનને મોકલ્યો ત્યારે નમકીનના પેકેટની તપાસ કરવામાં આવી તો તેની ગુણવત્તા સારી ન હતી.

કંપનીએ પૂરા પૈસા પરત કર્યા ન હતા

હલ્દીરામ કંપનીએ જે નમકીન પરત લીધા તેની કિંમત 18,6127 રૂપિયા હતી પરંતુ કંપનીના એમડીએ માલ પરત કર્યો અને પૈસા પરત કર્યા ન હતા. શ્રુતિ ટ્રેડર્સના માલિક પ્રીતિએ જણાવ્યું છે કે, હલ્દીરામની કંપનીમાં 25,0086 રૂપિયા નીકળતા હતા, જ્યારે તેણે પૈસા માંગ્યા ત્યારે કંપનીના એમડીએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. કંપનીને અનેક વખત નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ તેઓએ પૈસા પરત કર્યા ન હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શ્રુતિ ટ્રેડર્સના માલિકે બરેલીના એસએસપી રોહિત સિંહને હલ્દીરામ કંપનીની છેતરપિંડીની ફરિયાદ કરી હતી અને એસએસપી બરેલીએ ફરિયાદની નોંધ લીધી હતી અને કંપનીના એમડી સહિત ચાર લોકો સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. હાલ હલ્દીરામ કંપનીના એમડી અને ડાયરેક્ટર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: શિક્ષકનો સેવાયજ્ઞ : આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડનાર દીકરીઓને ઘરે ઘરે જઈ આપી રહ્યા છે શિક્ષણ

આ પણ વાંચો: દુબઇ અને અબુધાબીમાં નોકરી કરવાનું તમારું સપનું થશે સાકાર, વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article