Kutch : મીઠાના નામે લવાયું ઝેર ! DRIએ ઓપરેશન ‘નમકીન’ હેઠળ 500 કરોડનું 52 કિલો કોકેઇન ઝડપ્યું

|

May 27, 2022 | 7:30 AM

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાતી કન્સાઈનમેન્ટમાંથી 52 કિલો કોકેઈન (Cocaine) રીકવર કર્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 500 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

Kutch : મીઠાના નામે લવાયું ઝેર ! DRIએ ઓપરેશન નમકીન હેઠળ 500 કરોડનું 52 કિલો કોકેઇન ઝડપ્યું
DRI seizes cocaine worth Rs 500 crore under Operation 'Namkeen'

Follow us on

કચ્છમાં (Kutch) DRIએ ઓપરેશન નમકીન હેઠળ 500 કરોડનું કોકેઇન (Cocaine) ઝડપ્યું છે. એક કન્ટેનરની તપાસમાં 500 કરોડ રૂપિયાની કિંમતનું 52 કિલો કોકેઇન મળી આવ્યું છે. આ અંગેની જાણ થતાની સાથે જ DRI વિભાગે કાર્યવાહી કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ કન્ટેનર દુબઈથી મુન્દ્રા પોર્ટ (Mundra port) પર આવ્યું હતું, કન્ટેનરમાં સોલ્ટની આડમાં કોકેઈન છુપાવીને લાવવામાં આવ્યું હતું. આ તરફ કોકેઇનના સેમ્પલ પરીક્ષણ માટે FSLમાં મોકલાયા છે. કંસાઈનમેન્ટમાં 1000 મીઠાની થેલીઓ હોવાનું જાહેર કરાયું હતું. ફોરેન્સિક તપાસમાં મીઠાની થેલીમાં કોકોઈન હોવાનું સામે આવ્યું હતું. 24 તારીખથી આ કન્સાઈમેન્ટની તપાસ કરાઈ રહી હતી. ત્રણ દિવસના અંતે ઓપરેશન નમકીન સફળ થયું હતું.

મીઠાની આડમાં કોકેઇનની સ્મગલિંગ

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાતી કન્સાઈનમેન્ટમાંથી 52 કિલો કોકેઈન રીકવર કર્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 500 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. ડેટા વિશ્લેષણ અને ફિલ્ડ સર્વેલન્સના આધારે, DRIને મળેલી ગુપ્ત માહિતી હતી કે ઈરાનથી આયાત કરવામાં આવતા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની સંભાવના છે. માદક દ્રવ્યોને અટકાવવા માટે, ડીઆરઆઈ દ્વારા “ઓપરેશન નમકીન” શરૂ કરવામાં આવ્યું હતું અને એક કન્સાઈનમેન્ટ, જેમાં 25 એમટીના કુલ વજનવાળા સામાન્ય મીઠાની 1000 થેલીઓ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જે ઈરાનથી મુન્દ્રા બંદર પર આયાત કરવામાં આવ્યું હતું, તેની વિગતવાર તપાસ કરાઇ હતી.

ગુપ્ત માહિતીના આધાર પર DRI કાર્યવાહી

DRIને મળેલી ગુપ્ત માહિતીના આધારે, માલસામાનની તપાસ ત્રણ સતત દિવસ સુધી કરવામાં આવી હતી. 24 મેથી 26 મે 2022 સુધી તપાસ દરમિયાન, કેટલીક બેગ શંકાસ્પદ હોવાનું જણાયું હતું, જેમાં બેગમાં વિશિષ્ટ ગંધ ધરાવતો પાવડર સ્વરૂપનો પદાર્થ મળી આવ્યો હતો. તે શંકાસ્પદ બેગમાંથી નમૂના લેવામાં આવ્યા હતા અને ગુજરાત સરકારના ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટના અધિકારીઓ દ્વારા પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમણે આ નમુનાઓમાં કોકેઈનની હાજરીનો અહેવાલ આપ્યો છે. ડીઆરઆઈ દ્વારા અત્યાર સુધીમાં 52 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ તપાસ અને જપ્તીની કાર્યવાહી ચાલુ છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ આયાત માલસામાનમાં સામેલ વિવિધ વ્યક્તિઓની ભૂમિકાની પણ ડીઆરઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ 2021-22માં, સમગ્ર દેશમાં આ કામગીરી દરમિયાન, DRI એ 321 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજારમાં રૂ. 3200 કરોડ થાય છે. છેલ્લા એક મહિનામાં, ડીઆરઆઈએ કંડલા પોર્ટ પર જીપ્સમ પાવડરના કોમર્શિયલ આયાત કન્સાઈનમેન્ટમાંથી 205 કિલો હેરોઈનની રિકવરી, પીપાવાવ બંદર પર હેરોઈન સાથે 395 કિલો થ્રેડ-લેસડ, એર એટ 62 કિલો હેરોઈન સહિત કેટલીક નોંધપાત્ર કામગીરી કરી છે.

આ ઉપરાંત ભારતમાં અત્યાર સુધી ઝડપાયેલ સૌથી મોટા 21000 કરોડના ડ્રગ્સ કેસમાં પણ DRI ની અસરકારક કામગીરી રહી છે. DRI આવા અપરાધોના ગુનેગારો સામે તેની અવિરત કાર્યવાહી ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

 

Next Article