Disha encounter case: દિશા એનકાઉન્ટર મામલે આજે સુનાવણી, તેલંગણા સરકાર સુપ્રીમ કોર્ટની નિયુક્ત પેનલને આપશે પુરાવા
12 ડિસેમ્બર, 2019 ના રોજ, દિશાના બળાત્કાર અને હત્યાના ચાર આરોપીઓએ કથિત રીતે પોલીસ કસ્ટડીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો
Disha encounter case: હૈદરાબાદમાં એક મહિલા પશુ ડોક્ટરની ગેંગરેપ અને હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓની એન્કાઉન્ટર હત્યાની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિશન કરી રહ્યું છે. સાથે જ 21 ઓગસ્ટે કોર્ટે તેલંગાણા સરકારને પુરાવા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સરકારને તેલંગણા હાઈકોર્ટમાં પંચના પરિસરમાં તેના પુરાવા રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે, જ્યાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ વી.એસ. સિરપુરકર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુઅલ રીતે સુનાવણી હાથ ધરશે. પંચે કહ્યું કે તે 26, 27, 28 ઓગસ્ટના રોજ 18 સાક્ષીઓની તપાસ કરશે.
જો કે, 12 ડિસેમ્બર, 2019 ના રોજ, દિશાના બળાત્કાર અને હત્યાના ચાર આરોપીઓએ કથિત રીતે પોલીસ કસ્ટડીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે પોલીસ રંગા રેડ્ડી જિલ્લાના ચટનપલ્લી ખાતે ગુનાના સ્થળને રિક્રિએટ રહી હતી. દરમિયાન, ગુનેગારોને રોકવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં ચારેયના મોત થયા હતા.
તે જ સમયે, આ એન્કાઉન્ટરની તપાસ કરનાર પંચનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ વી.એસ. સિરપુરકર કરે છે અને તેમાં બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ આરપી સોંડુરબલ્ડોટા અને સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર ડી.આર. કાર્તિકેયનનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે પેનલને તપાસ માટે છ મહિનાનો સમય આપ્યો હતો.
સામાન્ય લોકો તરફથી કુલ 1333 સોગંદનામા ગુરુવારે અહીં એક નિવેદનમાં કમિશને કહ્યું કે તેની તપાસના ભાગરૂપે, “સામાન્ય લોકો પાસેથી કુલ 1333 સોગંદનામા અને પોલીસ અને સરકારી અધિકારીઓ, સાક્ષીઓ, ડોકટરો તરફથી 103 સોગંદનામાઓ પ્રાપ્ત થયા છે.” એસઆઈટી તપાસ, કોલ ડેટા રેકોર્ડિંગ (CDR), મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક અને બેલિસ્ટિક રિપોર્ટ અને અન્ય રેકોર્ડ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં થઈ ચૂકી છે 16 વર્ચ્યુઅલ સુનાવણીઓ તે જ સમયે, આ બાબતે, પંચે અત્યાર સુધીમાં 16 વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરી છે અને ઘટનામાં સામેલ પોલીસ અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી 24 અરજીઓ પર આદેશો પસાર કર્યા છે. પંચે કહ્યું કે કેસની ગંભીરતા અને પુરાવાઓની સંવેદનશીલ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પેનલનો અભિપ્રાય છે કે સાક્ષીઓની શારીરિક હાજરી સાથે તપાસ થવી જોઈએ. જો કે, કોવિડ -19 એ હૈદરાબાદમાં શારીરિક સુનાવણી મુશ્કેલ બનાવી છે.
આ પણ વાંચો: Video : નાના ભાઈ-બહેનની જોડીએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ખુશ !
આ પણ વાંચો: Viral Video : એક વ્યક્તિ રેલવે ટ્રેક પર બેહોશ થઈને પડી ગયો, પછી જે થયુ એ જોઈને તમે પણ થઈ જશો આશ્વર્યચકિત !