પોર્ન સર્ચિંગમાં ભારતના આ 3 શહેરો ટોપ પર, સાઇબર પોલીસે નજર રાખવાની કરી શરૂઆત

વૃદ્ધો પણ પોર્ન જોવાનો શોખ ધરાવે છે. ખાસ કરીને પોર્ન સાઇટ્સ પર અલગ અલગ જાહેરાત આપીને વૃદ્ધોને ઠગવાની ઘટનાઓ પણ ઘણી નોંધાઇ છે.

પોર્ન સર્ચિંગમાં ભારતના આ 3 શહેરો ટોપ પર, સાઇબર પોલીસે નજર રાખવાની કરી શરૂઆત
Pune, Nagpur and Nashik are at the top in porn searching

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી પોર્ન સાઇટ્સ (Porn Sites) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આમાં લગભગ 850 જેટલી પોર્ન સાઇટ્સ સામેલ છે. પ્રતિબંધ હોવા છતાં પોર્ન શોખીનોએ તેને જોવાનું બંધ નથી કર્યુ. જો પોર્ન સર્ચિંગને લઇને મહારાષ્ટ્રની (Maharashtra) વાત કરીએ તો એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ગુગલ પોર્ન સર્ચિંગમાં મહારાષ્ટ્રના ત્રણ શહેરો ટોપ પર છે. જેમાં પૂણે, (Pune) નાસિક (Nashik) અને નાગપુર (Nagpur) સામેલ છે. પહેલા નંબર પર પૂણે, બીજા નંબર પર નાસિક અને ત્રીજા નંબર પર નાગપુરનું નામ છે.

 

મહિલાઓ અને વૃદ્ધોને પણ પોર્ન જોવાનો શોખ છે.

કૉલેજમાં ભણતા છોકરા-છોકરીઓ સિવાય મહિલાઓ પણ પોર્નની શોખીન છે. મોટા પ્રમાણમાં મહિલાઓ પણ ગુગલ પર પોર્ન સર્ચ કરે છે. આ સિવાય મળતી માહિતી અનુસાર, વૃદ્ધો પણ પોર્ન જોવાનો શોખ ધરાવે છે. ખાસ કરીને પોર્ન સાઇટ્સ પર અલગ અલગ જાહેરાત આપીને વૃદ્ધોને ઠગવાની ઘટનાઓ પણ ઘણી નોંધાઇ છે. ‘સુંદર મહિલાઓ સાથે દોસ્તી કરો, ફક્ત 1000 રૂપિયામાં’ આ પ્રકારની લિંક્સ અને મેસેજ મોકલીને વૃદ્ધોને ઠગવામાં આવે છે.

પોર્ન વ્યૂવર્સની સંખ્યામાં ચાર ગણો વધારો

અશ્લીલ ફિલ્મો જોવા વાળા અને પોર્ન સાઇટ્સ પર જવા વાળા લોકોની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે. આ વ્યૂવર્સમાં સ્કૂલ-કૉલેજમાં જનાર વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધો પણ સામેલ છે. હવે સાઇબર પોલીસ નવા ટ્રેન્ડ પર નજર રાખવાની શરૂઆત કરી ચૂકી છે. પોર્ન સર્ચિંગ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી તેને શેયર કરવા પર ભારતીય દંડ સંહિતા (IPC) ના 149, આઇટી એક્ટના સેક્શન 67 (A,B) અંતર્ગત કેસ નોંધવાની શરૂઆત કરી દીધી છે.

પ્રતિબંધની કોઇ અસર નહી

મળતી માહિતી અનુસાર, પોર્ન સાઇટ પર પ્રતિબંધ હોવા છતાં જાન્યુઆરી 2020 માં પોર્ન હબ દ્વારા જાહેર કરવામાં આવેલા લીસ્ટ પ્રમાણે ભારત પોર્ન સર્ચિંગમાં પહેલા નંબર પર હતો. ભારતમાં જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો પૂણે, નાગપુર અને નાસિકનમાં સૌથી વધુ પોર્ન સર્ચ કરવામાં આવે છે.

કોરોના કાળમાં પોર્ન જોનારાઓની સંખ્યા વધી

કોરોના કાળમાં લૉકડાઉન, પ્રતિબંધો અને વર્ક ફ્રોમ હોમના કારણે લોકો પોતાનો મોટેભાગનો સમય ઘરે જ વિતાવી રહ્યા છે. તેવામાં મોટા પ્રમાણમાં લોકો આ સાઇટ્સ તરફ વળી ચૂક્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં જ પોર્ન જોનારાઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે.

 

આ પણ વાંચો – તાજ મહેલ કરતા ત્રણ ગણા મોટો આકાર, 8 KM પ્રતિ સેકન્ડની ઝડપ, પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે એસ્ટરોઇડ

આ પણ વાંચો – Amul Franchisee Registration: ફક્ત દૂધ વેચીને કરો અઢળક કમાણી, આ રીતે શરૂ કરો અમૂલ સાથે Business

Click on your DTH Provider to Add TV9 Gujarati