AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: પત્નીના રંગરેલીયા જોવા કરતા ડોક્ટર પતિએ કર્યું મોતને વ્હાલુ, સાસુ પણ આપતી હતી દીકરીને સાથ

ડૉ. શુભાંગીની માતા એટલે કે ડૉ. અવિનાશની સાસુ પણ અવિનાશ પર દબાણ કરી રહી હતી કે તે શુભાંગી અને તેના પ્રેમી વચ્ચે ન આવે.

Crime News: પત્નીના રંગરેલીયા જોવા કરતા ડોક્ટર પતિએ કર્યું મોતને વ્હાલુ, સાસુ પણ આપતી હતી દીકરીને સાથ
Suicide of a doctor in Titwala, Maharashtra (પ્રતિકાત્મક તસ્વીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 12:03 PM
Share

Crime:મુંબઈ (Mumbai) ને અડીને આવેલા ટિટવાલા માં ડોક્ટરની આત્મહત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે (suicide of a doctor in Titwala). ડૉ. અવિનાશ દેશમુખ (32)એ 12 નવેમ્બરે તેમના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. ટીટવાલા પોલીસે (Titwala Police) આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસ સમક્ષ આત્મહત્યા માટે ઉશ્કેરવાના ચોંકાવનારા કારણો સામે આવ્યા હતા.તપાસમાં સામે આવ્યું હતું કે આત્મહત્યા કરનાર ડોક્ટરની પત્ની અને તેની માતા તેના લગ્નેતર અને અનૈતિક સંબંધોને માન્યતા આપવા માટે ડોક્ટર પર દબાણ કરી રહ્યા હતા. પત્ની પોતે પણ ડોક્ટર છે.

મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લામાં, ટિટવાલા પૂર્વમાં ડૉ. અવિનાશ દેશમુખ સાથે તેમની ડૉક્ટર પત્ની અને બે પુત્રો સાથે રહેતા હતા. નારાયણ રોડની મોહન હાઇટ્સ બિલ્ડીંગમાં રહેતા ડો.અવિનાશ દેશમુખનું ઇન્દિરા નગર વિસ્તારમાં ક્લિનિક છે. અહીં આવીને તે પોતાની પ્રેક્ટિસ કરતા હતા. અવિનાશની પત્ની ડૉ.શુભાંગી દેશમુખે તેના મામાના દીકરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ડૉ.અવિનાશ આ સંબંધ વિશે જાણતા હતા.

શુભાંગી દેશમુખ ડો. અવિનાશ દેશમુખને તેના અને તેના મામાના છોકરા  વચ્ચેના અનૈતિક સંબંધને સ્વીકારવા માટે આગ્રહ કરી રહી હતી. ચોંકાવનારી વાત એ છે કે ડૉ. શુભાંગીની માતા એટલે કે ડૉ. અવિનાશની સાસુ પણ અવિનાશ પર દબાણ કરી રહી હતી કે તે શુભાંગી અને તેના પ્રેમી વચ્ચે ન આવે. સાસુ ડૉ.અવિનાશને સમજાવી રહી હતી કે તેણે તેની પત્નીના લગ્નેતર સંબંધ વિશે લાગણીશીલ ન થવું અને તેના વિશે વધુ વિચારવું નહીં.

આ સિવાય ડૉ. શુભાંગી તેના સાસુ-સસરા એટલે કે અવિનાશના માતા-પિતા સાથે રહેવા માટે પણ તૈયાર ન હતી. તે તેના સાસરિયાઓથી દૂર જવા માંગતી હતી અને ડૉ. અવિનાશ પાસેથી અલગ ઘર મેળવવાનો આગ્રહ રાખતી હતી. ડૉ. અવિનાશ આ બધી બાબતોને કારણે ખૂબ જ તણાવમાં રહેતો હતો. અંતે 12 નવેમ્બરે તેણે પોતાના ઘરના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો: IPL 2022 Retention: રવિન્દ્ર જાડેજા પર CSK ની ધન વર્ષા, માલા-માલ થયેલા ખેલાડીઓની લીસ્ટ, જુઓ

આ પણ વાંચો: Harassment in Australian Parliament : મહિલાઓ માટે ‘હોન્ટેડ હાઉસ’ બની ઓસ્ટ્રેલીયાની સંસદ, 63% સાંસદો સાથે થયું યૌન શોષણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">