પૈસા કમાવવાની એવી તે કેવી હોળ ! પોતાના જ અંગત પળોનો વીડિયો બનાવી પૈસા કમાતુ હતુ દંપતી, પોલીસે ઝડપ્યા
આજકાલ લોકો પૈસા કમાવવા માટે કેવું કેવું કરે છે તે જાણીને તમે પણ ચોંકી જશો. તમે સાંભળ્યું હશે કે લોકો પૈસા કમાવવા ચોરી કરે છે પણ અહી સામે આવેલા કિસ્સામાં દંપતી પોતાના પ્રાઈવેટ વીડિયોને જાતે જ રેકોર્ડ કરીને ઓનલાઈન શેર કરી પૈસા કમાતા હતા.

હૈદરાબાદના અંબરપેટમાં એવી ઘટના સામે આવી છે કે જે જાણીને તમારુ લોહી ઉકળી જશે. આજકાલ લોકો પૈસા કમાવવા માટે કેવું કેવું કરે છે તે જાણીને તમે પણ ચોંકી જશો. તમે સાંભળ્યું હશે કે લોકો પૈસા કમાવવા ચોરી કરે છે પણ અહી સામે આવેલા કિસ્સામાં દંપતી પોતાના પ્રાઈવેટ વીડિયોને જાતે જ રેકોર્ડ કરીને ઓનલાઈન શેર કરી પૈસા કમાતા હતા.
પૈસા કમાવવા પ્રાઈવેટ વીડિયો બનાવ્યા
દંપતીએ તેમના ઘરની છતનો ઉપયોગ કરીને તેમના અંગત વીડિયો બનાવતા હતા જે બાદ ઓનલાઈન અપલોડ કરીને પૈસા કમાતા હતા. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ સાથે, ટાસ્ક ફોર્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દંપતી જ્યાં રહેતા હતા તે ઘર પર દરોડો પાડ્યો. તેમણે વીડિયો બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કેમેરા અને સાધનો જપ્ત કર્યા અને અંબરપેટ પોલીસને સોંપી દીધા.
પૈસા લઈ ગંદા વીડિયો બતાવતા
પોલીસના જણાવ્યા અનુસાર, તે રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરતો હતો. હવે તેણે આ ગંદા ધંધા વિશે ખુલાસો કર્યો છે કારણ કે તેને તેનાથી વધુ પૈસા મળતા ન હતા. છેલ્લા ચાર મહિનાથી તેણે એક ધંધો શરૂ કર્યો છે જેમાં તે તેની પત્નીના ખાનગી વીડિયો કેમેરામાં રેકોર્ડ કરી તેને ઓનલાઈન શેર કરી દેતો. તેણે અને તેની પત્નીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર લાઈવ સ્ટ્રીમિંગ પણ શરૂ કર્યું હતુ. તેમજ તે વીડિયો જોનારાને 2000 રૂપિયા માંગી બીજા વીડિયો મોકલતો હતો. આ સાથે તેણે એવી વ્યવસ્થા કરી છે કે ફક્ત પૈસા ચૂકવનારા લોકો જ આ વીડિયો જોઈ શકે, સામાન્ય લોકો નહીં.
પોલીસે કરી અટકાયત
પોલીસના જણાવ્યા અનુસાર તેમને બે બાળકો પણ છે. દીકરો બી.ટેકનો અભ્યાસ કરી રહ્યો છે જ્યારે દીકરી 11 કે 12નો અભ્યાસ કરી રહી છે. જોકે, પોલીસ કહે છે કે બાળકોને ખબર નથી કે તેમના માતા-પિતા આ ધંધો કરી રહ્યા છે. જ્યારે ટાસ્ક ફોર્સને સ્થાનિક લોકો દ્વારા ખબર પડી કે તેઓ જે વીડિયો બનાવી ધંધો કરી રહ્યા છે, ત્યારે પોલીસે તેમના પર એક્શ લીધો અને તમામ વસ્તુઓ જેનાથી વીડિયો રેકોર્ડ કરતા હતા તે જપ્ત કરી લીધા છે .
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.