ACBના દરોડા પડતા ભ્રષ્ટ મામલતદારે 500-500ની નોટના બંડલ ગેસ ઉપર સળગાવ્યા

એન્ટી કરપ્શન બ્યુરોએ (ACB ) સ્થાનિક પોલીસને સાથે રાખીને ભ્રષ્ટ મામલતદારના ઘરે દરોડા પાડ્યા હતા. પરંતુ ભ્રષ્ટ મામલતદારે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દિધો હતો. પિંડવાડાના ભ્રષ્ટ મામલતદાર અને તેની પત્નિએ, ગેસના સ્ટવ ઉપર રૂપિયા 500ની ચલણી નોટના બંડલો સળગાવી નાખ્યા હતા

| Updated on: Mar 26, 2021 | 11:09 AM

એન્ટી કરપ્શન બ્યુરો (ACB )એ ભ્રષ્ટ મામલતદારને ત્યાં દરોડા પાડતા, ભ્રષ્ટાચારી મામલતદારે ઘર અંદરથી બંધ કરીને, લાંચના પૂરાવાઓ અને રોકડ રકમ સળગાવી નાખી હતી. એન્ટી કરપ્શન બ્યુરોને રાજસ્થાનના પાલી સ્થિત પિંડવાડાના મામલતદાર કલ્પેશ જૈન વિરુધ્ધ ભ્રષ્ટાચારની અનેક ફરીયાદ મળી હતી. આ ફરિયાદના અનુસંધાને, એન્ટી કરપ્શન બ્યુરોએ, પિંડવાડાના મામલતદાર કલ્પેશ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા.

એન્ટી કરપ્શન બ્યુરોએ, સ્થાનિક પોલીસને સાથે રાખીને ભ્રષ્ટ મામલતદારના ઘરે દરોડા પાડ્યા હતા. પરંતુ ભ્રષ્ટ મામલતદારે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દિધો હતો. અને પોલીસ તેમજ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓને ઘરમાં પ્રવેશતા રોક્યા હતા. આ દરમિયાન ભ્રષ્ટ મામલતદારે પત્નિની સાથે મળીને, ઘરમાં રહેલા લાંચના લાખ્ખો રૂપિયાને સળગાવીને નાશ કર્યા હતા.

પિંડવાડાના ભ્રષ્ટ મામલતદાર અને તેની પત્નિએ, ગેસના સ્ટવ ઉપર રૂપિયા 500ની ચલણી નોટના બંડલો સળગાવી નાખ્યા હતા. એક પછી એક ચલણી નોટનું બંડલ ગેસના સ્ટવ ઉપર સળગાવ્યા હતા. જેમાં કુલ 10 લાખની રકમ સળગાવી હોવાનું સામે આવ્યુ છે. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ ભ્રષ્ટ મામલતદારના ઘરના દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે  મામલતદાર અને એક મહિલા ગેસના સ્ટવ ઉપર ચલણી નોટ બાળતા હોવાનું સ્પષ્ટ જણાય છે.

આખરે પોલીસે કટરની મદદથી ભ્રષ્ટ મામલતદારના ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો અને એસીબીના અધિકારીઓ સાથે ઘરમાં પ્રવેશીને, સર્ચ કરી હતી. આ મામલતદારના ઘરમાંથી, એસીબીના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યા હોવાના દસ્તાવેજી પુરાવાઓ, સ્થિર અને અસ્થિર સંપતિના દસ્તાવેજો, બેંકના દસ્તાવેજ વગેરે મળી આવતા જપ્ત કર્યા છે. મામલતદાર સામે ભ્રષ્ટાચાર નિવારણની વિવિઘ કલમ હેઠળ ગુન્હા દાખલ કર્યા છે. તો  પોલીસે સરકારી કામગીરીમાં દખલ કરવા અંગે ગુન્હો નોંધ્યો છે.

રેવન્યુ ઈન્સ્પેકટરને, એક લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ રંગે હાથે ઝડપ્યો હતો. જેની પુછપરછમાં ભ્રષ્ટાચારના તાર, મામલતદાર સુધી પહોચ્યા હતા. જેના આધારે એન્ટી કરપ્શન બ્યુરો અને પોલીસે સંયુક્ત રીતે ભ્રષ્ટ મામલતદારને ત્યાં દરોડા પાડીને કરોડોની બેનંબરની મિલ્કત શોધી કાઢી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">