6 વર્ષની સગીર બાળકી પર બળાત્કારના કેસમાં દોષિતને 10 વર્ષની જેલ, કોર્ટે દંડ પણ ફટકાર્યો

જાજપુર જિલ્લામાં 6 વર્ષ પહેલા સગીર છોકરી પર બળાત્કાર કરવા બદલ એક સ્થાનિક કોર્ટે ગુરુવારે એક વ્યક્તિને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી

6 વર્ષની સગીર બાળકી પર બળાત્કારના કેસમાં દોષિતને 10 વર્ષની જેલ, કોર્ટે દંડ પણ ફટકાર્યો
પ્રતિકાત્મક તસવીર

ઓડિશાના જાજપુર જિલ્લામાં 6 વર્ષ પહેલા સગીર છોકરી પર બળાત્કાર કરવા બદલ એક સ્થાનિક કોર્ટે ગુરુવારે એક વ્યક્તિને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. જાજપુરના અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જ્ઞાનેન્દ્ર બારિકે ચુકાદો આપતી વખતે જયસિંગડા ગામના અમરેશ પાંડા (30) ને IPCની કલમ 376 (2) અને કલમ 511 હેઠળ સજા ફટકારી હતી. કોર્ટે પાંડાને 20,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સરકારી વકીલે કહ્યું કે, સુનાવણી દરમિયાન 15 સાક્ષીઓની તપાસના આધારે ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.

એક મહિના પહેલા, ઓડિશાના નયાગઢથી માનવતાને શરમાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ ગામમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના મામલે 22 વર્ષીય આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી સાગર દલાઈની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. યુવતી 12 જૂને તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી.

પરિવારે તે જ દિવસે બાનીગોચા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જ્યારે ચાર દિવસ બાદ તેનો મૃતદેહ ગામ નજીકથી મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, જે ગામમાં આ ઘટના બની હતી ત્યાં માત્ર 10 મકાનો છે. પૂછપરછમાં આરોપીએ સગીર છોકરી પર બળાત્કાર અને હત્યા કર્યાની કબૂલાત કરી હતી. થોડા જ સમયમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, હત્યા પાછળનો હેતુ જાતીય સતામણીનો હતો.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રેસલર બજરંગ પૂનિયાએ જીતી બીજી મેચ,ઇરાનના પહેલવાનને આપી મ્હાત,પહોંચ્યા સેમીફાઇનલમાં, રોમાંચક મુકાબલા બાદ ભારતીય મહિલા હૉકી ટીમની હાર, પણ બ્રિટેનને આપી જોરદાર ટક્કર

આ પણ વાંચો: Women’s Hockey Team : PM મોદીએ કહ્યું મહિલા હોકી ટીમ પર ગર્વ, ભારતની દીકરીઓ હૃદયને સ્પર્શી ગઈ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati