Surat : આપના મહિલા કોર્પોરેટરનો અભદ્ર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, સાઈબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
વાયરલ ફોટોને લઈને AAP કોર્પોરેટરનું કહેવું છે કે, એડવટાઇઝના શૂટિંગ વખતના ફોટો વાયરલ કરાયા છે. અભદ્ર ફોટો પણ મૂકી લખાણ લખાયું છે. હાલ તો સમગ્ર ઘટનાને લઈને સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાતાની સાથે જ રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થઈ ગયો છે, ત્યારે સુરતમાં આપના મહિલા કોર્પોરેટરનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. ફોટો વાયરલ થતાં મહિલા નેતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ફોટોને લઈને મહિલા નેતાનું કહેવું છે કે, એડવટાઇઝના શૂટિંગ વખતના ફોટો વાયરલ કરાયા છે. અભદ્ર ફોટો પણ મૂકી લખાણ લખાયું છે. હાલ તો સમગ્ર ઘટનાને લઈને સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે.
Controversy erupts over posting obscene pictures of a female politician on social media; complaint filed in cyber cell #Surat #GujaratElections2022 #TV9News pic.twitter.com/fNJwJnMVyX
— Tv9 Gujarati (@tv9gujarati) November 7, 2022
ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય માહોલ ગરમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ માહોલ ગરમ છે, ત્યારે સુરતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ઉમેદવારી ફોર્મ ભરાવાના શરૂ થયા છે. ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે સુરતમાં 93 ફોર્મ ભરાયા હતા. શહેર અને જિલ્લાની 16માંથી 15 બેઠક પર કુલ 93 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં લીંબાયત 12, માંગરોળ 15 અને કામરેજ બેઠક માટે 12 ફોર્મ ભરાયા છે, તો બીજી તરફ સુરત ઉત્તર વિધાનસભા માટે એકપણ ફોર્મ ભરાયું નથી.