Vadodara : MS યુનિવર્સિટીમાં હિન્દુ દેવી-દેવતાના અપમાન મામલે અત્યાર સુધીમાં ત્રણ અલગ અલગ ગુના નોંધાયા, આર્ટવર્ક બનાવનારા વિદ્યાર્થી સામે પણ નોંધાઇ ફરિયાદ

|

May 10, 2022 | 12:41 PM

વડોદરાની (Vadodara) ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દુ દેવી દેવતાઓના વિવાદાસ્પદ આર્ટ વર્કનો (Art work) કેસ વધુ તૂલ પકડી રહ્યો છે. આ મુદ્દે વિવાદ વકરતા MS યુનિવર્સિટીએ ફેક્ટ ફાઈન્ડ કમિટીની રચના કરી છે.

Vadodara : MS યુનિવર્સિટીમાં હિન્દુ દેવી-દેવતાના અપમાન મામલે અત્યાર સુધીમાં ત્રણ અલગ અલગ ગુના નોંધાયા, આર્ટવર્ક બનાવનારા વિદ્યાર્થી સામે પણ નોંધાઇ ફરિયાદ
MS University (File Image)

Follow us on

વડોદરાની (Vadodara) M.S. યુનિવર્સિટીની ફાઈન આર્ટ ફેકલ્ટીના (Faculty of Fine Arts) વિવાદમાં 4 દિવસ બાદ ગુનો નોંધાયો છે. હિંદુ દેવી-દેવતાના અપમાનજનક આર્ટવર્ક બનાવનારા વિદ્યાર્થી કુંદન યાદવ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે. MSUની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થી જયવીરસિંહ રાઉલજીએ ગુનો નોંધાવ્યો છે. તો આ પહેલા વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં (MS University) હિન્દુ દેવી-દેવતાઓના અપમાનિત ચિત્રો સામે શનિવારે સાંજે વિરોધ પ્રદર્શન કરી રહેલા ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ સહિત 31 સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં (Sayajiganj Police Station) ગુનો નોંધાયો હતો. તો 5 મેના રોજ એમએસ યુનિવર્સિટીમાં કોન્સ્ટેબલને લાફો ઝીંકી દેવાના મામલામાં બે વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.

વડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દુ દેવી દેવતાઓના વિવાદાસ્પદ આર્ટ વર્કનો કેસ વધુ તૂલ પકડી રહ્યો છે. આ મુદ્દે વિવાદ વકરતા MS યુનિવર્સિટીએ ફેક્ટ ફાઈન્ડ કમિટીની રચના કરી છે. આ સમગ્ર કેસમાં ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી આજે M.S. યુનિવર્સિટીને વિગતવાર રિપોર્ટ સોંપશે. આ વિવાદીત આર્ટવર્ક કુંદન યાદવે પહેલી મેના દિવસે તૈયાર કર્યું હતું. જ્યારે 2મેના દિવસે જ્યુરીએ કલાકૃતિનું મૂલ્યાંકન પણ કર્યું હતું. જો કે પછીથી જોરદાર હંગામો થતા ફેકલ્ટીને કોઈ લેવા-દેવા નથી તેવું નિવેદન આપી ડીને છટકવાનો પ્રયાસ કર્યો હતો.

7 મે શનિવારના રોજ સાંજે આર્ટવર્કના નામે હિન્દુ દેવી-દેવતાના અપમાનનો મુદ્દે ABVPના કાર્યકરો, વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં ન્યાયની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ તપાસ રિપોર્ટ જાહેર કરવા ધરણા કર્યા હતા. તેમણે એમ.એસ.યુનિવર્સિટીને બીજી JNU નહીં બનવા દઇએ તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ABVPના કાર્યકરોએ માગ કરી હતી કે જ્યાં સુધી કમિટીએ શું તપાસ કરી એ વિશે નહીં જણાવાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ. સાથે સૂતળી બોમ્બ ફોડીને વિરોધ યથાવત્ રાખ્યો હતો. જેથી ફરી એકવાર યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલીસનો મોટો કાફલો આવ્યો હતો અને ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓને કેમ્પસ છોડી બહાર નિકળવા કહ્યું હતું. જોકે વિદ્યાર્થીઓ પોતાની માગણી અડગ રહેતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓને પોલીસ ગાડીઓમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તો બીજીતરફ 5 મેના રોજ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં હોબાળો થતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ શાંતિ જાળવવા અને ટોળાને વિખેરાઇ જવા સૂચનો આપ્યા હતા. તે સમયે કાર્તિક જોષી અને ધ્રુવ હર્ષદ પારેખ નામના શખ્સોએ તમે કોણ છો કહીને પોલીસને લાફા ઝીંકી દીધા હતા. આ મામલે આજે ગઈકાલે પોલીસકર્મીએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બિભત્સ ચિત્રોના મામલે ફાઈન આર્ટસ ફેકલ્ટી પહેલા પણ વિવાદમાં આવી હતી. 2006, 2008, 2017, 2018માં ફાઈન આર્ટસ ફેકલ્ટી વિવાદમા આવી હતી. ત્યારે હવે સમગ્ર મામલે સત્ય શોધક સમિતિએ તપાસ શરૂ કરી છે.. જે અંતર્ગત સત્ય શોધક સમિતિએ ફાઈન આર્ટ્સ ફેકલ્ટીની મુલાકાત લીધી.. કમિટીએ પોસ્ટર્સની પણ તપાસ કરી. તપાસ દરમિયાન કમિટીએ વિવિધ ફેકલ્ટીના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ફરિયાદીની પણ પૂછપરછ કરી છે.. આ અંગે કમિટીના કન્વીનરે જણાવ્યું કે તપાસ થયા બાદ તેનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપવામાં આવશે.

Published On - 12:28 pm, Tue, 10 May 22

Next Article